ઇન્ટરનેટની દુનિયા જેટલી અદભુત છે એટલી જ, કે તેનાથી ઘણી વધુ ડરામણી પણ છે. અહીં ભળતાસળતા ઇમેલ દ્વારા છેતરપીંડી કરનારાનો તોટો નથી. જોકે જો લોભને થોભ રાખો અને થોડી સાવધાની રાખો તો તેમનાથી ડરવા જેવું પણ નથી. ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની ટીપ્સ અને આ વિષયના અનેક ઉપયોગી રેફરન્સની લિંક્સ આપે છે, ઓસ્ટ્રેલિયાથી મનીષ મિસ્ત્રી...
એક દિવસ એ ખાસ email તમારા inbox માં આવી પડે છે -
- "તમને જબરદસ્ત રકમની lottery લાગી છે પણ જો જો કોઈને કહેતાં! બસ અમે કહીયે એમ કરતાં જાવ." Yahoo! કે Microsoft જેવી જાણીતી companies ની online lotteryમાં લાગેલી અધધધ રકમથી લોભાવતા Email Lottery Scam ની કાર્યપ્રણાલિ સમજો
- "...મૃત પતિ તરફથી મળેલ આર્થિક વારસો મારે બીજા દેશમાં ખસેડવો છે અને તમારા જેવા પ્રામાણિક માણસની મદદ જોઈએ છે. તમને પણ ભાગ મળશે." નાયજીરિયાના અમીરની વિધવા નો આ ખાનગી પ્રેમપત્ર કેટલો પ્રખ્યાત છે તે જાણવા Nigerian Scam (આપણા ચારસોવીસ અને એમના 419 વચ્ચે માત્ર ઓગણીસ-વીસનું છેટું છે!) પરનો આ વિગતવાર લેખ વાંચો
- "...નૉકરી જ એવી છે કે અમારે તમારી પાસેથી આટલી માહિતી લેવી જ પડશે, boss!" ઘરે બેઠાં અઢળક પગાર ની નૉકરીની offer વિશે એક ચેતવણી પર ધ્યાન આપો.
Hoax-Slayer પર આ નવી અદભુત દુનિયાનાં સત્યો જેવાં આવા તો ઢગલાબંધ દાખલા છે. આ વિગતો અંગ્રેજીમાં હોવાથી ના સમજાય તો મને પ્રતિભાવમાં જણાવશો તો ગુજરાતીમાં સમજાવવા તૈયાર છું. આ બધું વાંચ્યા પછી પણ તમે સમજી ના શકો તો પછી કહે છે ને કે "વાર્યા ના વળે તે હાર્યા વળે" (...you will learn it the hard way!).
Email address બનાવતાંવેંત તેને જ્યાં-ને-ત્યાં પગલાંની છાપની માફક વહૅંચતા ફરતા ઢગલાબંધ નવા નિશાળીયાઓની માફક તમને પણ આવા અજાણ્યા 'ફરિસ્તાઓ' તરફથી સંખ્યાબંધ Email આવતાં હશે. લખાણ એવું વિસ્તૃત હૉય છે કે પહેલી નજરે ખૂબ જ વિશ્વસનીય લાગે. મને હમણાં એક મિત્રનો phone આવ્યો - આમાં પડાય? મેં કહ્યું 'ના'! આ એક વ્યવસ્થિત ફસવણી છે. તમારો લાલચુ વિશ્વાસ જીતીને તમારી પાસેથી અંગત સંવેદનશીલ માહિતી કે તમારા પૈસા પડાવવાની એક યુક્તિ છે.
Email અને Internet ની દુનિયામાં પા-પા પગલી માંડતાં સૌને નવી દુનિયામાં બધી ચમકતી વસ્તુઓને અડવાની અને દરેક સુગંધિત વસ્તુને ચાખી જોવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. પણ સાવધાન! માલદાર માછલીઓને ફસાવવા આ વૈશ્વિક માહિતીજાળ પર phishing માટે જાળ ફેલાવી ટાંપીને બેસેલા online માછીમારો નો કોઇ તોટો નથી. ઉપરોક્ત લેખોમાં સમજાવ્યા પ્રમાણે તેમની Modus Operandi એકસરખી જ છે. પહેલાં કહેશે - "...આ મિલકત-તિજારત તમને મળે તેમ છે" પછી કહેશે "...પણ પહેલાં અમને આટલાં આપો પછી જ"! અંતે આ બધા तुम एक पैसा दोगे वो दस लाख देगा આલાપનાર Advance Fee Fraud નામના રાક્ષસના વિવિધ અવતારો છે.
