ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝઆજે વાત વડીલો સાથે

આજે વાત વડીલો સાથે

User Rating: / 0
PoorBest 

હમણાં એક વડીલ વાચકે  વિચારતા કરી મુકે એવો પ્રતિસાદ  આપ્યો.

૫૭ વર્ષના શ્રી હરેશભાઈ વસાણીનું કહેવું હતું કે એમને ઇન્ટરનેટમાં ડો  રસ છે અને એમણે વેબ્સ.કોમ પર પોતાની સાઇટ પણ બનાવી છે, હવે એમની ઇચ્છા છે કે એમનાં પત્નીને પણ ઇન્ટરનેટનો લાભ મળે, અલબત્ત બધું ગુજરાતીમાં હોય તો એમને સુગમ પડે - વાત સોળ આની સાચી.
આ વાત અનેક વડીલોને (અને ઘણા યુવાન ભાઈ-બહેનોને પણ) લાગુ પડતી હશે. જનરેશન ગેપની જેમ ડિજિટલ ડિવાઇડ પણ આકરી બને તે પહેલાં એના ઉપાય વિચારીએ... આ રીતે, સ્ટેપ બાય સ્ટેપઃ

સૌથી પહેલું પગલું, કમ્પ્યૂટરને ધરમૂળથી  ગુજરાતી કરી નાખવાનું હોઈ શકે. તમારા પીસીમાં વિન્ડોઝ એક્સપી હોય  તો માઇક્રોસોફ્ટની સાઇટ પર જઈને તેનું ગુજરાતી  લૅન્વેજ પૅક ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ  કરી શકાય. બીજું પગલું, આ જ રીતે માઇક્રોસોફ્ટ ઑફિસના વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેલ વગેરે પ્રોગ્રામને ગુજરાતી કરી નાખવાનું હોઈ શકે. આથી પ્રોગ્રામના બધા કમાન્ડ ગુજરાતીમાં દેખાશે. આ બંને પગલાં વિશે વધુ માહિતી www.bhashaindia.com સાઇટ પર મળશે. આટલે સુધી વાંચીને ‘કામ કડાકૂટભર્યું લાગે છે’ એવો વિચાર આવ્યો? દેખીતી વાત છે. બીજું, ઉંમરના અમુક પડાવે પહોંચ્યા પછી વર્ડ કે એક્સેલમાં ગુજરાતીમાં કામ કરવાની ખાસ જરૂર પણ હોતી નથી. તો ટપટપમાં શા માટે પડવું? સીધા જ આવીએ રોટલાની વાત પર!

ઇન્ટરનેટ  પર ગુજરાતીનો ખજાનો ફંફોસવો હોય તો એ માટે તમારે પીસીની આખી સિસ્ટમને ગુજરાતી કરવાની જરૂર નથી. ફક્ત, મોઝિલા ફાયરફોક્સનું ગુજરાતી વર્ઝન ડાઉનલોડ કરશો તો કામ થઈ જશે. ગૂગલ ક્રોમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરથી કામ ચાલી શકે, પણ ગુજરાતીની બીજી કેટલીક ખૂબી ફાયરફોક્સમાં વધુ સુગમ છે.

 તો પહેલું સ્ટેપ  લેવા, http://gu-in.www.mozilla.com/gu-IN/ પર જાઓ અને ફાયરફોક્સનું ગુજરાતી વર્ઝન ડાઉનલોડ કરો. ઇન્સ્ટોલ કરતાં પહેલાં, ફાયરફોક્સનું જૂનું વર્ઝન અનઇન્સ્ટોલ કરી લેજો. ગુજરાતી વર્ઝન ઇન્સ્ટોલ થતાં, ફાયરફોક્સની પહેલી ટૅબથી જ, બધું ગુજરાતી દેખાવા લાગશે! ફાયરફોક્સ વિશેની સમજ પણ આ જ ટૅબમાં ગુજરાતીમાં આપી છે. બ્રાઉઝરના બધા કમાન્ડ પણ ગુજરાતીમાં દેખાવા લાગશે. મજાની વાત એ છે કે દરેક કમાન્ડનાં ઇંગ્લિશ શોર્ટફોર્મ પણ સાથે છે, એટલે પરિવારના બીજા સભ્યોને મુશ્કેલી નહીં. સાઇટ્સના ફોન્ટ નાના લાગે તો ફાયરફોક્સના મથાળે ‘જુઓ(રુ)’ના ડ્રોપ ડાઉન મેનુમાં જઈ ‘લખાણ માપ(દ્ય)’માં જઈને ફોન્ટ મોટા કરી શકાશે.

 હવે www.funngyan.com/toolbar/ પર પહોંચો અને ગુજરાતી ટૂલબાર ડાઉનલોડ કરો. આ ટૂલબાર હંમેશા ફાયરફોક્સના મથાળે રહેશે. આ ટૂલબાર ઇન્ટરનેટ પરનો લગભગ સમગ્ર ગુજરાતી ખજાનો ખોલી આપશે. ધર્મ, સાહિત્ય, વાર્તાઓ, પ્રેરકલેખો, કવિતા, ચિંતન, વાનગી, અખબારો વગેરેનું વાંચન કે ઑડિયો, વિડિયો સામગ્ર્ાી ગુજરાતીમાં પીરસતી સાઇટ્સ કે બ્લોગ્સની લિંક્સ અહીંથી મળશે. www.kakasab.com/blog/downloads/ પરથી પણ આવો ટૂલબાર મળશે.

 આ બધામાં ખાંખાખોળાં શરૂ કરશો પછી થોડી વારમાં એમાં પોતાની રીતે - ગુજરાતીમાં - કંઈક ઉમેરો કરવાનું પણ મન થશે. એ માટે ગૂગલની ટ્રાન્સલિટરેશન સેવા www.google.com/transliterate/indicનો ઉપયોગ કરી શકો. અહીં તમે અંગ્રેજીમાં લખશો એટલે ગુજરાતીમાં ટાઇપ થશે! ત્યાં લખેલું મેટર કોપી કરીને તમારા મેઇલમાં પેસ્ટ કરો અથવા કોઈ બ્લોગ કે સાઇટના કમેન્ટ બોક્સમાં પેસ્ટ કરો એટલે ઇન્ટરનેટ પર તમારી હાજરી - ગુજરાતીમાં - નોંધાવા લાગશે!

 છેલ્લે એક ખાસ વાત, ઇન્ટરનેટ ફક્ત ટેક્નોલોજીની  વાત કે કરિયરમાં સક્સેસ માટેનું સાધન નથી. વડોદરાનાં મીતિક્ષાબહેને એક ગંભીર અકસ્માત પછી, એમના દિયરના પ્રોત્સાહનથી એમની સાહિત્યપ્રીતિને બ્લોગ (www.mitixa.com) સ્વરૂપે નવો વળાંક આપ્યો છે. આવા તો અનેક દાખલા ગુજરાતી નેટ જગતમાં મળશે.

 સંબંધ  બાંધી જુઓ - બહુ મુશ્કેલ નથી!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
alpesh gediya  - khubaj maja avi   |2010-06-24 06:55:43
very much informative
admin   |2009-10-02 02:30:17
My pleasure! Do keep on visiting!
Kapil   |2009-09-30 10:59:45
bahuj sundar mahitiprad lekh thanks lot

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com