ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝબાળકો માટેનું સ્પેશિયલ બ્રાઉઝર!

બાળકો માટેનું સ્પેશિયલ બ્રાઉઝર!

બિચારાં મા-બાપ! એપ્રિલ મહિનામાં માંડ પરીક્ષાઓ પૂરી થાય, એક ટેન્શન ટળે ત્યાં એમના માટે નવું ટેન્શન ઊભું થાય છે - હવે છોકરાં કમ્પ્યૂટર પર ચોંટી પડશે!

આમાં પાછું બે વાતનું જોખમ હોય - એક તો છોકરાં ઇન્ટરનેટ પર ન જોવા જેવી સાઇટ્સમાં ખાખાંખોળાં કરવા લાગે અને બીજું, વાઇરસ આવી પડે તો ઘરના એક માત્ર કમ્પ્યૂટરમાં સ્ટોર કરેલી કામની ફાઇલ્સ `ઊડી' જવાનું જોખમ પણ ખરું. આમ છોકરાંને ઇન્ટરનેટથી બચાવવાં પડે અને કમ્પ્યૂટરને છોકરાંથી. કરવું તો કરવું શું?

વાતમાં અહીં ફરી બે ફાંટા છે - તમારા ઘરમાં નાનાં બાળકો છે કે ટીનએજર તેના પર જોખમના પ્રકાર અને પ્રમાણ બદલાય છે. આજે વાત કરીએ સરવાળા બાદબાકી શીખતાં કે બાર્બી, બોબ ધ બિલ્ડર અને ડિઝનીની દુનિયાની મજા માણતાં બાળકોની.

દુનિયાને ધીમે ધીમે જોતાં, સમજતાં ને માણતાં થયેલાં બાળકો ઇન્ટરનેટના જેટલા વહેલા પરિચયમાં આવે એટલું સારું છે કે કેમ આવતી કાલની એમની દુનિયા ઇન્ટરનેટના પાયા પર જ આકાર લેવાની છે. એમને ઉપર જણાવેલાં બે પ્રકારનાં જોખમથી બચીને ઇન્ટરનેટના દરિયામાં મોજથી ધૂબાકા મારવાની સગવડ કરી આપવી હોય તો, એક સરસ ઉપાય છે કીડ્ઝ માટેનાં સ્પેશિયલ બ્રાઉઝરનો.

જેમ કે કીડરોકેટ. ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ફાયરફોક્સ મોઝિલા જેવું આ સર્ફિંગ માટેનું બ્રાઉઝર છે. મોટા ભાગે, મોટેરાં જે બ્રાઉઝર વાપરતાં હોય તેમાં પેરેન્ટલ કન્ટ્રોલ મૂકીને અમુક તમુક સાઇટ્સ બ્લૉક કરી શકાતી હોય છે, પણ એમાં સામાન્ય રીતે ખાસ સફળતા મળતી નથી. જ્યારે કીડરોકેટ બ્રાઉઝર, એક રીતે જોઈએ તો ઇન્ટરનેટની તમામ સાઇટ્સને બ્લૉક કરી નાખે છે અને પછી બાળકો માટે સારી અને સલામત હોય તેવી કેટલીક પસંદગીની સાઇટ્સ જ તેમને જોવા દે છે!

કામની વસ્તુ લાગે છે? તો www.kidrocket.org પર જઈને થોડી વધુ માહિતી મેળવી લો. પછી ટ્રાય કરી જોવા જેવું લાગે તો આ મફત બ્રાઉઝર ડાઉનલોડ કરી લો. એ સાથે તમારા ડેસ્કટોપ પર કીડરોકેટનો આઇકોન ક્રિએટ થઈ જશે. એના પર ક્લિક કરશો એટલે તમારા કમ્પ્યૂટરનો એન્ટીવાયરસ પ્રોગ્રામ આ સોફ્ટવેર ભરોસાપાત્ર છે? એવું પૂછશે. યસ કહી આગળ વધો એટલે ખૂલશે બાળકો માટેનું સ્પેશિયલ બ્રાઉઝર.

