બિઝનેસ શરૂ કરવો અને બિઝનેસ ચલાવવો એ બંનેમાં મોટો ફેર છે. કેટલો ફેર છે એ તો બિઝનેસ શરૂ કરનારા અને ચલાવવાનો પ્રયાસ કરનારા જ જાણે. તમે એમાંના એક હો તો તમારા માટે ખુશખબર છે કે નાના પાયે શરૂ થતા બિઝનેસ વધારવામાં હવે ગૂગલ પણ તમારી મદદે છે.
બિઝનેસની સફળતાનો બહુ મોટો આધાર માર્કેટિંગ પર હોય છે - તમે ગમે તેટલી સારી સર્વિસ કે પ્રોડક્ટ્સ આપતા હો પણ એ વિશે લોકોને જાણ જ ન હોય તો એનો કોઈ અર્થ ન રહે. જેમણે બિલકુલ નાના પાયે બિઝનેસ જેવું કંઈક શરૂ કર્યું હોય એ લોકો પાસે માર્કેટિંગના અત્યાર સુધી બહુ મર્યાદિત રસ્તા હતા.
જેમ કે, વેકેશનનો લાભ લેવા તમે કોઈ એક્ટિવિટી સેન્ટર શરૂ કર્યું હોય તો આસપાસની સોસાયટીઓમાં તેની જાહેરાત કરવા તમે બહુ બહુ તો છાપાં ભેગાં ઢગલાબંધ આવતાં ફરફરિયાં પ્રિન્ટ કરાવીને વહેંચી શકો. પછી, લોકો તમારા એક્ટિવિટી સેન્ટર સુધી આવે તેની રાહ જોવાની. પણ, કોઈ પણ બિઝનેસ વધારવાના મુખ્યત્વે બે રસ્તા હોય છે એક, તમે એક્ટિવિટી સેન્ટર શરૂ કર્યું છે એની શક્ય એટલા વધુ લોકોને જાણ કરવી અને બીજું, જે લોકો સારું એક્ટિવિટી સેન્ટર શોધે છે તેમને તમારા તરફ ખેંચી લાવવા. પહેલો રસ્તો લાંબો છે, જ્યારે બીજો સફળતાનો શોર્ટકટ છે. તમે ટ્યૂશન આપતા હો કે સ્પોકન ઈંગ્લિશ શીખવતા હો કે ગ્રાફિક્સડીટીપી જોબવર્ક કરતા હો કે રેસ્ટોરન્ટગરાજરેડિમેડનો શોરૂમ ચલાવતા હો કે એલઆઇસી એજન્ટ હો કે... આ યાદી ઘણી લાંબી થઈ શકે છે, પણ આ બધી બાબત એવી છે કે તેમાં જેટલી તમને ગ્રાાહકની શોધ હોય છે એટલી જ ગ્રાહકોને સારી સેવાપ્રોડક્ટ આપતા બિઝનેસની શોધ હોય છે.
હવે તમે તો જાણો જ છો કે નાનામાં નાની વાત વિશે વધુ માહિતી શોધવા લોકો ગૂગલ દેવતાની આરાધના કરતા થયા છે. લોકો સ્પોકન ઈંગ્લિશ ક્લાસ, પાલડી, અમદાવાદ એટલું લખીને ગૂગલમાં સર્ચ કરે અને ત્યાં અમદાવાદના નક્શા પર પાલડીમાં તમારા ક્લાસની જગ્યાથી માંડીને તમારી પૂરી કોન્ટેક્ટ ડિટેઇલ, ક્લાસના ફોટોગ્રાફ, વિડિયો વગેરે બધું જ નજર સામે હાજર થઈ જાય તો ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ફટાફટ વધે કે નહીં? તમારી રેસ્ટોરન્ટ હોય તો રોજેરોજ તમે ‘આજની સ્પેશિયલ ડિશ’ જેવા, તાજા ખબર પણ તમારા બિઝનેસ પેજ પર મૂકી શકો. આ પેજ પર તમારા બિઝનેસ વિશે બીજા રિવ્યૂ લખી શકે એવી સગવડ પણ કરી. ‘આ કૂપન લાવો ને ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મેળવો’ જેવાં કૂપન આપવાની સુવિધા પણ છે.
ગૂગલની ગૂગલ પ્લેસીઝ (www.google.com/places) આ બધી જ સેવા મફત આપે છે. આ સર્વિસ પહેલાં ગૂગલ લોકલ બિઝનેસ સેન્ટર તરીકે ઓળખાતી હતી. એનો લાભ લેવા તમારે શું કરવાનું? સાઇટ પર જઈને તમારા ગૂગલના (કે જીમેઇલના) એકાઉન્ટથી લોગઇન થવાનું, ‘એડ ન્યૂ બિઝનેસ’ના બટન પર ક્લિક કરવાનું અને બિઝનેસનું નામ, સરનામું, કેટેગરી, કામકાજના કલાક, પેમેન્ટના ઓપ્શન, સંબધિત ફોટોઝ, વિડિયોઝ વગેરે માહિતી આપવાની. માહિતી બિઝનેસના માલિકે જ આપી છે એની ખાતરી કરવા, તમે લખેલા ફોનનંબર પર ગૂગલનો ફોન આવશે, એમાં જે વેરિફિકેશન કોડ કહે, એ સાઇટ પર ઉમેરી દો એટલે તમારી વિગતો ગૂગલ પ્લેસીઝ અને મેપ પર આવી જશે!
તમને ક્યાંથી, કેવો ટ્રાફિક મળે છે, બિઝનેસ વધારવા શું કરી શકાય વગેરે બાબતો થોડાં વધુ ખાંખાંખોળાં કરશો એટલે મળી જશે!
Namaskar, Nalin Shroff from Salvador,Brazil.
First of all we all Gujarati are thankful for your effort to give us readymade material to enjoy internet with useful information.
I have my web site www.excisevapi.com which is lonched from Brazil. It is in English, Portugese and Hindi for providing knowlege about Central Excise, Custom and Service Tax matter. My subsription is about to expired in November 10. I dont want to renew from Brazil because it is originally in Portuguess language. I give first preference to google next is yahoo or you can suggest. I want to load photo & video. Give highlight WHAT IS NEW recent change. I want to give free services for the job seeker which will be helpful for Industrialist and candidate. Anybody can ask their doubt regarding law and procedure and we will reply.
Your valuable advice will help me to serve better for Industrialist as well as dealing with the department. I am ready to pay for the services
NALIN SHROFF
(Kindly forgive me I dont know how to write in Gujarati. I am beginer in Cyber sufer.)
Dear Chirag bhai, If you want to promote ur website u need unique content like cybersafar.com u need unique visitor also and many more other thing depepnd on site ranking but u want to start direct marketing so use google adwords but for adwords you have to pay $