અમદાવાદમાં રહેતા હો તો તમારો શનિ-રવિની સાંજનો પ્રોગ્રામ શું હોય? અથવા તો, અમદાવાદ સિવાય બીજે ક્યાંક રહેતા હો અને કામસર કે લગ્નમાં હાજરી પૂરાવવા અમદાવાદ આવવાનું થાય ત્યારે ‘અમદાવાદમાં કરવાનાં કામની યાદી'માં ટોપ પર શું હોય?
તમે ભલે બંનેમાંથી ગમે તે કેટેગરીમાં હો, જવાબ લગભગ એક સરખો જ રહેવાનો - ફલાણા મૉલમાં આંટો મારવાનો કે ઢીકણા મલ્ટીપ્લેક્સમાં ફિલ્લમ જોવા જવાનું. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે અમદાવાદમાં જ આવેલા વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પણ જવા જેવું છે?
૧૯૬૦ના દસકામાં વિક્રમભાઈ સારાભાઈએ સ્થાપેલું આ સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મારા-તમારા જેવા સામાન્ય લોકોમાં વિજ્ઞાન અને ગણિતને લોકપ્રિય કરવા માટે બિલકુલ પાયાનું કામ કરી
|
બાળકો અને વિદ્યાર્થીઓ તો ઠીક, અગાઉનું ભણેલું બધું ભૂલી ગયેલાં મોટેરાંને પણ મજા પડી જાય એવા આ અફલાતૂન સાયન્સ સેન્ટરમાં હજી સુધી ગયા ન હો તો એટ લિસ્ટ, એની વેબસાઇટ (www.vascsc.org) પર તો અચૂક એક આંટો મારી આવો.
એન્ટરટેઇન્મેન્ટમાંથી આપણે હવે છેક, ધીમે ધીમે ઇન્ફોટેઇન્મેન્ટના જમાનામાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે, છેક ૧૯૬૦ના દસકામાં વિક્રમભાઈ સારાભાઈએ સ્થાપેલું આ સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મારા-તમારા જેવા સામાન્ય લોકોમાં વિજ્ઞાન અને ગણિતને લોકપ્રિય કરવા માટે બિલકુલ પાયાનું કામ કરી રહ્યું છે.
સેન્ટરની વેબસાઇટ પર, સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સેન્ટર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કાર્યક્રમોની બહુ વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેમ કે આ સેન્ટર જુનિયર અને સિનિયર વિદ્યાર્થીઓ માટે સેન્ટર ખાતે અને વિવિધ શાળામાં સાયન્સ ક્લબ ચલાવે છે. પવનચક્કી, રનવે વ્હીલ જેવાં મસ્ત મોડેલ બનાવવાનો ચાન્સ આપતી સાયન્સ હોબી ક્લબ, ખગોળશાસ્ત્રનાં રહસ્યોનો તાગ મેળવતી એસ્ટ્રોનોમી ક્લબ અને રસાયણો સાથે ગમ્મત-મસ્તી કરાવતી કેમ ક્લબ પણ અહીં ચાલે છે. ચાહો તો તમે મોડેલ રોકેટરી ક્લબમાં જોડાઈને સિંગલ સ્ટેજ, ડબલ સ્ટેજ કે વૉટર બૂસ્ટર પ્રકારનાં રોકેટનાં મોડેલ બનાવી તેનું ટેસ્ટ ફાયરિંગ પણ કરી શકો છો.
આટલા સુધી વાંચીને, નોકરીથી નહીં પણ આચાર-વિચારથી શિક્ષક હોય એમના મનમાં સ્પાર્ક થવો જ જોઈએ કે આ બધી પ્રવૃત્તિ એમની શાળામાં પણ થતી હોય તો કેવું? સેન્ટર એવી સુવિધા પણ આપે છે અને એની વિગતવાર માહિતી પણ સેન્ટરની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અહીં સેટરડે સાયન્સ ફોરમમાં ભાગ લઈને તમે વિજ્ઞાનને લગતી વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો અને સન્ડે ઓપન હાઉસમાં, સેન્ટરની વિવિધ પ્રયોગશાળામાં પહોંચી જઈને જાતે જ જુદા જુદા પ્રયોગો કરી શકો છો. સેન્ટરની આ બધી પ્રવૃત્તિઓનો લાભ લેવા માટે તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી, ફક્ત ત્યાં પહોંચી જવાનું છે!
સામાન્ય રીતે બને છે તેનાથી વિપરિત, સેન્ટરની વેબસાઇટ પણ સારી એવી, વિગતવાર માહિતી આપે છે. સેન્ટર પર તો તમને અંગ્રેજી આવડે છે કે નહીં એ બિલકુલ મહત્ત્વનું નથી રહેતું કેમ કે વાત આખરે વિજ્ઞાન અને ગણિતની છે, ભાષાની નહીં, અને બધું જ માર્ગદર્શન ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. અલબત્ત, સાઇટ પર બધી માહિતી અંગ્રેજીમાં છે. સાઇટ ખાસ ઇન્ટરએક્ટિવ પણ નથી, કેમ કે એ માટે લોકો તરફથી, આપણા સૌ તરફથી પણ ઉત્સાહભર્યો સહકાર હોવો જરૂરી છે!
| Comments |
|
|
||||||||





