ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગબેસી જાઓ બ્લોગલાઇન્સની પંગતમાં!

બેસી જાઓ બ્લોગલાઇન્સની પંગતમાં!

ગયા અઠવાડિયે આપણે કેટલીક ક્વિકક્લિક્સની મજા માણી હતી. આજે એમાંની એક, બ્લોગલાઇન્સ વિશે થોડું વિગતવાર!

નવાસવા કે અઠંગ, દરેક કારના નેટ સર્ફરનો અનુભવ હોય છે કે ઇન્ટરનેટ માહિતીનો ખજાનો તો ખરો પણ જ્યારે જોઈએ ત્યારે તેમાં જોઈતી માહિતી શોધવી મુશ્કેલ હોય છે. સર્ચનો અફલાતૂન જીન હાજર હોવા છતાં ઇન્ટરનેટમાંનો માહિતીનો ઓવરફ્લો વહેલામોડો દરેકને માથાનો દુ:ખાવો કરે છે એ તો નક્કી. સાથે એ પણ ખરું કે સર્ફિંગ કરતા હોઈએ ત્યારે ઘણી વાર એવું બને છે કે કોઈ સાઇટ, કોઈ બ્લોગ, કોઈ ઇન્ફો શેરિંગની સાઇટ એવાં નજરે ચઢી જાય છે, જે આપણને કામનાં લાગે અને એને વારંવાર વિઝિટ કરવાનું મન થાય.

ઉપરાંત, ઇન્ટરનેટ પરની મોટા ભાગની સાઇટ્‌સ હવે પહેલાંની જેમ સ્ટેટિક રહી નથી. રોજ કંઈ ને કંઈ નવું ઉમેરાતું રહે, જે આપણા રસનું હોય. સવાલ એ થાય કે આવી, ઉપયોગી લાગતી સાઇટ્‌સ તો અસંખ્ય હોય. એ દરેકને બુકમાર્ક (નવો શબ્દ લાગ્યો? એ વિશે ફરી ક્યારેક વિગતવાર) કરીએ પણ બધી સાઇટ પર રોજેરોજ જઈને એમાં ખાંખાખોળાં કરવાનું કામ કંટાળાજનક છે, પછી ભલે વિષય આપણો મનગમતો હોય.

આનો સરસ ઉપાય છે આરએસએસ એટલે કે રિયલી સિમ્પલ સિન્ડીકેશન. `સાયબરસફર'ના જૂના વાચકોને યાદ હશે, આપણે આ આરએસએસમાં અગાઉ થોડા ડા તરી ચૂક્યા છીએ. મોટા ભાગની, નિયમિત રીતે અપડેટ થતી સાઇટ કે બ્લોગ આરએસએસ ફીડની સગવડ આપે છે. એટલે કે, મુલાકાતીઓ ઇચ્છે તો જે તે સાઇટ કે બ્લોગને `કાયમી ટીફીન સર્વિસનો ઓર્ડર' આપી શકે છે. મતલબ કે, એ સાઇટ કે બ્લોગ પર જ્યારે પણ કંઈક નવી માહિતી ઉમેરાય એટલે એની ફીડ તમે ઇચ્છો ત્યાં પહોંચી જાય.

   

 ઉપરાંત, ઇન્ટરનેટ પરની મોટા ભાગની સાઇટ્‌સ હવે પહેલાંની જેમ સ્ટેટિક રહી નથી. રોજ કંઈ ને કંઈ નવું ઉમેરાતું રહે, જે આપણા રસનું હોય. સવાલ એ થાય કે આવી, ઉપયોગી લાગતી સાઇટ્‌સ તો અસંખ્ય હોય.

આમાં `તમે ઇચ્છો ત્યાં' શબ્દ મહત્ત્વનો છે. ઇન્ટરનેટ પર અનેક આરએસએસ ફીડરીડર ઉપલબ્ધ છે. ગૂગલ રીડર વિશે તો આપણે અગાઉ વાત કરી જ છે. કેટલાંક બ્રાઉઝરમાં આવાં રીડર ઇન-બિલ્ટ હોય છે. આવા રીડરની મદદથી, તમને ગમે તે સાઇટની ફીડ સબસ્ક્રાઇબ કરી દો એટલે એ રીડરમાં, તમે નોંધેલી દરેક સાઇટ કે બ્લોગની નવી માહિતી સતત તમારે માટે પીરસાતી રહે. બુફે ડીનરમાં આપણે ટેબલે ટેબલે વાનગી લેવા ફરવું પડે, જ્યારે જૂના જમાનાની જેમ, આરએસએસની પંગતમાં બેસી જાવ તો આપણે ક્યાંય જવાનું નહીં, પીરસણીયા આવી આવીને બધું પીરસતા રહે!

બ્લોગલાઇન્સ પણ આ જ પ્રકારનું `એગ્રીગેટર' છે. તમે તમારું ઇમેઇલ આઇડી આપીને કોઈ નવો પાસવર્ડ પસંદ કરી લો એટલે બ્લોગલાઇન્સ તરફથી તમારા ઇમેઇલમાં વેરિફિકેશનની લિંક આવશે. એ લિંક પર ક્લિક કરો એટલે તમારો એકાઉન્ટ તૈયાર. પછી જુદા જુદા વિષયમાંથી તમને ગમતા વિષય પસંદ કરી લો. અથવા તમને ગમતી સાઇટ સર્ચ કરી તેની ફીડ સબસ્ક્રાઇબ કરી દો.

પછી રોજ, જ્યારે મરજી પડે ત્યારે બ્લોગલાઇન્સમાં જઈ, સાઇન-ઇન થાઓ અને તમારી કામની તમામ માહિતી, નવી ને તાજી માહિતી મોજથી માણો!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Narendra.D.Parmar  - like this   |2009-06-16 07:51:03
thanks sir i am satisfied your cybersafar.my knowledge improove now.tell me something cybercrime!i wait for your replay. thanks
rohit dodhia   |2009-06-11 23:57:41
Cybersafar,
hun rohit, jamnagar thi chu. maro loko ne parnavano (na na gor maharaj nathi) kankotri banavano business che.

aa site ni vaakya rachna solid che, gujarat ane gujarati nu gaurav che. ane aam pan jya jya hoi gujarati, tya tya vasyu hoi ek gujarat. tame to aa site banavi ne gujarat ni ghani badhi branch banavi didhi che. sabdo eva gothaviya che k ghadi ghadi vanchvanu maan thay. ane maan ma aanand thay k waah aapne gujarati chiye. aa site per thi mane gujarati hovanu garva che. gnaan no khajano che.

aapna bharat ne aa sala a netao khai gaya. bus etlij iccha che k aa site thi kai nahi to khali gujarati o jaage to ati aanand thase.

malta rahesu.....
avaar navaar.....

Khaber ni Khaber le aato cyber safar....
farithi aa site banavnaar aakhi team ne mara khub khub abhinand ane khum aagad vadho (amne pan saathe rakhjo ho...) evi subkamna saathe....

rohit dodhia
0288-2679935
salman  - how u made this site?     |2009-05-19 02:43:15
tame aa site kevi rite banavi?su ena mate paisa lage che?tamne aa site parthi paisa male che?
koi online job hoy to kahejo ho te karva taiyar cho koi pan tamari website vishe kam hoy to kehjo

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com