ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરદુર્લભ ગુજરાતી સામયિકોનું ડિજિટાઇઝેશન

દુર્લભ ગુજરાતી સામયિકોનું ડિજિટાઇઝેશન

જે મારતું તે પોષતું...' લાગે છે કે આ ઊંધો ક્રમ પણ કુદરતી છે. જે ઇન્ટરનેટ પર લોકોની વાંચન ટેવ મારી નાખવાનો આરોપ છે, એ જ ઇન્ટરનેટ પર દુર્લભ સાહિત્યને જીવંત રાખવા માટે પણ દેશવિદેશમાં કેટલાય પ્રયાસો ચાલી રહ્યા છે.

હમણાં અમદાવાદમાં સાહિત્ય પરિષદના પુસ્તકાલયમાં દુર્લભ ગ્રંથો અને સામયિકોની પ્રતોનું એક પ્રદર્શન યોજાઈ ગયું. ૧૯૫૦ પછીના દસકાઓમાં અત્યંત લોકપ્રિય બનેલાં સંખ્યાબંધ ગુજરાતી સામયિકો નવા સમય સામે ઝીંક ઝીલી શક્યાં નથી અને બંધ થઈ ગયાં છે. પ્રદર્શનમાં મુકાયેલી સામયિકોની પ્રતો આખરી છે. મતલબ કે એને નુક્સાન થાય તો પછી વાત પૂરી. જોકે આમ વાત સાવ પૂરી ન થઈ જાય એ માટે ગ્રંથાયલે ડિજિટાઈઝેશનની યોજના બનાવીને ૧૫૦૦ જેટલા દુર્લભ ગ્રંથો સાચવી લેવાના પ્રયાસો આરંભ્યા છે.

અમદાવાદના કેટલાક જાણીતા પત્રકારોની મીડિયા સોસાયટીએ આ દિશામાં ઝડપી પગલાં લઈને દુર્લભ સાહિત્ય જાળવી લેવાના તો ઠીક, લગભગ અમર બનાવવાના પ્રયાસો આરંભ્યા છે. આ દિશામાં પહેલું હતું હાજીમહમદ અલ્લારખા શિવજીના ૯૦ વર્ષ જૂના, સામયિક વીસમી સદી'ને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરવાનું. બીજું પગલું તે શ્રી હરિનારાયણ આચાર્ય દ્વારા સ્થાપિત, ૬૦ વર્ષ જૂના પ્રકૃતિ' સાયમિકનું પણ એ જ રીતે ડિજિટાઇઝેશન.

આ હાજીમહમદ કોણ એવો સવાલ થયો હોય તો એમની ટૂંકી ઓળખાણ એટલી આપી શકાય કે ગુજરાતી પત્રકારત્વનો પાયો એમણે નાખ્યો અને વીસમી સદીના પ્રારંભનાં વર્ષોમાં એમણે શરૂ કરેલા વીસમી સદી' સામયિકે ખરેખર ગુજરાતની અનેક પ્રતિભાઓને વધુ વિકસવાની અને પ્રજા સમક્ષ રજૂ થવાની તક આપી. એ જ રીતે હરિનારાયણ આચાર્યે મિલના મેનેજર હોવા છતાં, ગુજરાતી ભાષાનું પહેલું અને એક માત્ર પ્રકૃતિને લગતું સામયિક કાઢવાનું અને વર્ષો સુધી ચલાવવાનું સાહસ કર્યું હતું.

વીસમી સદી'ના ૧૯૧૬થી ૧૯૨૦નાં વર્ષો દરમિયાન પ્રકાશિત અંકો અને પ્રકૃતિ'ના ૧૯૪૨થી ૧૯૬૮ દરમિયાન પ્રકાશિત અંકોને ઇન્ટરનેટ પર સુલભ કરવામાં આવ્યા છે. સુલભ ખરા અર્થમાં કેમ કે સામયિકની વિવિધ સામગ્રીને વર્ષ, મુખપૃષ્ઠ, અનુક્રમણિકા, લેખનો પ્રકાર, લેખક એમ અનેક ભાગમાં યોગ્ય રીતે, બહુ મહેનત અને કાળજીપૂર્વક વિભાજિત કરીને, તમામ પાનાં સ્કેન કરીને મૂકવામાં આવ્યાં છે.

અડવા જતાં રજ બની જાય એવાં, ૬૦થી ૯૦ વર્ષ પહેલાંના અંકોનાં બધાં પાનાં આ રીતે સ્કેન કરી, અલગ અલગ ભાગમાં વહેંચીને રીડર-ફ્રેન્ડલી બનાવવાં એ ખરેખર તો લેન્ગવેજ-ફ્રેન્ડલી કામ છે. ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમથી જ આ શક્ય બને. મજાની વાત એ છે કે સામાન્ય રીતે ભાષાથી દૂર ભાગતા વેપારીની નિષ્ઠાપૂર્વકની સહાયથી આ ભગીરથ કામ સંપન્ન થયું છે.

બંને સાયમિકની સાઇટ જોવા માટે પહોંચો અહીં : વીસમી સદી અને પ્રકૃતિ

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Sandip Jadav  - Excellent !     |2011-11-09 20:54:28
Ek Gujrati mate Dhokla ane khaman ni sathe sathe Gujrati Book male to anathi saru su hoi sake.

Hats of to you.
Thanks a lot.
Vijay Soni  - Request     |2010-08-08 08:50:39
Dear Himanshubhai,
Hu Gujrati Mp3 Songs Kya thi Listen & Download Kari Shaku ?
Please Give Me Adress Of The Website...
Divyesh Modi  - Salam   |2010-06-30 23:58:10
Mara trafthi aa uttam karya karnar derek vyaktine salam.
khimani vijay b.  - very much   |2010-06-23 07:06:22
very very good is your work
jsshukla  - complemets     |2010-04-14 07:32:07
cybersafar.com this site is very good for to become a knowlwdge bank let us say on the bank of knowledge with cybersafar.com
Bhatt Bhargav Vijaybhai   |2010-01-01 12:41:27
Respected Sir,

If you know any site which is allow us to read GUJARATI NOVEL online or to download Please reply me its site name on my email ID : bhttbhargav@gmail.com

Thanks,
Bhargav
naresh  - fine     |2009-12-12 23:31:27
tamaro prayas sundar chhe

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com