ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝઆકાશ ઉતારો તમારા કમ્પ્યૂટરમાં

આકાશ ઉતારો તમારા કમ્પ્યૂટરમાં

યાદ કરો, છેલ્લે તમે ધરાઈને આકાશ ક્યારે જોયું હતું - એ પણ રાતનું આકાશ? શહેરમાં જ જન્મીને ઉછર્યા હશો તો તો કદાચ ક્યારેય નહીં અને ગામડાંમાં મોટા થયા હશો તો દુ:ખતી નસ દબાવી દીધા જેવું લાગ્યું હશે. જો અગાઉ શહેરની બહાર રાતનું આકાશ જોયું હશે તો ઉત્તરાયણે રાતના તુક્કલ ચઢાવવા અગાશીમાં ચઢ્યા હો ત્યારે અચૂક વિચાર આવ્યો હશે કે લે, આ આકાશમાંથી આટલા તારા ગાયબ કેમ થઈ ગયા?

આપણને મોટા ભાગે અંદાજ આવતો નથી, પણ હકીકતમાં શહેરોમાં રાત્રિના સમયે પ્રકાશનું પ્રદૂષણ એટલું વિસ્તરવા લાગ્યું છે કે આપણી નજર પ્રકાશના એ ધૂમ્મસની બહાર ભાગ્યે જ પહોંચી શકે છે. એટલે તો વરસમાં વચલે દિવસે વળી કોઈ વાર રાત્રે અગાશીએ ચઢ્યા હોઈએ ત્યારે પણ ગણ્યાગાંઠ્યા તારા જોઈને જ સંતોષ માનવો પડે છે. હવે આ દુ:ખ હળવું કરવું હોય તો એનો ઉપાય પણ હાજર છે તમારા કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ પર (ઇન્ટરનેટને લોકો લાખ દુ:ખોં કી એક દવા અમથું કહે છે?)

 

સ્થળ અને સમયને આધારે સોફ્ટવેર તમારી માથે રહેલા સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારા વગેરેનું ચોક્કસ, એ સમયનું લોકેશન ગણી કાઢશે અને એ બધું જ તમને બતાવશે. જુદાં જુદાં જુદાં નક્ષત્રોનાં નામ જુદી જુદી સંસ્કૃતિમાં કેવી રીતે, કયા આકારો પરથી પડ્યાં એ પણ તમે અહીં જાણી શકશો.3

અત્યાર સુધી આપણે ગૂગલ અર્થ, વિકિમેપિયા કે આપણા ઇસરોના ભૂવન સોફ્ટવેર વિશે સાંભળ્યું કે વાંચ્યું છે, જેમાં ગગનના ગોખે ચઢીને પૃથ્વી પર મીટ માંડવાની વાત છે. જ્યારે આજે વાત કરીએ એનાથી બિલકુલ ઉલટી, એટલે કે ઘરની નાની મજાની બારીમાંથી અનંત વિસ્તરતા અવકાશમાં નજરને માંડવાની અને કૂતુહલને વિસ્તારવાની.

તમને કે તમારાં સંતાનને ખગોળશાસ્ત્ર, બ્રહ્માંડ, તારા, આકાશગંગા, નક્ષત્રો વગેરેમાં રસ પડતો હોય તો પહોંચો આ સાઇટ પર : www.stellarium.org સ્ટીલેરિયમ તમારા કમ્પ્યૂટર પર પૂરેપૂરું પ્લેનેટોરિયમ ખડું કરી દેતું એક મફત, ઓપન સોર્સ સોફ્ટવેર છે. એ વાસ્તવિક, આખા આકાશને તમારી નજર સમક્ષ તમારા કમ્પ્યૂટરના સ્ક્રીન પર જીવંત કરી આપે છે. આકાશમાં જે તમને નરી આંખે, બાયનોક્યૂલર કે ટેલિસ્કોપથી દેખાય એ બધું જ તમે કમ્પ્યૂટરના સ્ક્રીન પર જોઈ શકો છો. આ સોફ્ટવેરની ક્ષમતા જાણવી હોય તો એટલું જાણી લો કે તે કુલ ૨૧ કરોડ તારા બતાવી શકે છે. આમ તો આ સોફ્ટવેરનો વિવિધ પ્રકારના પ્લેનેટોરિયમ પ્રોજેક્ટ્સમાં અભ્યાસ માટે ઉપયોગ થાય છે, પણ જેમને તારાની દુનિયામાં થોડો ઘણો પણ રસ પડતો હોય એ સૌ કોઈ માટે એ સુલભ બન્યું છે. 

