ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝમોબાઇલના કૅમેરાને ખરા કામે લગાડો

મોબાઇલના કૅમેરાને ખરા કામે લગાડો

તમારા મોબાઇલમાં કૅમેરા છે? ગુડ, આગળ વાંચો. કૅમેરા નથી? નો પ્રોબ્લેમ, આ લેખ વાંચીને કૅમેરાવાળો મોબાઇલ લેવાનું મન થશે, આગળ વાંચો! તમારી પાસે ડિજિટલ કૅમેરા હોય તો પણ આ લેખ કામ લાગશે.

ધારી લો કે તમે કૉલેજના ક્લાસરૂમમાં છો (વેકેશનમાં આવું ધારવું મુશ્કેલ છે, છતાં ધારી લો!) અને પ્રોફેસરે આખું બોર્ડ ભરી દીધું છે, જેની નોટ્સ નોટબુકમાં ઉતારવી એ મોટી કડાકૂટનું કામ છે. અથવા ધારો કે તમે કોઈ મીટિંગમાં છો અને કોઈ ડોક્યુમેન્ટની કોપી કરવી જરૂરી છે, પણ ઑફિસમાં કોપીયર નથી. અથવા મ્યુચ્યુઅલ ફંડના એજન્ટ તમારી પાસે પાન કાર્ડની નકલ માગે છે અને કાર્ડ એવું આડે હાથે મૂકાઈ ગયું છે કે શોધ્યું જડતું નથી.

આવા બધા સંજોગોમાં કામ લાગે છે ક્વીપીટ (www.qipit.com) નામની સર્વિસ. પ્રોફેસરની નોટ્સનો ફોટો લો, ક્વીપીટ પર મોકલો અને દોસ્તો સાથે શેર કરો, ઇન્સ્ટન્ટલી!

આ માટે ખાસ કંઈ કરવાનું નથી. ક્વીપીટની વેબસાઇટ પર જઈને એક વાર તમારું એકાઉન્ટ ખોલાવો. એકાઉન્ટ એક્ટિવેટ થયા પછી તમારે કહેવાનું રહેશે કે તમે ડિજિટલ કૅમેરાથી કૅપ્ચર કરેલાં ડોક્યુમેન્ટ્સ આપશો કે મોબાઇલ ફોનથી. મોબાઇલ પસંદ કરો તો તમારી સર્વિસ પ્રોવાઇડ કંપની અને હેન્ડસેટની વિગત આપો. ડોક્યુમેન્ટ્સની ક્વૉલિટીનો આધાર હેન્ડસેટનો કૅમેરા કેટલો પાવરફૂલ છે તેના પર છે. ડિજિટલ કૅમેરાના કેસમાં, ફક્ત ૩ મેગાપિક્સેલના રેઝોલ્યુશનવાળી ઇમેજથી પણ તમને સરસ રીઝલ્ટ મળશે.

જો મોબાઇલમાંથી ઇમેઇલ કરવાની સગવડ હોય તો ઇમેજ ક્વીપીટને સેન્ડ કરો અથવા કમ્પ્યૂટર પર ઇમેજ ડાઉનલોડ કરીને પછી ક્વીપીટ પર અપલોડ કરો. એકથી વધુ પાનાંની ઇમેજીસ, ઇમેઇલમાં એક સાથે અટેચ કરીને મોકલી શકાય. ક્વીપીટ આપણાં ડોક્યુમેન્ટ્સની પીડીએફ બનાવીને તેને આપણા એકાઉન્ટમાં સ્ટોર કરી રાખશે. ત્યાંથી આપણે તેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકીએ, કોઈને ફેક્સ કરી શકીએ કે ઇમેઇલ કરી શકીએ-મફતમાં!

આટલું વાંચતાં તમને સવાલ થવો જોઈએ કે આપણે કેપ્ચર કરેલા ફોટોને સીધા જ સ્ટોર કે ઇમેઇલ કરી શકાય છે, તો વચ્ચે આ ક્વીપીટની ખીટપીટની શી જરૂર છે? જરૂર એટલા માટે છે ક્વીપીટ લખાણના ફોટોગ્રાફને એકદમ ક્લીન કરીને, ચોખ્ખી પ્રિન્ટ કાઢી શકાય એવી પીડીએફમાં કન્વર્ટ કરે છે અને આ કામ માટે એ પેટન્ટેડ ટેક્નોલોજી વાપરે છે. સાદા ફોટો જેવી ઇમેજમાં આવું રીઝલ્ટ મળતું નથી.

ક્વીપીટમાં તમે ૧૦૦ ડોક્યુમેન્ટ્સ મફત સ્ટોર કરી શકો છો. વધુ ડોક્યુમેન્ટ્સ મૂકવાં હોય તો આગલાં ડીલીટ કરવાં પડે. પાનકાર્ડ, વોટર્સકાર્ડ વગેરે અગત્યના દસ્તાવેજને સાચવી રાખવા માટે પણ આ કામની સર્વિસ છે.

તો હવે લાગે છેને કે મોબાઇલનો કૅમેરા નવરાત્રિ સિવાય પણ ઉપયોગી છે?

તાજા કલમઃ અફસોસ, આ સર્વિસ હવે ફ્રી રહી નથી!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
vir   |2011-10-10 13:56:45
according to me:
when we have the pen drive or portable hard disk then whey person should up lode his personal important
documents on the net it is not advisable its dangerous.know matter how strong the security is!!!
because we very well know about the net that it is not secure.
and as far as pdf,we can get the various for that.
Abdulsattar Abowath.  - Home user   |2011-10-10 03:46:49
My internet connection i s slow hence it misrable to access sit for me.Thank you very much for such a good sites for GUJARATI.I congretulate you for giving nice and valued information.Thankyou.
Arjun Dangar  - Thank You Mr.Kikani     |2011-10-08 12:12:52
It is really a very nice style for storing any type of dpcuments. it will be really helpful to each of the person who are using internet espically lyk me who is a student and also some other photographers.....thanking you......
dipak parekh  - Mr.   |2011-10-08 03:04:27
very good subject and blog
Anonymous   |2011-09-20 21:30:07
dear kikani ji,

jai hatkesh!!!

thanks for your efforts to share your knowledge here.

i had registered my username but i can't signin here. pls suggest me other sight.
Mukesh chavda  - thanks   |2010-09-15 03:07:42
thanks for gujarati site.
good job.

first time show your website.
i like very good.

thanks cyber safar.
SHANKAR  - PATEL   |2010-08-12 02:33:23
USE FULL TIPS...VERY GOOD. THAKS
Ravishankar Joshi  - Are you a safari's reader?     |2010-07-18 04:48:30
himanshu kikani, please see 'safari-india.com'. In this website you can read safari e-magazine & downloads, instaread, online shopping, forums, subscribe, upload, etc. If you found this site good, then please write on cybersafar about it.
RInkal  - Thanks   |2010-04-15 05:19:23
Dear Mr.Kikani,
Thanks for such a useful information.
I have visited this wensite but I was unable to find out from where i can registe or say can open an account??
SANJAY   |2009-12-17 00:10:32
THANKS
keyur patel   |2009-12-09 21:01:56
its tooo good thanx
sunil jariwala  - qipit par jaruri dastavejo no durupyog thai kharu   |2009-11-07 01:29:31
hi i am sunil
hu janva manjgu chhu ke qipit par dharo ke aapne koi pan pan card ke driving licence athawato koi photo upload kare to te no net per koi doorupyog thawano bhay rahe chhe ke nahi
thanking you

sunil

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com