ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

સરદાર, ટાઇમ અને ગૂગલ

 

હમણાં દિવ્યભાસ્કર ઑનલાઈન પર "૧૯૪૭માં ટાઇમના કવર પર સરદાર" સ્ટોરી વાંચી. પછી થયું કે સમાચારપત્ર અને તેના ડિજિટલ વર્ઝન વચ્ચે વયોવૃધ્ધ દાદા અને યુવાન પૌત્ર જેટલો તફાવત છે. એકનું સામર્થ્ય તેના કન્ટેન્ટમાં છે તો બીજા પાસે તદુપરાંત અન્ય વિશિષ્ટતાઓ પણ છે જેમ કે હાયપરલિંક્સ. તો પછી તેનો ઉપયોગ કેમ નથી કરાતો?

 

સરદાર જેવા વ્યક્તિત્વ (ચરોતરના સપૂત અને મહાન વિભૂતિ) ની વાત હૉય ત્યારે આખા લેખમાં ઠેર ઠેર તેનું ટાઈમ મૅગેઝીનના કવર પર ચમકવું વાતને ગ્લોરીફાય કરાય (એમણે આમ તો મહમ્મદ અલી ઝીણાને પણ તે જ મુખપૃષ્ઠ પર ચમકાવ્યા છે અને આખી કવરસ્ટોરી આપી છે!) તેમાં મેગેઝીન અને માણસ પૈકી કૉનું માન વધ્યું કે કૉણ કૉના કારણે મહાન છે તે અલગ બાબત છે પણ ટાઈમના સરદારવાળા અંકની આખી કવરસ્ટોરી ના આપી શકાય તો તેની લિન્ક્સ તો આપી શકાત ને?

 

કેલિફોર્નિયામાં ચાલતા સરદાર પટેલ ઍવૉર્ડ્સ ઍસોસિયેશન પર સરદાર વિશે જાણવા જેવું છે તેમાં ટાઈમના આ લેખમાંથી નવનીત તારવેલું છે એની લિન્ક ગૂગલને સીધેસીધું "TIME Vallabhbhai Patel" સર્ચ કરવા કહેતાં પહેલાં પાના પર મળી. ગૂગલે હમણાં જ્યારે જૂના મેગેઝીનોનાં કવર અને ક્યારેક અંદરનાં પાનાં પણ સ્કેન કરીને ગૂગલ ઈમેજ સર્ચ અંતર્ગત લાઈફના વિશેષ વિભાગ હેઠળ ઉપલબ્ધ કર્યા ત્યારે કુતૂહલવશ "સોનેકી ચિડિયા" જોવાના ઈરાદે ભારતના જૂના ફોટા ફંફોળતાં આ ટાઈમનું કવર પણ જોવામા આવેલું તે યાદ આવતાં મે એ રેગુયલર ગૂગલ સર્ચ કરી.

 

પણ પછી થયું કે ટાઈમ જેવું આધુનિક સામાયિક જો ગૂગલ દ્વારા મળી શકતું હૉય તો તેની પોતાની પાસે કદાચ આ આખો અંક મળી આવવાની શક્યતા પણ છે. એટલે વળી ગૂગલને ધંધે લગાડ્યું કે જો તો ટાઈમનો આ અંક ક્યાંય મળે છે? ("TIME magazine Jan 27 1947") અને બૉસ પરની એ આખી કવરસ્ટોરી છેવટે અહિં મળી! જોકે એક પણ છે કે બધું રિસર્ચ છાપાંવાળાં કરી નાખશે તો બ્લૉગર્સના ભાગે આવશે શું? સું કિયો છો?


Bonus: એક પછી એક પાનાં ના ફેરવવાં હોય તો આ રહ્યું એક પાનાનું પ્રિન્ટ વર્ઝન! અને એ લેખ પાછો PDF માં જોઈતો હોય તો PDFના અખાડામાંથી થોડા દાવ અજમાવી જુઓ!

 

વધુમાં http://www.htm2pdf.co.uk/ વડે http://www.htm2pdf.co.uk/?url=http://www.time.com/time/printout/0,8816,778889,00.html પણ મેળવી શકાય છે.

 

લેખકનો સંપર્કઃ www.manishmistry.com

 

 આ લેખ વિશે આપનો પ્રતિભાવ આપશો? ગુજરાતીમાં સરળતાથી લખવા માટે, કમેન્ટ બોક્સ નીચે ગૂગલનું ટ્રાન્સલિટરેશન ટૂલ આપેલું છે. તેમાં અંગ્રેજીમાં ટાઇપ કરી ગુજરાતી લખી શકાશે. જેમ કે Gujarat ટાઇપ કરી સ્પેસ બાર દબાવતાં ’ગુજરાત’ લખાશે. ત્યાં લખેલો પ્રતિભાવ કોપી કરી, કમેન્ટ બોક્સમાં પેસ્ટ કરો !

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Anonymous   |2011-12-26 05:21:08
prati shri
chandrakant Upadhyay   |2011-08-13 12:05:44
atyant rochak mahiti, hu pan a sarovar ma dubki mari lau pachhi vishesh tippani kari shkish.
google transliteration mane jadyu nahi etle angreji ma dhabdhyu chhe.
Anonymous   |2009-09-21 23:26:36
mane
siddhi mehta  - sardar's theory.     |2009-02-27 11:10:58
A big photo needed.
Information in english.
more book names.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

આપણી આ સહિયારી સફરનું લક્ષ્ય...

ઇન્ટરનેટની ઉજળી બાજુને માધ્યમ બનાવીને, જિજ્ઞાસુ અને જ્ઞાનની ઉપાસક પ્રજા તરીકે ગુજરાતી પ્રજાનું ગૌરવ વધારવું.

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com