ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરઅક્ષરની કાગળથી કમ્પ્યુટર સુધીની સફર

અક્ષરની કાગળથી કમ્પ્યુટર સુધીની સફર

જેમ પતંગ પૃથ્વી પરથી આકાશમાં પહોંચે છે, એમ અક્ષર પણ કાગળ પરથી ઊડીને કમ્પ્યુટર પર પહોંચીને સતત વિસ્તરી રહ્યા છે. આજકાલ ઇ-મેઇલની જેમ જ ઝાઝો ચર્ચાતો શબ્દ છે ઇ-બુક.

જેમ સાદી ટપાલનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે ઇ-મેઇલ, એમ સાદા પુસ્તકનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે ઇ-બુક એટલે સુધી તો વાત સાચી, પણ મોટા ભાગે લોકો, પુસ્તકના સાદા પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (એટલે કે પીડીએફ)ને ઇ-બુક માની લે છે. `પીડીએફ' શબ્દ જેમને અજાણ્યો લાગ્યો હોય તેમના માટે - પીડીએફ એટલે સાદી ભાષામાં કમ્પ્યુટરની કોઈ પણ ફાઈલનાં ઝેરોક્સ પેજીસ, જે કોઈ પણ પીડીએફ રીડરની મદદથી કોઈ પણ કમ્પ્યુટરમાં ફોન્ટ કે ડિઝાઇનમાં કોઈ ફેરફાર વિના વાંચી શકાય.

પરંતુ ઇ-બુક્સ માત્ર આવી કમ્પ્યુટર પરની ઝેરોક્સ નથી હોતી. તકિયે અઢેલીને કે આડા પડખે થઈને પુસ્તક વાંચવાની (કે મોં પર ઢાંકીને ઘી જવાની!) મજા આ ઇ-બુક્સમાં નથી હોતી, પણ એના બીજા લાભ ઘણા છે. જેમ કે, એને સ્ટોર કરવા બહુ ઓછી જગ્યા જોઈએ, કમ્પ્યુટરના કબાટમાં ખોવાય જાય તો સર્ચ પણ કરી શકાય, ઇ-બુકની અંદર લિંક્સ, ક્રોસ-રેફરન્સિંગ કે સર્ચની સગવડ મળે, અક્ષર નાના લાગે તો મોટા કરી શકાય, ને લેખકોને મજા પડે એવી વાત એ કે ઇ-બુક બહુ ઓછા ખર્ચે પબ્લિશ કરી શકાય. વિદેશોમાં આ જ કારણે પ્રકાશન ઉદ્યોગમાં પણ પાઇરસીનો મોટો ખતરો ઊભો થયો છે.

આટલું વાંચ્યા પછી મૂળ વાત પર આવીએ કે ઇ-બુક મળે ક્યાંથી અને એ પણ મફત? સવાલ સહેલો પણ છે અને મુશ્કેલ પણ. કેમ કે ઇ-બુક પર સર્ચ કરતાં અઢળક લિંક મળે છે, પણ એમાંથી ખરેખર કામની, મતલબ કે જોઈતા વિષય કે લેખકની, મફત ઇ-બુક આપતી સાઇટ ભાગ્યે જ મળશે. છતાં, સેમ્પલ તરીકે, www.ebookmall.com પર ઇ-બુક્સ વિશે માહિતી અને કેટલીક મફત ઇ-બુક મળશે. ઇ-બુકને જ ડેડિકેટેડ એક બ્લોગ છે www.gutenberg.com.

જગતને પ્રિન્ટિંગની ભેટ આપનારા ગુટેનબર્ગના નામે શરૂ થયેલા પ્રોજેક્ટમાં, ૩૦ વર્ષની મહેનત પછી એક લાખથી વધુ પુસ્તકો ડિજિટાઇઝ્ડ થઈને મફતમાં ઉપલબ્ધ થયાં છે. જે www.gutenberg.org પર મળશે. ગુજરાતીમાં પુસ્તક પ્રકાશનનો પાયો નાખનારા ફરદુનજી મર્ઝબાનના નામે, ગુજરાતીમાં પણ આવી પહેલ www.furdunji.com થઈ છે. સતત કંઈક નવું કરવા મથતા લોકોએ આપબળે આવા પ્રયોગ કર્યા છે, જેમ કે ભાનુભાઈ સંઘવી નામના એક નિવૃત્ત પત્રકારે બાળવાર્તાની બે ઇ-બુક બનાવી છે, બાકરોલના એક લેખક જયંતિભાઈ પટેલે તેમનાં પુસ્તકોનું ઇ-પુસ્તકાલય ર્જ્યું છે. સ્વર્ગારોહણ પર ધાર્મિક પુસ્તકો મળશે.

મજાની વાત એ છે કે બુક્સ હવે કમ્પ્યુટર પરથી મોબાઇલ પર પણ પહોંચી ગઈ છે. જાપાનમાં આવી બુક્સ અત્યંત લોકપ્રિય બની છે. તેમ, લોકપ્રિય ગુજરાતી સાઈટ રીડગુજરાતી હવે મોબાઇલ પર પણ વાંચી શકાય છે.

કંઈક એમ જ, એક વર્ષ પહેલાં `દિવ્ય ભાસ્કર'ના પાને શરૂ થયેલી આપણી આ સાયબરસફર હવે ઇન્ટરનેટ પર પહોંચી છે, અલબત્ત, ઈ-બુક સ્વરૂપે નહીં!

 

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
મિત પરમાર  - અભાર   |2010-10-14 12:17:34
અપનો હ્રદય પૂર્વક અભાર માનું છુ.
અપના દ્વારા આપવામાં આવેલ માહિતી ઘણી મદદરૂપ નીવડે છે અને રહેશે ..
rohit pipaliya  - rudo's     |2010-02-25 03:31:30
my power.

computer menejment system,networking&hardwer.
રક્ષિત પંડિત  - અદભુત અનુભવ!   |2009-02-04 23:45:39
આપની સાથેની સાયબર સફર ખુબજ સુખદ રહી!

હું સાયબર સફર કોલમ દ્વારા આપનાથી પરીચિત તો હતો જ એમાં જ પરેશભાઇ સાથે મળવાનું પણ થયું એ સુખદ યોગાનુયોગ ગણીશ!

અત્‍યંત પ્રશંનીય કાર્ય બદલ હાર્દીક અભિનંદન.
માવજીભાઈ મુંબઈવાળા  - આભાર     |2009-01-16 04:26:09
ઈ-બૂક અંગે આટલો સરસ અને માહિતીપ્રદ લેખ લખવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. મારી ઈ-બૂકનો તેમાં ઉલ્લેખ જોઈ સ્વાભાવિકપણે ઘણો આનંદ થયો. આપનો આભાર માનું છું.

‘સાઈબર સફર’ને પ્રથમ જયંતિ પ્રસંગે અભિનંદન અને ઘણી ઘણી શુભેચ્છાઓ પાઠવું છું.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com