નાનાં બાળકોને રસ પડે તેવી પેઇન્ટ ફેસિલિટી અને મેથ્સની ક્વિઝ ઉપરાંત બાળકો માટે જ ડિઝાઈન થયેલી જુદી જુદી સાઇટ્સ આ બ્રાઉઝરમાં જોઈ શકાશે. આ સાઇટ્સના મોટેરાં માટેના સામાન્ય વિભાગો પણ આ બ્રાઉઝરમાં બ્લૉક કરી દેવામાં આવ્યા છે. શરૂઆતમાં થોડો સમય તમારા બાળક સાથે સર્ફિંગ કરશો પછી તો બાળક એની મેળે ઇન્ટરનેટ સર્ફિંગ કરતું થઈ જશે! આમાં ઓટોટાઇમર પણ છે, જે સમય સેટ કરી દો એટલા સમય પછી બ્રાઉઝર આપોઆપ બંધ થઈ જાય.

અલબત્ત, કીડરોકેટ ઘણું બૅઝિક છે. એમાં કઈ કઈ સાઇટ ઉપલબ્ધ છે એનું લિસ્ટ પણ મળતું નથી કે એનો ઇન્ટરફેસ ખાસ યુઝર-ફ્રેન્ડલી નથી. તો સામે, આપણે પણ ક્યાં મોટા ઇન્ટરનેટ એક્સપર્ટ છીએ? બાળકને ઇન્ટરનેટનો પરિચય કરાવવા માટે ચોક્કસ સરસ ઓપ્શન છે - આ વેકેશનમાં ટ્રાય કરી જુઓ!

(નોંધઃ ઇન્ટરનેટ પર આ પ્રકારનાં બીજાં પણ અનેક બ્રાઉઝર ઉપલબ્ધ છે, જે ફ્રી હોવાનો દાવો કરવામાં આવે છે અને ડાઉનલોડ કરો પછી એક્ટિવ કરવા માટે ફી માગે છે - આ લખનારનો જાત અનુભવ છે!)

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
buy research paper  - respond this topic     |2012-10-20 16:00:17
Not native English speaking people always face big difficulties trying to cope with their academic research papers. Hence, I understand why they buy term papers online (bestwritingservice.com).
site  - respond     |2012-10-15 11:42:54
Visit this website if you wish to receive professional custom writing uk. Success is guaranteed!
credit loans  - respond this post     |2012-10-12 12:05:21
If you want to buy real estate, you will have to receive the credit loans. Furthermore, my mother commonly utilizes a short term loan, which seems to be the most reliable.
PARESH  - KIDS     |2011-06-04 07:14:46
GAMES
directory submissions  - re     |2011-05-24 07:46:42
Our greatest earning is our customers' fulfillment. We provide our paid directory submission issues at our submission directory service are created in order to help online business owners having better earnings. We are always aimed at high results and we surely get it!
Hasmukhbhai B. Gadhiya  - "WEBSITE" BANAVVA MATE SHU KARVU?   |2010-04-18 04:52:51
"WEBSITE" BANAVVA MATE SHU KARVU?
Plese,E-mail dwara vadhu mahiti apsho!
Hasmukhbhai B. Gadhiya  - balko mate intrnet vishe vanchi khub maja padi   |2010-04-18 04:46:15
balko mate intrnet vishe vanchi khub maja padi.thank you very much.
Anonymous   |2010-02-09 10:58:50
very best
kirit chandulal parikh   |2010-02-08 22:53:08
I feel very happy.If you are from Dhandhuka,I am again proud of you.Your efforts are unique and I very much appriciate.I would like to visit your site frequently/rather regularly.
Thanks
REZA  - informetion   |2010-01-06 07:54:06
HELLO REZA.
jasmin kadiya  - very superb   |2009-05-10 09:20:01
[b]also....use and enjoy.....its very subeub and very important...4 all..like child...youngers and elders...and parents
dharmesh trivedi   |2009-04-21 13:08:54
thanks a lot for the right info at the right time...my special request to give more specific info about free kids games,quiz and maths sites for free vacation use...pages from india are morecomfortable to children?
thanks again with a hope to be replied
dharmesh trivedi
ધર્મેશ ના જય હાટ્કેશ્
jaywant     |2009-04-16 03:28:19
useful info!
Himanshu  - Thanks!   |2009-04-16 00:34:06
Thanks! That will serve the real purpose of this article!
Pinki  - WebMehfiL     |2009-04-15 01:24:39
Really nice info.....

my son will enjoy his vacation much more ....... thanks !!
chetan  - appreciate   |2009-04-10 07:36:32
i really appreciate your service for providing good knowledge of internet. i really thanksful to u by heart .

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com