ઇન્ટરનેટને લગતો કોઈ પણ સવાલ આપને મૂંઝવે છે? સાયબરસફરમાં સૂચવવામાં આવેલી સર્વિસીઝ અજમાવી જોયા પછી એમાં કોઈ તબક્કે ક્યાંક અટવાયા છો?
અચકાશો નહીં, સૌ કોઈને એવું થતું હોય છે. નીચે આપેલા કમેન્ટ બોક્સમાં આપનો સવાલ લખો, આપણે સાથે મળી ઉપાય શોધીશું. આપ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કે maro ek saval chhe જેવી ભાષામાં પણ સવાલ મોકલી શકો છો.
આ સાઇટનો સંચાલક આઇ-ટી એક્સપર્ટ નથી એટલે બધા સવાલોના જવાબ એની પાસે નહીં જ હોય, આશા છે કે બીજા વધુ જાણકાર મિત્રો અન્યોને મદદરૂપ થવા આગળ આવશે!
અને હા, આપ કોઈ સવાલ પૂછવા ઇચ્છો છો, પણ ગુજરાતીમાં કમ્પોઝ કરતાં આવડતું નથી? નો પ્રોબ્લેમ! છેક નીચે આપેલા બોક્સમાં તમે અંગ્રેજીમાં લખીને ગુજરાતીમાં આઉટપુટ મેળવી શકશો. મતલબ કે, એ બોક્સમાં Gujarat લખશો તો બોક્સમાં આપોઆપ ગુજરાત લખાશે. બસ, ત્યાં લખો અને કોપી કરીને પેસ્ટ કરી દો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં!