ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝઇન્ટરનેટ પર રક્તદાન

ઇન્ટરનેટ પર રક્તદાન

તમારા પરિવારમાં કોઈ લોહીની જરૂર પડે તો તમે શું કરો? પહેલાં તો આપણે પરિવાર કે ફ્રેન્ડસર્કલમાં તપાસ ચલાવીએ. કોઇનું ગ્રુપ મેચ થતું ન હોય તો બ્લડબૅન્ક તરફ દોડીએ.

ત્યાં પણ નિરાશ થવાની શક્યતા ખરી કેમ કે દર વર્ષે આપણા દેશમાં ૪ કરોડ યુનિટ લોહીની જરૂરિયાત સામે, માત્ર ૪૦ લાખ યુનિટ લોહી મળે છે. અને દર ત્રીજી સેકન્ડે, કોઈ ને કોઈને લોહીની જરૂર પડે છે.

 હવે વિચારો કે અડધી રાત્રે પણ સ્વેચ્છાએ લોહી આપવા તત્પર એવા લોકો ફક્ત એક ફોનકૉલ જેટલા દૂર હોય તો? એ પણ હજારોની સંખ્યામાં? હૈદરાબાદ અને યુએસના કેટલાક સોફ્ટવેર એન્જિનીયર્સને આવો વિચાર આવ્યો અને તેમાંથી જન્મી વેબસાઈટ ફ્રેન્ડ્ઝટુસપોર્ટ.

આપણા દેશમાં સ્વૈચ્છિક રક્તદાતાઓની ખોટ નથી, પણ બ્લડ સ્ટોર કરવાની અપૂરતી સુવિધાઓને કારણે ઘણી વાર દાન મળેલું લોહી નકામું જાય છે. ફ્રેન્ડ્ઝટુસપોર્ટ લોહીનો બગાડ ઘડાટી, લોકોને જ્યારે જોઈએ ત્યારે લોહી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવા મથે છે. આ વેબબેઝ્ડ ઓર્ગેનાઇઝેશન સ્વૈચ્છિક રક્તદાન કરવા તૈયાર લોકોની જરૂરી વિગતો એકઠી કરીને પોતાની સાઇટ પર મૂકે છે.

તમે પણ સ્વૈચ્છિક રક્તદાન કરવા તૈયાર હો તો આ સાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરી શકો છો. તમારે ફક્ત સંકલ્પ કરવાનો છે. બીજી તરફ, કોઈને પણ લોહીની જરૂર હોય તો આ સાઇટ પર જઈને બ્લડગ્રુપ, રાજ્ય, જિલ્લો અને શહેરની વિગત આપીને પોતાના નજીકના વિસ્તારમાં જ રહેતા, સ્વૈચ્છિક રક્તદાતાના મોબાઇલ, લેન્ડલાઇન નંબર અને સરનામું મેળવી શકે છે.

૫૦,૦૦૦થી વધુ લોકોએ સ્વૈચ્છિક રક્તદાતા તરીકે આ સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યારે રોજના લગભગ ૧૨૫ લોકો, આ સાઇટ પર તેમણે મૂકેલી સંપર્કમાહિતીને આધારે ફોન કરતા બિલકુલ અજાણ્યા લોકોની વિનંતીને માન આપીને રક્તદાન કરવા દોડી જાય છે. સાઇટ પર તમે તમારી લોહીની જરૂરિયાત અંગેની વિનંતી પણ પોસ્ટ કરી શકો છો. ઇન્ટરનેટ કનેક્શન ન હોય તેવા લોકો ૦૮૬૩-૨૩૫૧૭૨૫ પર ફોન કરીને માહિતી મેળવી શકે છે. આંધ્રપ્રદેશમાં આ નંબર ટોલ-ફ્રી છે.

ફ્રેન્ડ્ઝટુસપોર્ટ રજિસ્ટ્રેશન વખતે જ તેની અપેક્ષા સ્પષ્ટ કરી દે છે કે આ એક જવાબદારીનું કામ છે અને તમે કોઈની પણ વિનંતીને માન આપીને રક્ત આપશો. એટલે જ, તમે રક્તદાન કરો તેની તારીખ સાઇટ પર અપટેડ કરી લેવી જરૂરી છે, જેથી ત્રણ મહિનામાં ફરી કોઈ તમારો સંપર્ક કરવામાં મહત્ત્વનો સમય બગાડે નહીં.

આ સાઇટ પર પ્રમાણમાં સૌથી સહેલાઈથી ઉપલબ્ધ ઓ પોઝિટિવ ગ્રુપના બ્લડ માટે અમદાવાદના સ્વૈચ્છિક રક્તદાતાની તપાસ કરીએ તો ચારેક પાનાંમાં ૧૨૦ જેટલાં નામની યાદી મળે છે. આપણે બધાં ગ્રુપ માટેની યાદીને વધુ લાંબી ન કરી શકીએ?

તો માઉસને આપો પાંખો અને રક્તદાનનો સંકલ્પ કરો ફ્રેન્ડ્ઝટુસપોર્ટ પર !

આપ સ્વૈચ્છિક રક્તદાતા છો? અમદાવાદના પ્રથમા બ્લડ સેન્ટરમાં આપને માટે ચાલે છે નિઃશુલ્ક હીપેટાઇટીસ બી રસીકરણ.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
vrinda   |2009-10-10 02:12:03
i am an artist

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com