ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરહાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે?

હાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે?

ઉચ્ચ  શિક્ષણ માટે વિદેશ  જઈ શકો તો સરસ, ન  જઈ શકો તો નાસીપાસ  થવાની જરૂર નથી કેમ કે જ્ઞાન તો તમને ઘેરબેઠાં પણ મળશે!

બેક ટુ સ્કૂલ! વેકેશનની મજા માણી લીધા પછી આવતો  આ સમય ભલભલાના શરીરમાં લખલખું લાવી દે છે. વાત માત્ર નવાં સવાં સ્કૂલના ચક્કરમાં ફસાયેલાં ટાબરિયાંની નથી, વેકેશન ન હોય ત્યારે પણ વેકેશન જેવી લહેર કરતા કોલેજીયન્સની પણ આ જ સ્થિતિ હોય છે. અલબત્ત, જો તમને ખરેખરા નોલેજમાં રસ હોય તો આગળ ધ્યાનથી વાંચજો.

જો તમે પોતે અથવા તમારા પરિવારમાંથી કોઈ બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં જવાની તૈયારીમાં હોય કે કોલેજમાં હોય કે પછી, કોલેજ પૂરી કરીને વધુ આગળ અભ્યાસ કરવાની મથામણમાં હો તો તો આગળ ખરેખર ધ્યાનથી વાંચજો!

જરા વિચારીને કહો, ઉચ્ચ અભ્યાસ માટે એમઆઇટી, બર્કલી, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, પ્રિન્સટન કે યેલ યુનિવર્સિટી કેવીક રહેશે? ખરેખર ફોરેન યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પ્રયાસ કરતા લોકો બરાબર જાણતા હશે કે આ બધી યુનિવર્સિટી કેવી છે અને ત્યાં પહોંચવું હોય તો કેટલી વીસે સો થાય. પણ, જો તમે ધારો તો માત્ર માઉસને ઇશારે આ યુનિવર્સિટીઝ સુધી પહોંચી શકો છો. રીયલ વર્લ્ડમાં તમે એક્ટ્રાઓર્ડિનરીલી બ્રિલિયન્ટ હો તો આમાંથી કોઈ એક યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકો, પણ સાયબરવર્લ્ડમાં, તમે ધારો તો એક સાથે આ બધી યુનિવર્સિટીનું બેસ્ટ એજ્યુકેશન મેળવી શકો છો, એ પણ ઘેરબેઠાં!

આ કોલમના છેલ્લા બેત્રણ લેખ તમે વાંચ્યા હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે હવે ઇન્ટરનેટના જગતમાં, કમ્પાઇલેશન એટલે કે સંકલનનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમ કે દુનિયાભરના ફોટોગ્રાફર ફ્લિકર પર પોતાના સ્નેપ્સ મૂકે અને તેને અલગ અલગ રીતે આપણે જોઈ શકીએ તેવી, ફોટોગ્રાફ્સનું સંકલન કરી આપતી બેત્રણ સાઇટ વિશે આપણે જાણ્યું હતું.

આજે એ જ રીતે, વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાં અપાતાં અનેક વિષય પરનાં લેક્ચર્સના વિડિયોનું સંકલન કરીને આપણી સમક્ષ મૂકતી સાઇટ (www.academicearth.org) વિશે જાણીએ. આખા વિશ્વના સદનસીબે, છેલ્લા કેટલાય વખતથી વિશ્વના અનેક નિષ્ણાત પ્રોફેસર્સ જ્ઞાનને યુનિવર્સિટીની સરહદોમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી પહેલ સૌથી પહેલાં ૨૦૦૧માં એમઆઇટીએ કરી હતી (મેસેચ્યુસેટ્સનું આ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીના ક્ષેત્રે વર્લ્ડ બેસ્ટ ગણાય છે). એમઆઇટીએ તેના ક્લાસરૂમમાં અપાતાં લેક્ચર્સના વિડિયો નેટ (http://ocw.mit.edu) પર મૂકવાની શરૂઆત કરી હતી. એ પછી હાર્વર્ડ, બર્કલી, યેલ, પ્રિન્સટન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ પણ તેમના લોકપ્રિય કોર્સીઝના વિડિયો નેટ પર મૂકવાની શરૂઆત કરી દીધી. હવે એકેડમિક અર્થ સાઇટ આ બધા જ વિડિયોનું સંકલન કરી, તેનું વિવિધ વિષય, યુનિવર્સિટી અને ઇન્સ્ટ્રક્ટર્સ મુજબ વર્ગીકરણ કરીને આપણી સમક્ષ મૂકે છે.

સાઇટ પર અત્યારે લગભગ ૧૫૦૦ વિડિયો મૂકાયા છે. તમે ધારો તો આ લેક્ચર્સને ડાઉનલોડ પણ કરી શકો છો.

