ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝવેકેશનમાં ચાલો થાઇલેન્ડના ફૂકેત બીચ પર!

વેકેશનમાં ચાલો થાઇલેન્ડના ફૂકેત બીચ પર!

‘‘તમે ક્યાં જવાના?'' વેકેશન પહેલાં સૌથી વધુ પૂછાતો સવાલ કદાચ આ જ હશે. હવે નસીબજોગે તમે ખરેખર ક્યાંક ફરવા જવાના હો, તો તો ઠીક છે કે તમે પણ એટલા જ ઉત્સાહથી વળતો જવાબ આપો.

જો ક્યાંય ન જવાના હો તો થોડા વખતમાં તો આ સવાલ ત્રાસરૂપ લાગવા માંડે. ક્યાંય જવાના હોઈએ તો પણ મોટા ભાગે આબુ કે ટી કે સિમલાથી વાત પતાવવાની હોય અને પૂછનાર આ બધાથી વધુ એક્સાઇટિંગ' જગ્યાએ જવાના હોય એ નક્કી.

   

 જૅકની સર્વિસ વધુ સારી છે, કેમ કે એમાં પિક્ચર ક્વૉલિટી અને નેવિનેશન માટે વધુ સારાં ટૂલ છે.

તમે પણ આ સવાલના શિકાર હો તો ફિકર નકો, આ વેકેશનમાં તમે જઈ શકો છો થાઈલેન્ડના જગમશહૂર ફૂકેત બીચ પર લટાર મારવા! ફક્ત ફૂકેત બીચ શા માટે, પતોંગ બીચ, કેરોં બીચ, બોટ લગૂન પાર્ક કે અમેરિકાના સાનફ્રાન્સિસ્કોની શેરીઓ અને ટુરિસ્ટ સ્પૉટ્સ પર પણ લટાર મારી શકો છો. પૂછો કેવી રીતે?

જવાબ છે મજૅક (www.mapjack.com) બનીને! અથવા ગૂગલ સ્ટ્રીટ વ્યૂ (www.maps.google.com) પર કે માઇક્રોસોફ્ટના લાઇવ સર્ચ મેપ્સ પર (www.maps.live.com). પસંદગીની જગ્યાઓનો જાણે હાજરાહજૂર ત્યાં હોઈએ એવો' અનુભવ મેળવવા માટે ઇન્ટરનેટ પર અત્યારે આ ત્રણ ઠેકાણાં છે. જૅકની સર્વિસ વધુ સારી છે, કેમ કે એમાં પિક્ચર ક્વૉલિટી અને નેવિનેશન માટે વધુ સારાં ટૂલ છે.

આ એક નવા પ્રકારની ટેક્નોલોજી છે, જેમાં વિશ્વનાં વિવિધ સ્થળોનાં પ્રોફેશનલ ફોટોગ્રાફર દ્વારા ચોક્કસ પ્રકારના કૅમેરાથી ફોટોગ્રાફ લેવામાં આવે છે. કમ્પ્યૂટર પર પ્રોગ્રામિંગની મદદથી, આ બધા ફોટોગ્રાફને એકબીજા સાથે જોડીને ૩૬૦ ડીગ્રીનો એક્સપીરિયન્સ તૈયાર કરવામાં આવે છે. તમને યાદ હોય તો થોડાં વર્ષ પહેલાં ફનફૅરમાં સિનેમા ૧૮૦નો શો યોજાતો, જેમાં એક મોટા તંબુમાં વચ્ચે ઊભા રહેવાનું અને સામે ૧૮૦ ડીગ્રીના સ્ક્રીન પર ફિલ્મ દર્શાવાય એટલે જાણે આપણે પોતે ત્યાં હોઈએ એવો રોમાંચ થાય! આ કંઇક એવું જ છે.

ઇન્ટરનેટ પરની આવી સર્વિસમાં માત્ર સ્ટીલ ફોટોગ્રાફ હોય છે. મેપજૅક પર અત્યારે સાનફ્રાન્સિસ્કો અને થાઇલેન્ડના વિવિધ સ્પોટ્સના ફોટોગ્રાફ છે. આમાં મજા એ વાતની છે કે ફોટોગ્રાફ પર ક્લિક કરીને માઉસ ફેરવો એમ તમારી સામેનું દૃશ્ય પણ બદલાતું જાય. આપણે કોઈ સ્થળે ભા રહીને ચોતરફ નજર ફેરવીએ એમ જ. સાથે સર્ચની સગવડ પણ ખરી.

સાનફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટ એરિયામાં ઇન્ડિયન રેસ્ટોરાં શોધતા હો તો એ પણ મળી રહે અને ત્યાંના ફૂડ વિશે અગાઉના પ્રવાસીઓના રીવ્યુ પણ જાણી શકો. ફોટોગ્રાફ્સની નીચેના ભાગમાં મેપ પર તમે ક્યાં  ઊભા છો એ પણ બતાવવામાં આવે. જૅકનું હેલ્પ સેક્શન કહે છે કે આ સાઇટ પર હવે થોડા સમયમાં અમેરિકાનાં અન્ય સ્થળો અને યુરોપ તથા એશિયાનાં સ્પોટ્સના પણ આ પ્રકારના ફોટોએક્સપીરિયન્સ તૈયાર કરવામાં આવશે.

આપણો આવનારો સમય કેવો હશે એનો અંદાજ આ સાઇટ્સ પરથી આવે છે. એક વાર લટાર મારવા જેવી છે, આ વેકેશનમાં

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Navdeepsingh Chhabda   |2010-04-14 09:21:55
pl send the gujrat tourist places.
Navdeepsingh Chhabda   |2010-04-14 09:21:17
cn u pl send me the details of local tourist places of gujrat
Navdeepsingh Chhabda  - Tour   |2010-04-14 09:19:21
whatever the information u r providing is fentastic.can u send me the details reg local tourist places of gujrat.?

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com