અહિં થોડો વિલંબ થશે તેથી જો પ્રવાસીઓ ઈચ્છે તો વિમાન માંથી ઉતરી શકે છે, ત્યારબાદ પચાસેક minutes પછી વિમાન ફરી ઉડવા માટે તૈયાર થશે. વિમાન લગભગ ખાલી થઈ ગયું, માત્ર પેલી સ્ત્રીને છોડીને જે આંધળી હતી. બાજુમાંથી પસાર થનાર એક સજ્જનને એ ખાતરી થઈ કે આ સ્ત્રી આંધળી છે કારણ કે તેને માર્ગ બતાવનાર તેનો કૂતરો (
Seeing Eye) અત્યાર સુધીના આખા પ્રવાસ દરમિયાન તેની આગળની seat નીચે ચૂપચાપ પડી રહ્યો હતો.

તેને એમ પણ લાગ્યું કે આ સ્ત્રી અવારનવાર આ જ વિમાનમાં સફર કરતી હશે કારણ કે વિમાનના pilotએ તેની પાસે આવીને સહજ રીતે તેને નામથી બોલાવીને કહ્યું, "કૅથી, આપણે Sacramento માં લગભગ કલાક સુધી છીએ. તને વિમાનમાંથી ઉતરીને થોડો પગ છૂટો કરવાની ઈચ્છા ખરી? " જવાબમાં પેલી સ્ત્રી તેના પેલા કૂતરા તરફ જોઈને બોલી, "ના, thanks, પણ કદાચ 'બડી'ને એકાદ આંટો મારી આવવાનું મન હશે, કેમ 'બડી'?".
કલ્પના કરો:
હજી તો માંડ પ્રવેશદ્વાર આગળ ભેગા થયેલાં એ વિમાનનાં તમામ પ્રવાસીઓનું આખું ટોળું અચાનક હતપ્રભ થઈ ગયું જ્યારે તેમણે પોતાના pilot ને Seeing Eye સાથે વિમાનમાંથી ઊતરતો જોયો! વળી, તેણે sun glasses પણ પહેર્યા હતા! લોક વિખરાઈ ગયું. બાકીના પ્રવાસ માટે માત્ર બીજું કોઈ પણ વિમાન જ નહિં બીજી કોઈ પણ airlines મળે તો સારું એ માટેના પ્રયાસો આદર્યા!
(સત્યઘટના) કથાસારઃ જે દેખાય છે તે સાચું માની ન લેવું
લેખકનો સંપર્કઃ www.manishmistry.com
આ લેખ વિશે આપનો પ્રતિભાવ આપશો? ગુજરાતીમાં સરળતાથી લખવા માટે, કમેન્ટ બોક્સ નીચે ગૂગલનું ટ્રાન્સલિટરેશન ટૂલ આપેલું છે. તેમાં અંગ્રેજીમાં ટાઇપ કરી ગુજરાતી લખી શકાશે. જેમ કે Gujarat ટાઇપ કરી સ્પેસ બાર દબાવતાં ’ગુજરાત’ લખાશે. ત્યાં લખેલો પ્રતિભાવ કોપી કરી, કમેન્ટ બોક્સમાં પેસ્ટ કરો !