આવા आजा-फसा-जा માં પૈસા ખોવાનું તો ઠીક જીવથી જનારા પણ છે. લોભિયાને લાલચના ચશ્મા પહેરાવ્યા પછી આવા ધૂતારાઓને ભૂખ્યા મરવું પડતું નથી. ૨૦૦૮માં મહેસાણામાં વિદેશી લોટરીની લાલચમાં ૬૮ લાખ ગુમાવ્યા નો આવો એક કિસ્સો બહાર આવ્યો હતો અને ત્યારબાદ મુંબઈમાં એક પકડાયો પણ હતો. ભોળા, લોભિયા કે બેદરકાર લોકોના email address નો રીતસર પાક લણવા જેવી રીતો અજમાવીને (કે જેમાં ) કે પછી computer દ્વારા બિલકુલ randomly બનાવેલ email addresses પર મફતમાં બનાવેલ email address થી આવા છાટકાં મોકલવામાં આવે છે.
કામ વગરનાં Email forward કર્યે રાખનારનાં Email address આવા લોકોના hitlist માં top પર હૉય તે સ્વાભાવિક છે કેમ કે એ સરનામે કોઇ જીવિત વ્યક્તિ હયાત હોવાનો એ પૂરાવો છે. ને એટલી એમની મહેનત ઓછી! email માં BCC ની ઉપયોગિતા પર કરેલી post વાંચી જોજો! માટે Stop बेकार का spam, मत करो मेरा inbox jam!
સારું, તો આના થી બચવું કેવી રીતે? सावधानी हटी, दुर्घटना घटी॑!
- કહેવાય છે કે "If it looks too good to be true—it probably is." અર્થાત્ "જે માન્યામાં ના આવે એ હદે સારી/સાચી હૉય તે જ વાત તદ્દન ખરાબ/ખોટી હૉઈ શકે". પંચતંત્રના પેલા કાગડાએ શિયાળે કરેલાં એનાં ખોટાં વખાણ સાચાં માની નહોતાં લેવા જોઈતા તે કેટલાંકને બાળપણમાં સમજાય છે, એટલી સાદી વાત યુવાનીમાં આવા અનુભવો વખતે ભૂલી જવાય છે ને વળી ફરી પાછી - જરૂર પતી ગઈ હૉય ત્યારે - ઘડપણમાં ફરી સમજાય છે.
- "शक करना हमारा पेशा है।" Email Hoax पे न जाओ, Google Search लडाओ. ખાલી એટલી શંકા કરી જુઓ કે આ કોઈની ચાલ હૉય તો?!? એક જૂના મિત્ર તરફથી આદતવશ forward થઈ ગયેલી એક તદ્દન નવી ચેતવણી છે અજાણ્યા માણસ તરફથી આવેલા call દરમિયાન #90 કે #09 જેવા કળ-સંયોજનો (અરે ભઈ, key-combinations, બસ? ખુશ?) ના વાપરવા અંગે. તેમણે mobile manufacturers સાથે આ વાતની પુષ્ટિ કરાઇ હોવાના કોઈના દાવાને પોતાની મહોર લગાવી આગળ ધપાવી છે. આ વિદ્યુતમહામાયાજાળ પર આવા કિસ્સાઓ તો એક સામે હજારના દરે મળે છે. પણ આ પ્રકારના વિજાણુપત્ર-છદ્મ કે email hoax થી બચવા પોતાની બુધ્ધી લડાવવી અને Googleનો ઉપયોગ કરવો. આમ તો email પોતે એની વિશ્વસનિયતા પર શક જાય એવી રીતે format (font-size:big; color:red) કરવામાં આવ્યો છે. તે છતાં મે તરત જ #90 or #09 પર શોધ આદરી અને પ્રથમ પંક્તિમાં જવાબ મળ્યોઃ 'જવા દો'
- આ નહિંને કોઇ પણ આવી વાત કે જેમાં ઘણા પૈસા, સમય કે મહેનત નો સવાલ હૉય ત્યારે અચૂક કોઇ third party, મિત્ર કે સલાહકાર, કે જેને તમને થનાર 'કથિત' ફાયદાથી સીધી રીતે કોઇ લેવા-દેવા ના હૉય તેની તટસ્થ સલાહ લો.
