ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગફેસબુકની ફેક્ટફાઇલ!

ફેસબુકની ફેક્ટફાઇલ!

એમ કહેવાય છે કે પાંચ કરોડ લોકો સુધી પહોંચતાં રેડિયોને ૩૮ વર્ષ લાગ્યાં, ટીવીને ૧૩ વર્ષ લાગ્યાં, ઇન્ટરનેટે આ કામ પાંચ વર્ષમાં કર્યું, આઇપોડે ૩ વર્ષ લીધાં અને ફેસબુક? બે કરતાં ઓછાં વર્ષમાં! અત્યારે ફેસબુક પરની વસતી અમેરિકાની વસતી કરતાં વધી ગઈ છે! અચ્છા, ઇન્ટરનેટ પર આવા તો અનેક આંકડા જોવા મળશે, પણ આજે થોડીક ઓથેન્ટિક આંકડાબાજીથી આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર કેવીક ધમાલ ચાલી રહી છે એનો અંદાજ મેળવી લઈએ. આ બધા આંકડા, આપણા ભાવિમાં શું ગોપાયેલું છે એનો પણ થોડો અંદાજ આપશે... તો ઓવર ટુ ફેસબુક ફેક્ટ્સ, ફેસબુકના જ પ્રેસરૂમમાંથી જાણવા મળ્યા મુજબ:

ફેસબુકના પર અત્યારે ૪૦ કરોડ એક્ટિવ યુઝર્સ છે. સપ્ટેમ્બર ૨૦૦૯માં આ આંકડો ૩૦ કરોડ હતો. યુએસની વસતી લગભગ એટલી જ છે. અલબત્ત, ફેસબુકના એક્ટિવ યુઝર્સમાં ૭૦ ટકાથી વધુ લોકો યુએસ બહારના છે.

  • આમાંથી અડધોઅડધથી વધુ યુઝર્સ કોઇ પણ દિવસે ફેસબુક પર એક્ટિવ હોય છે.
  • સાડા ત્રણ કરોડથી વધુ લોકો દરરોજ તેમનું સ્ટેટસ અપડેટ કરે છે.
  • દર મહિને ૩ અબજ ફોટોગ્રાફ સાઇટ પર અપલોડ થાય છે.
  • દર અઠવાડિયે, ૫ અબજ જેટલી વેબલિંક, ન્યૂઝસ્ટોરી, બ્લોગપોસ્ટ,  નોટ્સ, ફોટો આલ્બમ્સ વગેરે શેર કરવામાં આવે છે.
  • ફેસબુક પર ૩૦ લાખ એક્ટિવ પેજીસ છે અને દરરોજ બે કરોડ જેટલા લોકો આ પેજીસમાં ખાંખાંખોળાં કરીને ગમતાં પેજના ફેન બને છે. અત્યાર સુધીમાં આવા કુલ ૫.૩ અબજ ફેન બની ચૂક્યાં છે  દુનિયાની વસતી ખબર છેને?
  • યુઝર્સની વાત કરીએ તો ફેસબુક પરનો દરેક સરેરાશ યુઝર્સ ૧૩૦ ફ્રેન્ડ્ઝ ધરાવે છે.
  • દરેક સરેરાશ યુઝર રોજ ૫૫ મિનિટથી વધુ સમય ફેસબુક પર વિતાવે છે (એક અંદાજ પ્રમાણે લોકો કામના સમયે ફેસબુક પર ફેંકમફેંક કરે છે તેનાથી થતા પ્રોડક્ટિવિટી લોસને કારણે કંપનીઓને વર્ષે સવા બે અબજ ડોલર જેટલું નુક્સાન થાય છે  નેચરલી, આ ફેસબુકની ઓફિશિયલ ફેક્ટ નથી!)
  • દરેક સરેરાશ યુઝર દર મહિને ફેસબુક પર જુદી જુદી ૨૫ જેટલી કમેન્ટ લખે છે.
  • દરેક સરેરાશ યુઝર ૧૩ ગ્રાુપ્સનો સભ્ય હોય છે.
  • ફેસબુક પર ૭૦ ભાષાઓ ઉપલબ્ધ છે. અનુવાદના આ કામમાં ૩ લાખ જેટલા લોકોએ ફેસબુકને મદદ કરી છે.
  • મહિને ૬ કરોડ લોકો ફેસબુક સિવાયની વેબસાઇટ્સનો ઉપયોગ કરીને ફેસબુક સાથે કનેક્ટ થાય છે.
  • મોબાઇલ પર ફેસબુકની વાત કરીએ તો ૧૦ કરોડ એક્ટિવ યુઝર્સ મોબાઇલથી ફેસબુક એક્સેસ કરે છે.
  • મજાની વાત એ છે કે નેટ પર ફેસબુક એક્સેસ કરતા લોકો કરતાં મોબાઇલનો ઉપયોગ કરતા લોકો બમણા એક્ટિવ છે!

       હવે તમે વિચારો કે તમે આમાં ક્યાં છો?

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
prajapti sanjay .l  - education     |2010-06-22 03:55:41
dear
dhavalamlani  - facebook par account bandh kevi rite karay?     |2010-05-06 01:21:10
face book par account close kevi rite karay?

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com