સાઇટની મજા એના એકદમ ઇઝી ઇન્ટરફેસમાં છે. બહુ ગણતરીની ક્લિક્સ સાથે તમે તમારા રસના વિષયના લેક્ચર સુધી પહોંચી શકો છો. દરેક વિડિયો સાથે તેની ટેક્સ્ટમાં તેનું ટૂંકું વર્ણન અને મુખ્ય મુદ્દાઓ આપેલા છે. મોટા ભાગનાં લેક્ચર્સ કોઈ સીરીઝના ભાગ હોય છે એટલે આખી સીરીઝમાં કયા કયા મુદ્દાઓ આવરી લેવાયા છે તેનું લિસ્ટ પણ તમે જોઈ શકો છો. ઇચ્છો ત્યાંથી શરૂ કરો અને ઇચ્છો ત્યાં પૂરું કરો! આવનારી પેઢી માટે શિક્ષણ કેવું મુક્ત અને ખરા અર્થમાં અમૂલ્ય હશે એનો આ સાઇટ અંદાજ આપે છે.

આટલું વાંચ્યા પછી એક પાક્કા ને સાચ્ચા ગુજરાતી તરીકે તમને ત્રણ સવાલ થયા હશે. પહેલો સવાલ, બધું અંગ્રેજીમાં હશે? જવાબ છે સોરી, હા! બીજો સવાલ, બધું મફત છે? જવાબ છે, હા (વાઉ! કેમ?) અને ત્રીજો મુદ્દાનો સવાલ - ડીગ્રી ન મળે તો આ લેક્ચર્સ કામનાં શું? આનો જવાબ મુશ્કેલ છે. સાદો જવાબ એ છે કે તમે આ સાઇટ પરથી જે તે યુનિવર્સિટીના કોર્સમાં એનરોલ થવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો. અવળો જવાબ એ છે કે ડીગ્રી વિના તમને આ લેક્ચર્સ કામનાં ન લાગતાં હોય તો ડીગ્રી મળે તોય તમને એ બહુ કામ લાગશે નહીં. ખોટો ટાઇમ બગાડતા જ નહીં!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
mohsin   |2012-11-08 08:47:03
a very interesting
HIMANSHU SOHALIYA   |2012-09-18 23:32:59
very good work for anodher so thanx and welcome to this work all the best
Mehul  - knowledge   |2012-02-14 10:57:14
We at Aribas college student like this article
Akash   |2011-12-26 07:56:11
Aa mahiti Lot of ane Khub ja Kamni Che Jene Magaj Hoy Tena Mate
Bipin Soni   |2011-12-10 04:46:55
"The best, who live like Rancho"
Dr. Vrajesh   |2011-09-10 01:26:45
Many many thanks for home delivery of such a wonderful knowledge bank.
Nishil Radadia   |2011-08-01 10:29:04
Nice lectures and notes.....
pruthviraj  - for study     |2011-07-05 23:17:12
please read for your your knowledge/
dhanesh parekh     |2011-05-21 05:14:48
its a good for senier citizen
mina s.patel  - c2     |2010-12-15 03:27:15
jano ane jovo
ashish  - online bhanvani site     |2010-12-08 05:34:57
http://ocw.mit.edu/courses/mechanical-engineering/


2)http://www.academicearth.org/
nimesh lathia     |2010-11-05 01:10:16
hi sir
MEHUL DHOKIYA   |2010-10-25 01:13:44
SIR I AH YOUR BIG FAN
YOUR STORY IS VERY INTESTRING
I AM PRUDE OF YOU B'COZ U R GAJJU
abhishek  - Good Info     |2010-09-14 11:05:58
hi himanshu

Vey good information
pranay  - computer edu   |2010-09-14 07:51:32
i like computer edu in this websit
Harry  - Excellent   |2010-09-10 06:08:29
you write too good. I am your big fan because I get what I want....thanks.
Akash Shah  - thanks a lot   |2010-09-08 11:28:50
aa article khub j kam lagse mane thanks ane avu kai 2ju hoy to ava dejo....
Gopal  - Aribas Active Student Group(www.aasg.co.cc)     |2010-07-26 11:15:08
We at Aribas college student like this article.
www.aasg.co.cc
I will post it in my site soon.
Brijesh kakdiya  - Nice:   |2010-06-24 12:08:15
Mr.Himanshu Nice information about internet based education...


special thanks,

with happy birthday
kelvin  - advance and simple   |2010-06-17 02:30:34
go to youtube/edu.....
Nisarg Shukla  - Congratulations!!!   |2010-06-12 03:32:15
It's a super duper 'Safar' many many congratulations to Himanshu Kikani 4 doing all this being Gujju.
Mahesh  - Nice Info !     |2010-06-09 08:04:18
Hello Himanshubhai ! Nice info ! Good information for education eager !

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com