તમારે પણ તારા-નક્ષત્રોની અલૌકિક યાત્રાએ જવું હોય તો સ્ટીલેરિયમની સાઇટ પર જઈને આ સોફ્ટવેર ડાઉનલોડ કરવું પડશે. સાઇઝ હેવી છે - ૪૧ એમબી. પછી તો સોફ્ટવેર ફટાફટ ઇન્સ્ટોલ થશે. સાઇટ પર યુઝર્સ ગાઇડની પીડીએફ ફાઇલ આપી છે, એ ડાઉનલોડ કરી થોડું વાંચી લેશો તો ખગોળદર્શન સહેલું થઈ જશે. 

થોડાં ખાંખાંખોળાં કરશો, માઉસને કામે લગાડશો એટલે આ સોફ્ટવેરને તમે અક્ષાંશ-રેખાંશ આપીને તમારું લોકેશન જણાવી શકશો. એ પછી, તમારા સ્થળ અને સમયને આધારે સોફ્ટવેર તમારી માથે રહેલા સૂર્ય, ચંદ્ર, ગ્ર્ાહો અને તારા વગેરેનું ચોક્કસ, એ સમયનું લોકેશન ગણી કાઢશે અને એ બધું જ તમને બતાવશે. જુદાં જુદાં જુદાં નક્ષત્રોનાં નામ જુદી જુદી સંસ્કૃતિમાં કેવી રીતે, કયા આકારો પરથી પડ્યાં એ પણ તમે અહીં જાણી શકશો.

આ સોફ્ટવેરનો ઉપયોગ કરશો ત્યારે શરૂ શરૂમાં કશું જ સમજાશે નહીં (આપવીતી કહું છું), પણ ધીરજ રાખી થોડા ડા તરશો તો ચોક્કસ મજા પડશે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
loans  - respond this topic     |2012-09-04 12:46:41
Don't have enough money to buy some real estate? Do not worry, because that's real to receive the personal loans to resolve all the problems. Thence get a small business loan to buy all you want.
check for plagiarism  - respond     |2011-12-17 15:23:01
Alas men do not care about plagiarism. Hence they don't use plagiarism check.
dissertation writing  - re     |2011-07-21 18:52:27
I do guess that this is doable to visit this site, because simply here people will notice the cool thought associated with this post. Thus, the buy thesis service would take this for dissertation thesis writing.
પટેલ રાકેશ  - Thank you !     |2011-06-24 05:11:45
The gujarati Net world always be thankful to you !
કિરણકુમાર જોષી  - આકાશ છે મારા હાથ માં....     |2011-06-09 12:47:04
જી હા આપણી આ કોલમ વાંચી ને મને હવે લાગે છે કે આખું આકાશ મારી આંગળી ના ટેરવે છે.ખરેખર મારા મિત્રએ સાચું કહ્યુ હતું કે "કિરણ એકવાર આ સાઇટ ની મુલકાત લે ત્યાર બાદજ તું આના વિશે કઇ કહેજે" બસ આની આગળ કહેવા મારિ પાસે શબ્દ નથી.......................ધન્યવાદ
હિમાંશુ કીકાણી   |2011-06-11 04:59:48
થેંક્યુ કિરણભાઈ, તમારા જેવા મિત્રો જ આ સાઇટનું પ્રેરકબળ છે! ખાસ તો તમારા મિત્રનો આભાર, જેમણે આપની અને આ સાયબરસફર બંને તરફનો સાચો મિત્રધર્મ બજાવ્યો!
Pankaj Trivedi     |2010-10-02 10:20:17
Very Good site...
joshi  - akash   |2010-04-29 08:18:02
sdfgfd
naquibali   |2010-04-15 04:03:43
which is indian search engine like google which uses indian sattelite
naquibali  - search engine   |2010-04-15 04:02:37
Which is indian search engine like google -- whuch uses indian sattelite
manil   |2010-01-06 21:37:06
apani pashe thi badhu sikhvu che pan haji avadatu nathi. computer no kako shikhu chu gujrati shikhvani koshish karu chu khubaj lakhvu che saruat karelche
well bigning is half done.
thanks.
manil  - pratibhav   |2010-01-06 21:27:59
gujrat
Hiten Thaker   |2009-12-16 22:01:09
Dear Himanshubhai,
u deserve my heartiest
congratulation for such a splendid informative things

keep it up

thanks
raketa     |2009-12-05 05:05:14
i dont seeyour website iwnat to see stellarium.org but not see help me.
Dev  - thanks   |2009-12-05 03:18:59
its really useful..thanks..
dharmendra patel   |2009-12-04 00:02:06
vah maja padi gai
umesh paruthi  - pratibhav on lekh   |2009-11-22 00:03:02
maja aavi gai.
Rajni Agravat  - અદભુત     |2009-09-25 07:31:23
હિમાંશુભાઈ,

