ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગસાયબરજગતમાં હાહાકાર!

સાયબરજગતમાં હાહાકાર!

User Rating: / 0
PoorBest 

આપણાં છાપાં ઇન્ટરનેટ વિશે ખાસ રિપોર્ટિંગ કરતાં નથી, બાકી ગયા અઠવાડિયાની હેડલાઇન્સ કંઈક આવી હોત - ‘સાયબરજગતમાં હાહાકાર (કે કાળો કેર)’. ‘નેટ ટેક્નોલોજીને લગતા બ્લોગ પર હોટમેઇલના ૧૦,૦૦૦ એકાઉન્ટ્સનાં યુઝરનેમ અને પાસવર્ડનો પર્દાફાશ’. ‘એની શાહી સૂકાણી નહોતી (ઇન્ટરનેટ પર એવું તો ન થાય, તો શું લખાય?) ત્યાં બીજા-ત્રીજા દિવસે બીબીસી ન્યૂઝનો ઘટસ્ફોટ કે તેને આવા બીજા ૨૦,૦૦૦ એકાઉન્ટ્સની વિગતો મળી છે, જેમાં જીમેઇલ, યાહૂ, એઓએલ વગેરેના એકાઉન્ટ્સ પણ છે!’

વિશ્વાસપાત્ર વર્તુળો કહે છે કે ઇન્ટરનેટનું આ અત્યાર સુધીનું સૌથી મોટું ફિશિંગ કૌભાંડ હોઈ શકે છે, કેમ કે હોટમેઇલની યાદીમાં મોટા ભાગે ‘એ’ અને ‘બી’થી શરૂ થતાં નામ સામેલ છે. મતલબ કે બાત નીકલેગી તો ઝેડ તલક જાયેગી! હોટમેઇલ, યાહૂ, ગૂગલ વગેરેના પ્રવક્તાઓ એમની સાઈટ પરની સિક્યોરિટી સિસ્ટમ એકદમ ઠીકઠાક હોવાના દાવા કરવા લાગ્યા છે. આ યાદીમાં અત્યારે મોટા ભાગે યુરોપના લોકો ભોગ બન્યા હોવાનું જણાય છે, પણ ચેતતો નેટયુઝર સદા સુખી!

એ ન્યાયે, આ લેખ અધૂરો મૂકીને પણ પહેલું કામ તમારા પાસવર્ડ બદલવાનું કરો અને પછી, સાવચેતીનાં બીજાં કયાં પગલાં લઈ શકાય એ માટે આગળ વાંચો.

આવું ફક્ત ઇમેઇલ નહીં, તમારા નેટબૅન્કિંગના એકાઉન્ટ સાથે પણ થઈ શકે છે (હવે વાત વધુ ગંભીર લાગી?) હવે વિચારો કે તમારું યુઝરનેમ અને પાસવર્ડ કોઈ કઈ રીતે જાણી શકે? જો કંપનીઓના દાવા મુજબ, આ ડેટા એમને ત્યાંથી લીક થયો ન હોય તો આ ચોક્કસપણે ફિશિંગ છે, એટલે કે કોઈએ તમારી જાણબહાર અથવા તમને ભરમાવીને તમારી માહિતી જાણી લીધી. 

એવું બની શકે છે કે તમારા ઇ-મેઇલ પ્રોવાઇડર, બૅન્ક, ઓનલાઇન શોપિંગ કે રીઝર્વેશનની સગવડ આપતી સાઇટ વગેરેમાંથી કોઈનો મેઇલ તમને ઇનબોક્સમાં મળે. જેમાં એમની સાઇટ પર લઈ જતી લિંક હોય. તમે તે - તમારી પરિચિત - સાઇટ પર જાઓ અને યુઝરનેમ-પાસવર્ડથી લોગઇન કરો. વાત ત્યાંથી કદાચ આગળ વધે જ નહીં, પણ બન્યું હોય એવું કે વાસ્તવમાં કોઈ ભળતી જ વ્યક્તિએ આ આખી માયા રચી હોય. બિલકુલ તમારી બૅન્કની સાઇટ જેવી જ સાઈટ કોઈ પણ બનાવી શકે છે. 