- એટલું તો ખાસ યાદ રાખો કે ધનવાન થવાનો કોઇ સારો shortcut નથી. એ સમજી લો કે અંતે આવી યોજનાઓ ઘડનારને જ ફાયદો થાય છે.
- સીધેસીધું તો આવી કોઈ scheme (scam વાંચવું) માં ઝંપલાવવું જ નહિં! કહી દો કે મને રસ નથી અથવા મારે ફલાણાને પૂછવું પડશે!
- Australia ની સરકાર ScamWatch નામના કાર્યક્રમ અંતર્ગત આવી ગતિવીધિ પર નજર રાખે છે. મુંબઈ cyber crime cell તરફથી માહિતી પણ આપવામાં આવે છે. તમને સહેજ પણ શંકા જાય તો તેમનો સંપર્ક કરી શકો છો.
- તમે જેને જાણતા નથી કે જેના પર સ્હેજ પણ અવિશ્વાસ હૉય તેને તમારો credit card number કે અન્ય સંવેદનશીલ માહિતી આપશો જ નહિં કે રૂપિયાનો વહેવાર કરશો નહિં.
- તમારા દરેક transaction statement ને સમય કાઢીને તપાસો. કોઇપણ શંકાસ્પદ હેરફેર જણાય તો તરત જ તમારી જે તે નાણાંકીય સંસ્થાને વિગતવાર જાણ કરો.
- તમારા બધા bank cards સલામત રીતે જાળવો અને ભૂલથીય કોઈને તેનો PIN આપશો નહિં. વળી card ની સાથે wallet (પાકિટ?) માં કાગળમાં કે ખુદ card પર તે PIN લખવા જેવું ગાંડપણ કરશો નહિ.
Bonus
હાસ્ય-દરબાર પર અવનવી વાતોનો ખજાનો લાવતા ધવલભાઈ રાજગીરાએ Mobile Phone અને GPS Device ના ઉપયોગ સાથે સંકળાયેલા વ્યવહારુ જોખમોનો ઉદાહરણ સહિત પરિચય આપ્યો છે. GPS નું દોઢસો-બસો dollarનું રમકડું ચોરવા ખાતર તમારી મૉંઘેરી ગાડીને ભેદવાનું સાહસ કરનાર ચોર ટોળકી એ જ રમકડા 'વાટે' (અહિં લેશમાત્ર શ્લેષ ઈચ્છિત નહોતો!) તમારા સ્વગૃહ પર હાથ સાફ કરી જવા સુધીની તક જવા ન દે એની સહજમાન્ય એટલે કે આસાનીથી ગળે ઉતરે તેવી વાત છે તો સાથો સાથ Mobile ની Address Book માં "नाम में क्या रख्खा है?" ની ભ્રમણા ભાંગતી વાર્તા એક કમનસીબ યુવતીની છે જેના ગુમ થયેલા Mobile માં રહેલા તેના પતિના number પરથી SMS દ્વારા bank account details મંગાવી કોઈ ગઠીયો એમનું એ આખું 'ખાતું' ઝાપટી જાય છે.
લેખકનો સંપર્કઃ www.manishmistry.com
આ લેખ વિશે આપનો પ્રતિભાવ આપશો? ગુજરાતીમાં સરળતાથી લખવા માટે, કમેન્ટ બોક્સ નીચે ગૂગલનું ટ્રાન્સલિટરેશન ટૂલ આપેલું છે. તેમાં અંગ્રેજીમાં ટાઇપ કરી ગુજરાતી લખી શકાશે. જેમ કે Gujarat ટાઇપ કરી સ્પેસ બાર દબાવતાં ’ગુજરાત’ લખાશે. ત્યાં લખેલો પ્રતિભાવ કોપી કરી, કમેન્ટ બોક્સમાં પેસ્ટ કરો !
| Comments |
|
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||








