ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝ`ખખડધજ' એટલે ખરેખર શું, જાણવું છે?

`ખખડધજ' એટલે ખરેખર શું, જાણવું છે?

આમ તો આ સાઇટ વિશે અગાઉ ઘણું બધું લખાઈ અને બોલાઈ ગયું છે, પણ ભાષા સાથે સીધી નિસ્બત ધરાવતા કેટલાક મિત્રોને હજી પણ `ગુજરાતી લેક્સિકન'નું નામ સાંભળીને નવાઈ પામતા જોયા.

 એટલે થયું કે ગુજરાતીઓ માટે અતિ ઉપયોગી એવી આ સેવા-સાઇટ હજી કદાચ જોઈએ એટલા ગુજરાતીઓ સુધી પહોંચી નથી - અથવા કહો કે ગુજરાતીઓ એના સુધી પહોંચ્યા નથી!

આ `લેક્સિકન' શબ્દ પોતે તમને અજાણ્યો લાગ્યો હોય તો આ સાઇટ તમારા માટે પણ કામની છે, કેમ કે સાઇટમાં જોઈને તમે જાણી શકશો કે લેક્સિકન એટલે શબ્દકોશ. જોકે ગુજરાતી લેક્સિકન ખરેખર તો શબ્દોકોશ કરતાં ઘણું ઘણું વિશેષ છે. સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે ગુજરાતીમાં કૉમ્પ્યુટિંગ માટે યુનિકોડ શબ્દ તો હજી જન્મ્યો જ નહોતો, અને ગુજરાતી ઇલેક્ટ્રોનિક ટાઇપરાઇટર (એવું એક સાધન હતું એક જમાનામાં, યાદ છેને?)નું પણ અસ્તિત્ત્વ નહોતું, છેક ત્યારે એક વ્યક્તિએ આવનારી પેઢી માટે, જમાનાને અનુરૂપ એવી કોઈક રીતે, અતિ સમૃદ્ધ ગુજરાતી ભાષાના અગણિત શબ્દોને સુલભ કરી આપવાનું સ્વપ્ન જોયું. જે એણે વીસ વર્ષની મહેનત પછી પાર પાડ્યું.

લંડનમાં વસેલા ગુજરાતી `ખખડધજ' (સાચો અર્થ જાણી લેજો આ સાઇટ પર!) ઉદ્યોગપતિ, શ્રી રતિલાલ ચંદરિયાએ પહેલાં ગુજરાતી ટાઇપરાઇટરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપ આપવાની મથામણ કરી. એમાં નિષ્ફળતા મળી. કમ્પ્યૂટરનો જમાનો ધીમે ધીમે ઊગી રહ્યો હતો ત્યારે એપલ અને આઇબીએમ જેવી કંપનીઓ અને વિશ્વભરની કેટલીય યુનિવર્સિટીના ભારતીય ભાષામાં રસ લેતા ભાષાવિદોનો સંપર્ક સાધી જોયો, પણ પરિણામ શૂન્ય. પછી એક ફ્રેન્ચ નિષ્ણાતે અરેબિક ભાષામાં કરેલો પ્રયોગ ગુજરાતી માટે અપનાવી જોયો અને કંઈક સફળતા મળી...

પછી શું થયું એ તમે એ સાઇટ પર જઈને જાણી શકશો. અત્યારે તો આ સાઇટ પર તમને શું મળશે એની વાત કરી લઈએ. ગુજરાતીમાંથી ગુજરાતી, ગુજરાતીમાંથી ઇંગ્લિશ અને ઇંગ્લિશમાંથી ગુજરાતી એમ ત્રણ ડિક્શનરી અહીં માઉસવગી છે. ગુજરાતી શબ્દો યુનિકોડમાં છે, તમને ગુજરાતી ટાઇપ કરતાં ન આવડતું હોય તો એકદમ સરળ કી-બોર્ડ પણ ક્લિકવગું છે. વિરોધાર્થી શબ્દો અને રૂઢિપ્રયોગોનો મોટો ખજાનો પણ હાજર છે. ગુજરાતી શબ્દાર્થકોશ, એટલે કે થિસોરસ, જે પ્રિન્ટમાં અપ્રાપ્ય છે, એ પણ આખેઆખો અહીં મળશે. તમારું શબ્દજ્ઞાન ચકાસવું હોય તો મજાની (ને ભયંકર અઘરી!) ક્વિઝ પણ છે.

ગુજરાતી સાથે ફક્ત બોલવાનો નહીં, પણ લખવાનો સંબંધ ધરાવતા લોકો માટે અમૂલ્ય વરદાન સમું સ્પેલચૅકર પણ અહીં મળશે. ઓફલાઇન ઉપયોગ માટે આખેઆખી ડિક્શનરી તમે ડાઉનલોડ પણ કરી શકો છો.

એક ગુજરાતી તરીકે આથી વધુ તમે શી અપેક્ષા રાખી શકો? એટલું ખાસ જાણી લો કે બીજી કોઈ પણ ભારતીય ભાષામાં આટલા મોટા પાયે ભાષાનાં સંસાધનો ઇન્ટરનેટ પણ ઉપલબ્ધ થયાં નથી, આપણી ગુજરાતી એવી પહેલી ભાષા છે!

કામની સાઈટ લાગે છે? તો પહોંચો ગુજરાતી લેક્સિકન પર!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
vir   |2011-11-01 06:26:12
આપ નો ખુબ ખુબ આભર
Ravishankar Joshi  - i want to know hobby sites.   |2010-07-18 04:36:36
i want to know hobbby releted sites. like zula, napkin stand, etc.
Shashikant Gundaniya  - Advice   |2010-01-27 07:17:46
I want to download guj Indic software What should I do?

I cann't write gujrati in comment box with google tranliteration tool so how to do this? please guide mo

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com