તમને યોગ્ય સાઇટ તરફથી સાચા મેઇલ પણ આવી શકે છે, પણ બધી બૅન્ક અવારનવાર કહે છે તેમ, કોઈ બૅન્ક તમને ઇમેઇલ મોકલીને તમારો પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડ નંબર જણાવવા કહેતી નથી. મેઇલમાં આવી માહિતી પૂછી હોય તો ભરમાશો નહીં. બૅન્કની સાઇટ પર જવું હોય તો કોઈ પણ જગ્યાએથી લિંકનો ઉપયોગ કરવાને બદલે જ, સીધું જ એડ્રેસબારમાં તેનું આખું સરનામું ટાઇપ કરો અને બૅન્ક પર પહોંચો. બૅન્કની સાઇટ પર તે અસલી હોવાના સર્ટિફિકેટની લિંક હોય છે તે શોધીને તપાસો (આ બધા વિશે આપણે અગાઉ વાત કરી છે).

તમારાથી પરિચિત વ્યક્તિ સહેલાઈથી વિચારી શકે એવા પાસવર્ડ ન વાપરો. અનેક સાઇટ પર એક જ પાસવર્ડ ન વાપરો (લગભગ ૪૦ ટકા લોકો આ ભૂલ કરતા હોવાનો અંદાજ છે). સોશિયલ નેટવર્કિંગ જેવી સાઇટ્સ પર મિત્રોને ઇન્વાઇટ કરવા તમારા ઇમેઇલ એકાઉન્ટનો પાસવર્ડ આપો તો એ કામ પૂરું થયા પછી તરત ઇમેઇલમાં જઈને એ બદલી પણ નાખો.

સલામતીના રસ્તા ઘણા છે, ટૂંકી વાત એટલી કે સાયબરજગતનો હાહાકાર તમારા ઘર સુધી પહોંચવો જોઈએ નહીં!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Rahul Dambre  - PHISIHING     |2010-03-29 03:59:50
any one want to know more about PHISHING.. ?
Viraj  - Useful Information   |2010-02-10 04:49:15
Thanx Himanshubhai for useful Information.
Niraj Patel  - good   |2009-10-27 22:58:01
ખરેખર બહુ જ સારી બાબત કહી છે તમે આ લેખ માં,
ફિશિંગ ના કેસ ઈ-મૈલ ના પાસવર્ડ જાણવામાં બહુ જ થાય છે,
ભારત માં થયેલા અને ખાસ કરી ને ગુજરાત માં જે ૩-૪ ક્રેડીટ કાર્ડ ના કેસ થયા હતા
તેમાં આજ થયેલું હતું, બેન્કવાળા ઓ એ અકાઉન્ટ આપતી વખતે જ આ ઇન્ફર્મ કરવું જોઈએ..
Naitik  - You are great     |2009-10-26 01:53:22
Dear himanshu sir,

If our media will take interests in technology news, may be we were the best country in the world. Media is surely responsible for every bad mishaps in india. If hindi media will stop to serve the nonsense news about politics and about bollywood hulchul, I am sure that after this all the world will show the original india which will be fully educated country in the world. befoure few months i was thinking that Aaj Tak is a good news channle but now a days i am feeling that IBN7, INDIA TV, AAJTAK, NDTV, ZEE NEWS, All are showing nothing meaningfull news which can make a person knoledgefull.
never set your TV with hindi media. It will be better to turn off your TV.
હિમાંશુ     |2009-10-24 01:48:09
સાચી વાત, રજનીભાઈ! હવે ખરેખર તો અખબારમાં છપાતા લગભગ કોઈ સમાચાર એવા નથી હોતા, જેના વિશે વાચક પહેલાંથી જાણતો ન હોય. એટલે જ અખબારોએ તેમની રજૂઆતમાં ધરખમ પરિવર્તન પણ લાવવું રહ્યું.
Rajni Agravat  - છાપાં અને ઇન્ટરનેટ     |2009-10-24 00:48:12
હિમાંશુભાઈ,હંમેશ મુજબ ExcellenT!

મિડિયાવાળા કે મિડિયામાં લખતા લોકો કદાચ પોતાને અપડેટ નહી રાખી શકતા હોય એટલે આવા સમાચાર નહી છપાતા હોય યા તો એ લોકો પહેલાતો સામાન્ય વાંચક પોતાને અપડેટ કરી ચૂક્યો હોય છે!

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com