ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમવિશેષ વાંચન વાંચનશ્રેણીપાથેયજનરેશન ગેપ... લેટસ્ ચેન્જ ધ વર્ડ

જનરેશન ગેપ... લેટસ્ ચેન્જ ધ વર્ડ

એકવીસમી સદીમાં એક શબ્દ બહુ જ પ્રચલિત બન્યો છે. તે શબ્દ છે.‘ જનરેશન ગેપ’ ખૂબ જ ચર્ચાતા અને વિષયવસ્તુ બની ગયેલા અંગ્રેજી શબ્દને સાચા અર્થમાં મૂલવવાનો ક્યારેય પ્રયાસ થયો નથી.

પેઢીઓ વચ્ચેનું અંતર સમજવા વપરાતો આ શબ્દ, જ્યારે સમજવાનો પ્રયત્ન આજના સંદર્ભમાં કરીશું તો એ ટૂંકો પડતો લાગશે. વાસ્તવમાં બદલાતા સમય પ્રમાણે દાદા-પિતાની માનસિકતા સમજણ સંબંધોની મૂલવણી વિગરેમાં જે અંતર હોય છે તે સંબંધોની મૂલવણી વિગેરેમાં જે અંતર હોય છે તે દર્શાવવા માટે વપરાતો આ શબ્દ આજે ચોક્કસ વિસ્તૃતિ માગે છે. અંગ્રેજી શબ્દ ‘અંતર’ છે, પરંતુ ‘ગેપ’ એ દૃષ્ટિની મર્યાદામાં કે કલ્પનના પરિઘમાં સમાતા અંતર માટે વપરાય. જ્યારે ‘ફ્સ્ટન્સ’ શૂન્યથી અનંત સુધી દૃષ્ટિ મર્યાદાની બહાર કે ભાવજગતની સીમાબહારનાં અંતર માટે વાપરી શકાય.

આપણી રોજબરોજની દુનિયામાં કે આસપાસનાં વાતાવરણમાં અથવા ઘરમાં જોવા મળતો આ કથિત ‘ગેપ’ મોટા શહેરોમાં અને અંગ્રેજી શિક્ષણમાં ઉછરતી આજની યુવાપેઢીને જોતાં ચોક્કસ એ ‘ગેપ’ મટી ‘ડિસ્ટન્સ’ની પણ બહાર ‘મોટી ખાઈ’ જેટલું અંતર દર્શાવે છે.

એન.ડી.ટી.વી., ટી.વી. ચેનલ ઉપર પ્રસારિત થતી ‘પતિ, પત્ની ઔર વૌહ’ નામની રીયાલટી શૉની શ્રેણી દરેક દિવાનખાનાઓને દૂષિત કરે છે, તે સાથે ‘જનરેશન ગેપ’ શબ્દના ટૂંકા અને હાસ્યાસ્પદ અર્થનો પણ અહેસાસ કરાવે છે. શ્રેણીમાં ટીનએજર્સ વર્તણૂંક, ભાષા (જેના માટે ‘અભદ્ર’ શબ્દ પણ ટૂંકો પડે) વિગેરે જોતાં મહિલા દર્શકો અચૂક ‘‘હાય-હાય’’ શબ્દોનાં ઉદગાર કરતી હશે. તો પુરુષો સમસમીને રહી જતા હશે અને શક્ય છે આજનાં પ્રૌઢો અને વૃદ્ધોનો તો હૃદય બંધ પડી જવાની શક્યતા રહે. અહીં એવું કહેવાનું મન થાય કે પહેલાં જેમ ૧૮ વર્ષની ઉપરના માટે એડલ્ટ ફિલ્મો આવતી તેમ આજના રીયાલિટી શો માત્ર ૩૫ વર્ષની વય નીચેનાં માટે જ છે એવી સૂચના દર્શાવવો જોઈએ.

મઝાની વાત તો એ છે કે, આ શૉમાં ટીનએજર્સના માત-પિતાની ભૂમિકા ભજવતા દંપતિની ઉંમર અને સંતાનોની ઉંમર વચ્ચે માત્ર આઠથી દસ વર્ષનું અંતર છે, તેમ છતાં પણ ટીનએજર્સની વર્તણૂંકથી ત્રસ્ત આ માતા-પિતાઓ જનરેશન ગેપ જોજનો જેટલું અનુભવે છે. તો ખરેખર દાદા અને પિતા, કે પિતા અને પુત્ર વચ્ચેનાં ૨૦થી ૨૫ વર્ષના આ ગેપમાં તો અંતર પણ બમણું જ થાય ત્યારે વિચારો, એ ત્રસ્તતાનો અનુભવ ‘જનરેશન ગેપ’    શબ્દની મર્યાદામાં સમય ખરો? ચોક્કસ નહીં જ અને એટલે જ આ વારંવાર વપરાતાં  શબ્દને ‘વિસ્તારિત કરી નવો જ શબ્દો આપવાની જરૂરિયાત છે. ચાર રૂપિયે કિલો ખાંડ, ચાલીસ રૂપિયે મળે લેફર્ક પણ જો આપણને અધધ લાગતો હોય તો આજની યુવા પેઢીનાં માનસનો વિચાર કરતાં મોંઘવારી વધારો કંઈ વિસાતમાં જ નથી.

હવે જોવાનું માત્ર એ છે કે શું આજે જે પેઢી-પેઢી વચ્ચેનું અનંત અંતર છે એ ક્યારેય ‘ગેપ’નાં પરિઘમાં પાછું ફરી શકશે ખરું? શું  એ શક્ય છે? આ પ્રશ્ન નિરુત્તર છે, પરંતુ તેનો ઉત્તર નકારાત્મક નથી તેમ આ પ્રશ્ન ખાળી ન શકાય એટલો વ્યાપ્ત બની ગયો છે. રામાયાણ કાળમાં સીતાનો સ્વયંવર જોયા વગર રહી ગયાનો વસવસો આપણે સૌ ધરાવતા હોવા છતાં આજે ના છૂટકે ‘રાખી’નો સ્વયંવર જોવો પડે. એ લાચારી જ આ પ્રશ્ન અને તેનાં ઉત્તરમાં ઠાંસી ઠાંસીને ભરી દેવાય છે. શું આટલું સમજ્યા પછી પણ આપણે ‘જનરેશન ગેપ શબ્દ જ બોલ્યા કરશું? આંખ મિંચામણી અને ભ્રમણા જગતમાં ગમતું વાતાવરણ હોય ત્યારે વાસ્તવિક નર્ક રહેવાનું કોણ વિચારે?

  

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend