ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝઆપમેળે અપડેટ થતી કોન્ટેક્ટ્સ બૅન્ક

આપમેળે અપડેટ થતી કોન્ટેક્ટ્સ બૅન્ક

User Rating: / 0
PoorBest 

ધારો કે તમે નોકરી બદલી. તમે નવા શહેરમાં નવી નોકરીએ લાગ્યા. નવી કંપનીએ તમને નવો મોબાઈલ આપ્યો. મતલબ કે ઑફિસ અને ઘરનું સરનામું, ઘર-ઑફિસના નવા ફોનનંબર ને મોબાઇલ નંબર એ બધું બદલાયું (બે મોબાઈલ રાખી શકાય, પણ એક પણ જંપવા દેતો નથી ત્યાં...). નોકરી નહીં ને ધંધો બદલો તો પણ આમાંનું ઘણું બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં, ધ્રૂવના તારા જેવી અટલ બાબત કઈ? જવાબ છે તમારું ઇમેઇલ એકાઉન્ટ, અથવા ફોર ધેટ મેટર, ઇન્ટરનેટ પર તમે ખોલેલું કોઈ પણ એકાઉન્ટ. કેમ કે વર્ચ્યુઅલ જગતને, તમારા વાસ્તવિક સ્થળમાં પરિવર્તનની કોઈ અસર હોતી નથી.

 હવે, સરનામા ને ફોનનંબરમાં પરિવર્તન એ તો પાશેરામાં પહેલી પૂણી હોય. પછી, એ બધી નવી વિગતો તમારા ઓળખીતા-પાળખીતા, મિત્રો, ક્લાયન્ટ્સ, બિઝનેસ પાર્ટનર વગેરે વગેરે અનેક લોકોને જણાવવાની જફા પણ મોટી છે. તમે જ વિચારો, ‘મારો નવો મોબાઇલ નંબર નોંધી લેશો’ એવી જાણ કરતા કેટલા એસએમએસ તમને મળતા રહે છે? અને એમાંથી કેટલાને તમે બરાબર યાદ રાખીને અપડેટ કરો છો? આ લખનારનો તો અનુભવ છે કે મોટા ભાગે એવા એસએમએસ અંતે અપડેટ થયા વિના ડીલીટ થાય છે અને મિત્રોનો સંપર્ક વધુ મુશ્કેલ બનતો જાય છે. આનો કંઈક તો ઉપાય હોવો જોઈએને?

ઉપાય છે - www.unyk.com. આ સાઇટ ઓટોમેટિકલી અપડેટ થતી ઓનલાઇન એડ્રેસબુક છે. આ સાઇટ પર તમે જાવ અને તમારું પરમેનન્ટ ઇમેઇલ આઇડી તથા પાસવર્ડ (કોઈ પણ, પણ નવો, તમારા ઇમેઇલનો જ નહીં!) આપીને તમારી એડ્રેસબુક બનાવો. હવે વાતના અહીંથી બે ભાગ પડે છે. એક તો, અહીં તમે તમારી પોતાની, તમે જે કંઈ દુનિયાને જણાવવા ઇચ્છો છો એ બધી વિગતો આપીને તમારો મિત્રો માટેનો અંગત કે બિઝનેસ માટેનો પ્રોફેશનલ પ્રોફાઇલ તૈયાર કરો.

 

જ્યારે તમે તમારી વિગતોમાં ફેરફાર કરો કે તમારા કોન્ટેક્ટ્સ તેમની વિગતો બદલે ત્યારે આ વિગતો દરેક એડ્રેસબુકમાં અપડેટ થઈ જાય છે

પછી તમે ઇચ્છો તો યાહૂ, જીમેઈલ, આઉટલૂક, ઓરકૂટ વગેરેના તમારા ઇમેઇલ આઇડી અને પાસવર્ડ (સાઇટના દાવા મુજબ, એ તમારા પાસવર્ડનો કોઈ ગેરઉપયોગ કરતી નથી!) આપીને એ તમામ એકાઉન્ટમાંના તમામ કોન્ટેક્ટ્સ યુએનવાયકેની તમારી એડ્રેસબુકમાં ઉમેરી શકો છો. તમારા કોન્ટેક્ટ્સ ઉમેરતી વખતે, એમાંના કોણ કોણ યુએનવાયકેના પહેલેથી યુઝર છે એ પણ તમે જાણી શકશો. બાકીના લોકોને તમે યુએનવાયકેમાં તમારી એડ્રેસબુક બનાવીને તમારી સાથે શેર કરવા આમંત્રણ આપો. તમારું કામ અહીં પૂરું થયું.

