ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગફાયરફોક્સ બરાબર ફંફોસ્યું છે?

ફાયરફોક્સ બરાબર ફંફોસ્યું છે?

ફાયરફોક્સ, ક્રોમ, સફારી, ઓપેરા... આ બધાં નામ હવે તમને અજાણ્યાં લાગવાના ચાન્સીઝ ઓછા છે કેમ કે ઇન્ટરનેટ એટલે ‘‘ઇન્ટરનેટ એક્સપ્લોરરનો બ્લુ ‘ઇ’વાળો આઇકોન’’ એ જમાનો આપણે વટાવી ગયા છીએ.

હવે સંખ્યાબંધ કમ્પ્યૂટર્સ પર આઇઇને બદલે ફાયરફોક્સ કે ગૂગલ ક્રોમ બ્રાઉઝર જોવા મળે છે. થોડા સમય પહેલાં સફારીનું નવું વર્ઝન લૉન્ચ થયું ત્યારે રાબેતા મુજબ ‘ફાસ્ટેસ્ટ અને સેફેસ્ટ’ બ્રાઉઝર હોવાનો દાવો થયો હતો, પણ અત્યારે વધુ ને વધુ લોકો ફાયરફોક્સ અપનાવી રહ્યા છે.

કારણ? ‘ફાસ્ટેસ્ટ અને સેફેસ્ટ’વાળી વાત તો ખરી જ, છોગાંમાં લાભ એ છે કે ફાયરફોક્સમાં તમે ઇચ્છો એવી જાતભાતની નવી સગવડો ઉમેરી શકો છો. જો હજી તમે ફાયરફોક્સ ટ્રાય ન કર્યું હોય તો પહેલાં તો www.mozilla.com પર જઈને એનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરો (ડોન્ટ વરી, ફ્રી જ છે! ફાયરફોક્સ ગુજરાતીમાં પણ મળે છે, જરા ખાંખાંખોળાં કરજો). ઓકે, રેડી? તો હવે પહોંચો ફાયરફોક્સનાં એડઓન્સ કે એક્સ્ટેન્શન્સ તરીકે ઓળખાતાં રમકડાંના મેળામાં - શોપમાં એટલા માટે નહીં કે અહીં બધું જ ફ્રી છે! 

પણ પહેલાં, આ એડઓન્સ ખરેખર છે શું એ સમજીએ. પહેલી વાત એ કે ફાયરફોક્સ કમ્યૂનિટી ડેવલપ્ડ પ્રોગ્રામ છે, એટલે કે એક સાથે અસંખ્ય પોતપોતાની આવડત ઉમેરી આ પ્રોગ્રામને વધુ ને વધુ ફીચર રીચ બનાવે છે. એ જ રીતે, અનેક લોકો ફાયરફોક્સમાં ઉમેરી શકાય એવા નાના નાના પ્રોગ્રામ બનાવે છે, જે આ પ્રોગ્રામને વધુ ને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવે છે. જેમ કે, તમારે યુટ્યૂબનો કોઈ વિડિયો ડાઉનલોડ કરવો હોય, તો ફાયરફોક્સનું એક એડડોન ડાઉનલોડ કરી ઇસ્ટોલ કરી લેવાનું. પછી જ્યારે યુટ્યૂબ પર વિડિયો જુઓ ત્યારે વીડિયો સાથે એક લિંક દેખાય, જેના પર ક્લિક કરીને વિડિયો ડાઉનલોડ કરી શકો.

   હવે સંખ્યાબંધ કમ્પ્યૂટર્સ પર આઇઇને બદલે ફાયરફોક્સ કે ગૂગલ ક્રોમ બ્રાઉઝર જોવા મળે છે. થોડા સમય પહેલાં સફારીનું નવું વર્ઝન લૉન્ચ થયું ત્યારે રાબેતા મુજબ ‘ફાસ્ટેસ્ટ અને સેફેસ્ટ’ બ્રાઉઝર હોવાનો દાવો થયો હતો, પણ અત્યારે વધુ ને વધુ લોકો ફાયરફોક્સ અપનાવી રહ્યા છે.

ઓટોકોપી નામનું એક એડઓન એવું છે, જે તમે ઇન્સ્ટોલ કર્યું હોય તો કોઈ પણ વેબપેજ પર તમે કોઈ ટેક્સ્ટ માઉસથી સિલેક્ટ કરો એ સાથે એ ક્લિપબોર્ડ પર કોપી થઈ જાય, ‘કન્ટ્રોલ પ્લસ સી’ કરવાની જરૂર નહીં! ઓટોપેજર નામનું એક એડઓન, તમે કોઈ વેબપેજના છેડે પહોંચો એટલે આપોઆપ તેના પછીનું પેજ ઓપન કરી આપે છે. વિકિલૂક નામના એડઓનથી, શિફ્ટ પ્રેસ કરીને વેબપેજ પરના કોઈ શબ્દ પર માઉસ લઈ જાવ એટલે તરત તેનો વિગતવાર અર્થ જાણવા મળે. કાર્તિકેય પટેલ નામના એક ગુજરાતીએ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટરનું એડઓન બનાવ્યું છે!

હવે સવાલ એ છે કે આ બધાં એડઓન ફાયરફોક્સમાં એડ કેવી રીતે કરવાં? સૌથી સહેલો જવાબ છે ફાયરફોક્સની મદદથી! બીજા કોઈ બ્રાઉઝરમાં www.addons.mozilla.org સાઇટ પર જશો તો એમાં એડઓન્સ ડાઉનલોડ કરવાનો ઓપ્શન હશે, જ્યારે ફાયરફોક્સમાં સીધું જ એને ફાયરફોક્સમાં એડ કરવાનો ઓપ્શન મળશે.

અત્યારે ફાયરફોક્સ પર પાંચેક હજાર એડઓન ઉપલબ્ધ છે, અને કરોડોની સંખ્યામાં એ બધાં ડાઉનલોડ થયાં છે. નવું નવું હશે ત્યારે થોડું કડાકૂટ જેવું લાગશે, પણ પછી જોઈતું કામ ફટાફટ થશે ત્યારે બધી તકલીફ ભૂલાઈ જશે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Viashnav Ishit  - Firefox Q?   |2012-08-09 22:38:48
Suppose we want only HTML view of any website in Firefox , is it possible, useful for slow connection .
રમેશ વોરા  - explorer વિષે   |2011-10-14 06:39:16
આપે firefox ના ઘણા ફાયદા જણાવ્યા. એ ઘણું સરસ browzer છે . પરંતુ લોકો explorer માંથી શા માટે જતા રહેવા માંડ્યા છે એનું એક કારણ એ લાગે છે કે એમાં જયારે update કરવાનું હોય ત્યારે instal કરતી વખતે પૂછે છે તમે dealer ને મળો, કારણકે ઘણા લોકો પાસે window operating સિસ્ટમ કાયદેસરની નથી હોતી .
આવી ઝંઝટ બીજી operating સિસ્ટમ માં નથી હોતી .
Keanu Dabhi   |2011-06-19 02:32:27
ખુબજ સુંદર અને સમજવા જેવો લેખ છે મને તો ખુબજ ગમીયો ..તમારો ખુબ ખુબ આભાર ..અને આવા લેખો જરૂર નવા નવા બનાવો .
Jayesh  - JAYESH-Thanks   |2010-11-16 11:36:11
very very much thank you !!!!
nitin mistry  - firefox addon     |2009-09-26 13:29:20
The artical is very useful
great
keep it up

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com