તમે તો યાર આકાશના તાર તોડીને અમારા કોમ્યુટરમાં વાવી દિધા! મારો 12 સાલનો સન કસક ઘણીવાર આ વિશે પુછતો હોય છે , ટાઇમ મળ્યે (41 mb)ડાઉન લોડ કરીને,હું થોડુ સમજીને એને બતાવીશ અને જરૂર પડ્યે આ અગાઉ ખાધુ હતું એમ તમારું માથું પણ ખાઈશ
હિમાંશુ   |2009-09-26 06:28:50
માથું ખાવું હોય તો હાજર છે, પણ બહુ ખાઈ શકો એવી શક્યતા ઓછી છે, કેમ કે સ્ટીલેરિયમ ઉપયોગી લાગશે એવું લાગ્યું એટલે એ વિશે લખ્યું, પણ હું પોતે એમાં ખાસ ઊંડો ઊતરી શક્યો નથી! હા, એક વાચક મિત્ર - શ્રી દિવ્યેશભાઈ પટેલ - અવકાશના અભ્યાસુ છે, એમને સ્વાભાવિક રીતે આ સર્વિસ બહુ રસપ્રદ લાગી છે - આપણે સહિયારી રીતે એમનું માથું ખાઈશું!
DHARMESH TRIVEDI   |2009-09-24 14:40:09
dear kikaniji
jay hatkesh
very good information
thanks a lot
dharmesh
Pritesh   |2009-09-23 10:49:30
jakas hai.
હિમાંશુ   |2009-09-22 23:32:46
હદ બે કારણસર આવતી નથી - આપ સૌ વાચકોનો જે ઉમળકાભર્યો પ્રતિસાદ મળે છે, (જેનો હું ઘણી વાર યોગ્ય ઉત્તર આપી શકતો નથી) તે ગજબનું બળ પૂરું પાડે છે અને બીજું, ઇન્ટરનેટ પર અનેક લોકો અનેક પ્રકારની સુવિધાઓ સતત ઉમેરતા રહે છે - પછી હદ ક્યાંથી આવે!
બાકી આ કૉલમ કે સાઇટ નિમિત્ત માત્ર છે, જેમને કંઈક સારું મેળવવામાં કે કરવામાં રસ છે એ રસ્તા શોધી જ લે છે - તમે એક-બે લેખની મદદથી ત્રણ ત્રણ બ્લોગ બનાવી લીધા એમ!
તમારી લાગણી બદલ, આભાર તો હું પણ નહીં માનું.
પટેલ રાકેશ  - Thank you???     |2009-09-22 13:27:57
હવે તો હદ થઇ ગઈ ![/size]
કોઈ માણસ આટલી ઉપયોગી વસ્તુઓ સતત કેવી રીતે પહોચાડી શકે.
તમારી દિવ્ય ભાસ્કરની પ્રથમ કોલમથી નિયમિત વાચક છું.
મારા ત્રણ બ્લોગ તમારી જ દેણગી છે!
આભાર માની તમારા કામનું મુલ્ય ઓછું નથી કરવા માંગતો -

gitanshpatel.blogspot.com

nvndsr.blogspot.com

mig2008.blogspot.com [size=medium]
Manisha Patel  - આકાશ તે પણ કોમ્પ્યુટરમાં... વાહ મઝા પડી જશે     |2009-09-21 10:57:10
હિમાંશુભાઈ, કોમ્પ્યુટરમાં આકાશ આવે તો મઝા પડી જશે.. હું અત્યારે જ તમે જણાવેલી સાઈટ પરથી સોફ્ટવેર ડાઊનલોડ કરું છું.. તમારો ખૂબ જ આભાર.. તમે હંમેશા કાંઈક ને કાંઈક નવી અને ખૂબજ મઝાની વસ્તુ શોધી કાઢો છો.. તમારા લેખ દિવ્ય ભાસ્કરમાં પણ આવે છે, હું તે નિયમિત વાંચું છું. મને આજે વેબ સર્ફિંગ કરતાં કરતાં તમારી સાઈટ મળી ગઈ.. હવે હું તમારા લેખ આ સાઈટ પરથી પણ વાંચીશ..

મનિષા પટેલ
http://www.gujjustuff.com
હિમાંશુ   |2009-09-21 21:39:32
થેંક્યુ મનીષાબહેન! સાયબરસફરનો હેતુ એ જ છે, મજા પડવી જોઈએ અને સાથોસાથ કંઈક ઉપયોગી પણ મળવું જોઈએ. મુલાકાત લેતાં રહેશો!

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com