 હવે થાય છે એવું કે તમારી જેમ જ તમારા વિવિધ કોન્ટેક્ટ્સ પણ પોતપોતાની એડ્રેસબુક બનાવીને સૌની સાથે શેર કરે છે. અહીં શેર કરવાનો મતલબ આખેઆખી એડ્રેસબુક સૌને માટે ખુલ્લી મૂકવી એવો થતો નથી. સમજવા ખાતર એવું માની શકાય કે - સાઇટની સિસ્ટમની અંદર બધી એડ્રેસબુક એકબીજા સાથે કનેક્ટેડ રહે છે. હવે જ્યારે તમે તમારી વિગતોમાં ફેરફાર કરો કે તમારા કોન્ટેક્ટ્સ તેમની વિગતો બદલે ત્યારે આ વિગતો દરેક એડ્રેસબુકમાં અપડેટ થઈ જાય છે! તમારી એડ્રેસબુક તમે તમારા મોબાઇલ સાથે સિન્ક પણ કરી શકો છો.

 સર્વિસ ખરેખર ઉપયોગી તો છે જ અને વધુ ઉપયોગી થવાની છે. અત્યારે બીજા મેઇલના તમારા કોન્ટેક્ટ્સ યુએનવાયકેમાં જઈ શકે છે, પણ એવું રિવર્સ ફક્ત મોબાઇલ અને આઉટલૂકમાં થાય છે. ટૂંક સમયમાં, યાહૂ, જીમેઇલ અને હોટમેલ સાથે બંને સાઇડનું સિન્ક્રોનાઇઝેશન પણ શક્ય બનશે.

આવી જ બીજી એક સર્વિસ છે www.plaxo.com, એ વિશે અગાઉ આપણે થોડી વાત કરી ગયા છીએ. યુએનવાયકે કહે છે કે તેની તમામ બેઝિક સર્વિસ ફ્રી છે, પણ, આ કંપની આખરે તો કમર્શિયલ કંપની છે અને અત્યારે જ એ નાની નાની વિવિધ સર્વિસ માટે નાની-મોટી ફી લે છે ખરી. બેંકમાં રૂપિયા મૂકતાં ડરતા ન હો તો આ સર્વિસનો ખાસ ચિંતા કરવા જેવી નથી. સાઇટના દાવા મુજબ, અત્યારે દોઢ કરોડ લોકોએ તેમના ૮૫ કરોડ જેટલા કોન્ટેક્ટ્સ આ સાઇટમાં જમા કરાવ્યા છે!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
shankar  - PATEL     |2010-08-12 01:39:33
FENTASTIC..THIS SIDE..
JAGDISH Z PATEL  - thanks for knowledge     |2010-04-21 08:57:12
SIR THIS IS REALLY A KNOWLEDGE BANK, AND I HOPE PEOPLE WILL GET WHATEVER THEY WANT WITH READY REFERANCE.
THX
JAGDISH Z PATEL
Ashvin Bamrolia  - very usefull webs.com     |2009-09-25 13:12:45
aape divyabhaskar na kalash ma free website banavva mate na artical vanchi ne me www.shrikrishnasanitary.webs.com
website banavi che.aavi sundar majani mahiti free aapva badal aapno khub khub abahar,aavi best mahiti aapta rahesoji.
lot of thanks...
Brijesh Arya  - hi   |2009-09-24 04:21:41
hello dost. tamra articals hu ghanivar vachi 6u. mane cyber world vishe ni tamari mahiti khub useful nivde 6. tamari aa site per ni mari pratham mulakat 6. matrubhasha ni gnanvardhak site joi ne khub aanand thayo. tamara aa prayatn mate dost tamne khub abhinandan.
હિમાંશુ   |2009-09-24 05:50:24
ખૂબ ખૂબ આભાર! મુલાકાત લેતા રહેશો તો વધુ ગમશે.
vivek  - http://aapnuumreth.wordpress.com     |2009-09-23 04:54:48
અરે ...આ તો દિવ્યભાસ્કરમાં પણ બુધવારની પૂર્તિમાં તમે છાપી માર્યુ ને...!
હિમાંશુ   |2009-09-24 05:49:39
આ સાઇટ પરના મોટા ભાગના લેખ દિવ્ય ભાસ્કરની બુધવારની કળશ પૂર્તિમાં છપાયા છે! ખરેખર તો એ કૉલમ પરથી જ આ સાઇટ સર્જાઈ છે...

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com