ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગક્વિક ક્લિક્સ !

  • ગૂગલ તરફથી હવે આવે છે એક જબરજસ્ત વેવ ! ગૂગલ વેવ નામની આ સર્વિસ, જાણકારો કહે છે કે કમ્યુનિકેશનમાં ધરમૂળથી પરિવર્તન લાવશે. વધુ વિગતો માટે જોતા રહો સાયબરસફર!
  • From Web images 2-5-11" style="margin-left: 5px; margin-right: 5px; float: left;" />તમારા મિત્રોમાં કોણ અત્યારે ક્યાં છે ને શું કરી રહ્યા છે તે જાણવું છે? તો તમારા મોબાઇલ કે કમ્પ્યૂટર પર ચાલુ કરી દો ગૂગલ લેટીટ્યૂડ. www.google.com/latitude) ઇન્ટરનેટ પર લોકો શું જાણવા ઇચ્છે છે તેનો તો ગજબનો ડેટાબેઝ ગૂગલ પાસે છે, પણ આ ક્ષણે લોકો શું કરી રહ્યા છે તેનો લાઇવ ડેટા ગૂગલને અનેક રીતે ફાયદો કરાવી શકે તેમ છે, એ જ દિશામાંનો ગૂગલનો યાસ છે આ. ઘણા વાચકો આ વિશે જાણવા માગે છે, ક્યારેય વધુ વાત કરીશું.
  • ફોટોગ્રાફના શેરિંગ માટે ફ્લિકર અને પિકાસા તો તમે જાણો જ છો. હવે ઝૂમર પણ ચકાસી જુઓ (www.zooomr.com).
  • એ જ રીતે, તમારે ફોટોગ્રાફ, ઑડિયો ફાઇલ્સ કે વિડિયો શેર કરવા હોય, એ પણ અનલિમિટેડ, એ પણ કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વિના, અને વળી મફતમાં (વાહ!) તો ટ્રાય કરો માયબ્લૂપ (www.mybloop.com)
  • મોટા ભાગે બને છે તેમ, ઉત્સાહથી નેટસર્ફિંગ કરવા બેસો અને પછી થોડી વારમાં નેટ પરનું ક્લટર જોઈને કંટાળી જાઓ એવું બને છેને? તો, નેટ પર તમને જે કંઈ સારું લાગ્યું હોય તે બધું, આરામથી બેસીને એક સાથે એક પેજ પર જોવું હોય તો બ્લોગલાઇન્સ નામની સર્વિસ છે તમારા કામની (www.bloglines.com)
  • નેટ પર ફક્ત ગૂગલના સર્ચબોક્સમાં કંઈક લખી લખીને સર્ફિંગ કરતાં, `કંઇ `મસ્ત' મળતું નથી' એવી હંમેશની ફરિયાદ હોય તો બુકમાર્કિંગ અજમાવી જુઓ. આ સર્વિસીઝમાં, દુનિયાભરના અનેક લોકો તેમને જે જે વિષય પર જે જે સારી સાઇટ જોવા મળી હોય તેને `ટેગ' કરીને બીજાને કહેતા રહે છે કે `જોજો, કામની છે'. તમે પણ એમાં જોડાઈ જાવ! બે ફાયદા છે - તમને ઉપયોગી લાગેલી સાઇટ્‌સ સતત માઉસવગી રહેશે (સાયબરકાફેનો ઉપયોગ કરતા લોકો માટે ખાસ કામની વાત) અને બીજાએ ભલામણ કરેલી સાઇટ્‌સ, વિષયવાર જોવા પણ મળશે (સ્ટમ્બલ અપોન સર્વિસ વિશે આપણે અગાઉ વિગતવાર વાત કરી છે, યાદ છેને?) ડીગ (www.digg.com), ડેલિશિયસ (www.delicious.com), રેડઇટ (www.reddit.com), બ્લિંકલિસ્ટ (www.blinklist.com/) વગેરે વગેરે સર્વિસ તપાસી જુઓ.
  • એડ્રેસબુક, કેલેન્ડર, ટાસ્ક્ વગેરેને ઓનલાઇન અને અપટુડેટ રાખવાં છે? ટ્રાય કરો www.plaxo.comતમારા પરિચિત તેમની કોન્ટેક્ટ ડિટેઇલ બદલે તો તમારી એડ્રેસબુક આપોઆપ અપડેટ થઈ જશે!
  • ઓનલાઇન મિત્રો સાથે ચૅટ કે ઑડિયો-વીડિયો કોન્ફરન્સિંગ કરવામાં રસ છે? પહોંચો અહીં www.skype.com
  • ટાબરિયાંથી માંડીને આર્કિટેક્ટને ઉપયોગી થાય એવાં ૩-ડી મોડેલ્સ રમતરમતમાં બનાવતાં શીખવું છે? ગૂગલની આ ભેટ છે આપના માટે http://sketchup.google.com
  • તમારા વેબકૅમની મદદથી, ઇન્ટરનેટ પર તમારી પોતાની લાઇવ ચેનલ શરૂ કરવી છે કે બીજાની લાઇવ ચેનલ જોવી છે? તો ફંફોસી જુઓ યાહૂની આ સર્વિસ : http://live.yahoo.com
  • ફૂરસદના સમયે રમવા જેવી અને કામનો સમય બગાડે એવા જોખમવાળી રમતો રમવી છે? પહોંચો, સાઇટના દાવા મુજબ, ઓનલાઈન ગેમ્સની દુનિયાની સૌથી મોટી, પણ નામમાં મિની સાઇટ પર : www.miniclip.com
  • માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ કે પાવરપોઇન્ટ જેવું કામ ઓનલાઇન કરવું, સ્ટોર કરવું અને શૅર કરવું છે? તપાસી જુઓ આ સર્વિસીઝ : https://docs.google.com, http://www.thinkfree.com, www.zoho.com
  • સેમિનારની જેમ વેબિનાર કરીને ટીમ મીટિંગ કે ટ્રેનિંગ કરવી છે? આ સર્વિસ ઉપયોગી છે http://vyew.com
  • ઇ-મેઇલમાં મોકલી ન શકાય એવી હેવી ફાઇલ્સ અપલોડ કરવા, સ્ટોર કરવા શેર કરવા માટે આ સાઇટ કામ લાગશે : www.gigasize.com
  • તમે એક કરતાં વધુ કમ્પ્યૂટર પર કામ/ સર્ફિંગ કરો છો? તમારા રસની કે કામની બધી બાબતો અને લિંક્સ સાચવો એક ઓનલાઇન પેજ પર! ગૂગલનું આઇગૂગલ પેજ ટ્રાય કરો (http://www.google.com/ig) કે અહીં જાઓ : http://www.netvibes.com
  • વાચકમિત્ર જૈમિન કંસારાએ મોકલેલી આ ટીપ ટ્રાય કરો... www.google.co.in/movies પર જાઓ, તમારા શહેરનું નામ એન્ટર કરો અને શહેરનાં કયા થિયેટરમાં કઈ ફિલ્મ ચાલે છે એ જાણી લો, ટાઇમિંગ સાથે!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Aakash Jivani  - Fabulous   |2011-10-13 09:51:26
The links are really fabulous. Thanks a lot.
tahir  - fabulus     |2009-08-31 04:46:46
hi,
i read every wendsday your titel cybersafar.you do best work.
chandni  - its is very good....   |2009-06-01 06:18:20
this column is wery god, i got more knowledge from it. and site is very interested..thnx for ths.
jaising  - good website information     |2009-08-27 00:25:00
himanshu@cybersafar.com

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com