ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝઆપનાં બાળકો માટે આટલું કરશો?

આપનાં બાળકો માટે આટલું કરશો?

સાચું શિક્ષણ કોને કહેવાય? કદાચ એ, જે આપણને શીખતાં શીખવે. શિક્ષણનો હેતુ જ્ઞાન આપવાનો નહીં, પણ કુતૂહલ કેળવવાનો છે. જિજ્ઞાસા જાગવી જોઈએ. અને સાચા શિક્ષક પણ એ જ, જે પોતે સતત શીખતા રહે.

સાયબરસફરની ગાડી આજે આમ શિક્ષણના પાટે ચઢી જવાનું કારણ છે કચ્છના આદિપુરની એક કૉલેજનાં ફેકલ્ટી વૈદેહીબહેન દેસાઈનો એક ઇ-મેઇલ. વૈદેહીબહેન એમના વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ તરફ પ્રોત્સાહતિ કરતાં રહે છે. જો બધા શિક્ષકો વૈદેહીબહેનને અનુસરે તો આપણી શિક્ષણ વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન આવી જાય, કેમ કે જ્ઞાનની આપણી શોધને અનેકગણી વિસ્તારવાની અફાટ શક્તિ છે ઇન્ટરનેટમાં. બસ, જિજ્ઞાસા હોવી જોઈએ.

   

 ગૂગલનો સ્કેચઅપ પ્રોગ્રામ ડાઉનલોડ કરીને બાળકો જુદી જુદી ઇમારતો કે ચીજવસ્તુનાં ૩-ડી મોડેલ સર્જી શકે છે. બાળક એક વાર એનો ઉપયોગ કરે તો ક્રિએટિવિટીની, એની ને આપણી, બિલકુલ નવીનક્કોર સમજ કેળવાય!

એ માટે ઝાઝી મહેનત કરવાની પણ જરૂર નથી. લાખ દુ:ખોં કી એક દવાની જેમ, ગૂગલ આ માટે પણ આપણી સેવામાં હાજર છે. ગૂગલે ‘ગૂગલ ફોર એજ્યુકેટર્સ’ નામે ખાસ શિક્ષકો માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ગૂગલની વિવિધ સર્વિસીઝ, ટૂલ્સ કે સોફ્ટવૅરનો ક્લાસરૂમમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તે શિક્ષકોને વિગતવાર સમજાવવામાં આવે છે.
ગૂગલ તો આપણને બધું સમજાવવા મથે છે, પણ આપણે પોતે સમજવાની વાત એ છે કે એજ્યુકેટર્સ એટલે માત્ર શિક્ષકો કે પ્રોફેસર્સ નહીં. જો આપણા બાળકની આખા વિશ્વ કે જ્ઞાનબ્રહ્માંડ સાથે ફ્રેન્ડશીપ કરાવવી હોય તો ગૂગલ ફોર એજ્યુકેટર્સ આપણા માટે પણ કામનું છે.

ગૂગલ લગભગ કોઈ વાતે કાચું રાંધતું નથી, એટલે અહીં પ્રિન્ટ કાઢીને ક્લાસરૂમમાં (અને આપણા ઘરમાં!) લગાવી શકાય એવાં, બાળકોને ગમે તેવાં પોસ્ટર્સ પણ તૈયાર કરીને મૂકવામાં આવ્યાં છે. જેમ કે, ગૂગલ એટલે સર્ચનો પર્યાય એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ નાનાં બાળકો માટે સર્ચ કરીએ ત્યારે કઈ વાતનું ધ્યાન રાખીએ તો સહેલાઈથી ધાર્યાં પરિણામ મળે તે સમજાવતું પોસ્ટર અહીં મળશે.

શાળાઓમાં કમ્પ્યૂટરના ક્લાસમાં વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ વગેરે શીખવવામાં આવે છે. ગૂગલ આ જ પ્રકારના પ્રોગ્રામ ઓનલાઇન આપે છે. તેનો વિદ્યાર્થીઓ કઈ રીતે ઉપયોગ કરી શકે તે અહીં જાણી શકાય છે. ગૂગલનો સ્કેચઅપ પ્રોગ્રામ ડાઉનલોડ કરીને બાળકો જુદી જુદી ઇમારતો કે ચીજવસ્તુનાં ૩-ડી મોડેલ સર્જી શકે છે. બાળક એક વાર એનો ઉપયોગ કરે તો ક્રિએટિવિટીની, એની ને આપણી, બિલકુલ નવીનક્કોર સમજ કેળવાય!

સૌથી રસપ્રદ છે ગૂગલ અર્થ, ગૂગલ મૅપ અને ગૂગલ સ્કાય. બાળકો આ ત્રણ પ્રોગ્રામનો ઉપયોગ કરતાં થાય તો એમને ક્લાસરૂમમાં ઇતિહાસ, ભૂગોળ, ખગોળવિજ્ઞાન વગેરે ક્યારેય બોરિંગ ન લાગે એની ગેરંટી.

આ બધું જ ગૂગલ તરફથી છે, એટલે સમજવાનું કે વાપરવાનું બિલકુલ સરળ છે. શરત માત્ર ઉપર કહ્યું એટલી જ છે - આપણાં બાળકો માટે આપણામાં જિજ્ઞાસા હોવી જોઈએ! આપની જિજ્ઞાસા ચકાસવા જ અહીં ગૂગલ ફોર એજ્યુકેટર્સની સીધી લિંક આપી નથી - જાતે શોધી લો, પ્લીઝ!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
personal loans  - reply     |2012-09-20 04:01:38
I think that to receive the personal loans from creditors you ought to have a firm motivation. However, one time I've got a credit loan, just because I wanted to buy a car.
yash Chavda  - Tack care for our child     |2011-06-07 10:25:31
Maine apka site par likha huva yah blog padha he. Ye blog bahut hi badhiya he. Is se maine apne bachho ko bahut kucha sikhaya he. aur main apne kai dosto ko bhi is site k bare me bataya he.
link submission  - reply this topic     |2010-11-01 16:06:05
Optimize your traffic and use expert link building. That is a very wide spread option and it aids to raise business.
HASMUKHBHAI B. GADHIYA  - "lekh majedar chhe".   |2010-04-18 13:05:30
"lekh majedar chhe".
balko mate "gammat sathe gnan" male av sait na nam apsho,pleas.
ami     |2009-09-16 06:18:00
i wants to know more tht how can i use ur site for my kids, even other educational sites for kids
સુરેશ જાની     |2009-02-14 17:05:33
બાળકો માટેનો આ વીભાગ બહુ ગમ્યો.
ખાસ બાળકો માટે ' હોબી' ના બે વીભાગ શરુ કરેલા છે. એની લીન્ક આ અતી સુંદર વેબ સાઈટ પર આપશો તો કોઈને કામ લાગશે.

http://gadyasoor.wordpress.com/category/પ્રકાર/ઓરીગામી/

http://gadyasoor.wordpress.com/category/પ્રકાર/ટેન્ગ્રામ/
manish naik   |2009-03-05 02:23:32
very good approach......

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com