ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?

ખબર નથી  પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ  સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે.
 એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, માબાપ ને છોકરાં સૌ કોઈ આ કહેવાતા શિક્ષણથી ત્રાહિમામ પોકારી ઊઠે અને મલ્ટીપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે. આ ગાળામાં એક્સ્ટ્રા એક્ટિવિટીનો બિઝનેસ બરાબર ફૂલે ફાલે, પણ ભણવાની વાત કરો તો સૌ નાકનું ટીચકું ચઢાવે. એવું જોખમ વહોરીને પણ, થોડી વાત ક્લાસરૂમ સિવાયના એજ્યુકેશનની કરીએ, આ વેકેશનમાં!
આ લખનાર  સહિત, આપણે આપણી જિજ્ઞાસા નક્કી મારી નાખી છે, નહીંતર, આઇસક્રીમનો કોન ખાતી વખતે આ કોન કેવી રીતે બનતો હશે?’ એવો સવાલ કેમ જાગતો નહીં હોય? આઇપીએલમાં બેટ્સમેન ચોગ્ગો મારે ત્યારે દડો બાઉન્ડ્રી પર પહોંચે એ સાથે ત્યાં મૂકેલા એલસીડી સ્ક્રીન પર જાહેરાત ઝબૂકવા લાગે એ જોઈને, એલસીડી સ્ક્રીન કેમ અને કેવા રો મટીરીયલમાંથી બનતા હશે એવું કૂતુહલ કેમ જાગતું નહીં હોય?

આવા સવાલો  કદાચ ઉઠતા પણ હશે, પણ ઉડાઉ, ઉપરછલ્લા કે અધકચરા જવાબો સાંભળી સાંભળીને  આપણે સવાલો કરવાનું છોડી દીધું હોય એવું પણ બને!

હવે તમે આ સ્થિતિ ઉલટાવી શકો છો, આ વેકેશનમાં. www.madehow.com સાઇટ પર જગતભરની અસંખ્ય ચીજવસ્તુઓ કેવી રીતે બને છે એની પાર વગરની માહિતીનો ભંડાર ભર્યો છે. નાના દીકરા કે દીકરીની જિજ્ઞાસા સારી રીતે સંતોષવા માગતા મમ્મીપપ્પાથી માંડીને એન્જિનીયરિંગના સ્ટુડન્ટ્સ કે નિવૃત્ત થયા પછી પણ શિક્ષકપણું જાળવી રાખનારા અધ્યાપકો સુધીના સૌ કોઈને મજા પડી જાય એટલી વિગતવાર માહિતી આ સાઇટ પર છે.

ટૂંકમાં, આ સાઇટ પર કુલ સાત વોલ્યુમમાં એથી ઝેડ સુધીની, એરબેગ, એસી, કાર, ચોક, ચીઝ, ચ્યૂઈંગ ગમ, સિક્કા, સીડી, ક્રેડિટ કાર્ડ, એન્જિન, હેલિકોપ્ટર, લેસર પોઇન્ટર, એલસીડી, પુસ્તક, ન્યૂક્લીયર સબમરીન, રંગ, વગેરે વગેરે સંખ્યાબંધ ચીજવસ્તુઓનો ઇતિહાસ, એને બનાવવા માટે જરૂરી રો મટીરીયલ, ઉત્પાદનની પ્રક્રિયાની સાદી સમજ તેમ જ વધારાના સંદર્ભ આપવામાં આવ્યા છે. બ્લોગની જેમ, અહીં લેખના અંતે વાચકો પોતાના અભિપ્રાય આપી શકે છે. જેમ કે, બોલબેરિંગ વિશેના લેખના અંતે એક એન્જિનીયરિંગના સ્ટુડન્ટ અને બોલબેરિંગ કંપનીમાં તાજા જ જોડાયેલા એવા બે ભારતીય વાચકોએ લખ્યું છે કે આ લેખ એમને બહુ ઉપયોગી લાગ્યા.

સાઇટનું સ્ટ્રક્ચર બ્લોગ પ્રકારનું જ છે અને વિઝયુઅલી  બિલકુલ આકર્ષક નથી, પણ અહીં જે મહત્ત્વ છે એ ટેક્સ્ટનું જ છે. અલબત્ત, જે તે ઉત્પાદન પ્રક્રિયા સમજવામાં મદદરૂપ થાય એવા ચાટર્સ સામેલ છે. જે તે વિષયમાં થોડા વધુ ઊંડા ઊતરવું હોય તો એ લેખ વિશેના ફોરમમાં તમે જઈ શકો છો. ત્યાં તમે તમારા પ્રશ્નો પૂછી શકો કે બીજાના સવાલજવાબમાં ખાંખાંખોળાં કરી શકો.

ખાટલે મોટી ખોડ એ છે કે આ સાઇટ તૈયાર કરનાર  કંપની કે તેના માહિતી સ્ત્રોત વિશે લગભગ કોઈ ઉલ્લેખ નથી. થોડી ખણખોદ પછી એટલી ખબર પડી કે એડવામેગ નામની એક અમેરિકન કંપની આ પ્રકારની ઇન્ફર્મેશન ડેટાબેઝ ધરાવતી જુદી જુદી ઘણી સાઇટ તૈયાર કરે છે અને એમાંની એક સાઇટ www.city-data.com અમેરિકાની ટોચની ૧૦૦ સૌથી મોટી સાઇટ્સમાંની એક છે.

 વેકેશનમાં પણ  કંઈક નવું શીખવાજાણવાની ધગશ જીવતી રાખવી હોય તો સરસ સાઇટ છે!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
premit chokshi  - zakashhhh   |2012-10-02 10:52:48
this is very nice topic.
Kishor Marthak  - Made How   |2011-05-18 09:06:54
This site is really very knowledgeable. and found very interesting.
Jay Thaker  - Found Interesting   |2011-05-18 08:21:32
Himanshubhai,

Pela to hu congratulate keva mangu 6u k apni cybersafar website fari chalu thai gai.

Ane ahiya j website tame api 6 boss!!! bole to 1dam jakkass!!

Very useful site!!!

Keep going himanshubhai!!!
Bharatsinh Mahida  - How the credit card is prepared?     |2010-08-29 01:24:24
How the credit card is prepared?
In this artical I have not find any
discription about the subject(title).
admin   |2010-08-30 00:10:54
You are right sir, but the title only suggests which kind of interesting information you will be able to know from the specific website. You will have to surf and search that particular website to know exactly how the credit card is made!
Ilesh  - how to create ghost?   |2010-08-19 11:55:37
Deat Sir,

Hoe to make a windows XP ghost? rpl me fast.....

thnk you..
admin   |2010-08-30 00:11:18
I am sorry, I don't know the answer!
Jayesh Joshi   |2010-07-01 07:07:42
your every topics are very use full every time,every visit i found new knowledge
prakash   |2010-06-30 01:21:56
just a visit
Ilesh panchal   |2010-06-25 09:22:41
This information is very useful for me I am a Engineering student.

Thank you sir......
Kishor Marthak   |2010-06-23 00:12:19
This is very informative

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com