ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝદિવાળીની એક આર્ટિસ્ટિક ગિફ્ટ!

દિવાળીની એક આર્ટિસ્ટિક ગિફ્ટ!

રોજિંદા દિવસોમાં સ્કૂલ અને ટ્યૂશનમાં ગળાડૂબ રહેતાં બાળકો દિવાળી વેકેશનના શરૂઆતી ઉત્સાહ પછી, ટીવી અને વીડિયો ગેમ રમી રમીને થાક્યાં હશે. કોઈ પ્રવૃત્તિ વિના કંટાળીને હવે શું કરું?' એવો સવાલ કરી કરીને હવે તમને પણ થકવવા લાગ્યાં હશે.

આવી સ્થિતિમાં અજમાવી જુઓ આ સોફ્ટવૅર! સોફ્ટવેરનું નામ છે આર્ટરૅજ અને એમ્બિયન્ટ ડિઝાઇન નામની કંપનીએ એ ડેવલપ કર્યું છે.

આજની દોડધામભરી જિંદગીમાં આપણે સૌએ પોતાની હોબીઝ અને ક્રિએટિવિટી તડકે મૂકી દેવી પડે છે અને કદાચ એટલે જ સંતાનને ક્રિએટિવ બનાવવાની ઇચ્છા સૌ કોઈ પર હાવી હોય છે. પણ એમ કંઈ બાળકના હાથમાં કાગળ, પીંછી અને રંગ પકડાવી દેવાથી એનામાં સર્જનાત્મકતા ખીલતી નથી. એ માટે તો એને ગમે એવું વાતાવરણ જોઈએ. આજના બાળકને આવું વાતાવરણ મળે છે કમ્પ્યૂટરમાં.

   

 આર્ટરૅજ સોફ્ટવેર. સોફ્ટવેર સ્ટાર્ટર અને ફૂલ એમ બે વર્ઝનમાં ઉપલબ્ધ છે. સ્ટાર્ટર વર્ઝન મફત છે અને આપણા માટે એય ઘણું કામનું છે. સૌથી મજાની વાત એ છે કે આ સોફ્ટવેરમાં તમારે કોઈ કોમ્પ્લેક્સ ટૂલ સેટિંગ્સ શીખવાની જરૂર નથી.

ઘરમાં કમ્પ્યૂટર હોય એ સૌએ મોટા ભાગે કોરલ ડ્રો કે ફોટોશોપ જેવા પ્રોગ્રામનાં નામ આ જ કારણસર સાંભળ્યાં હોય છે. કમ્પ્યૂટરમાં ડિઝાઇનિંગ માટે આ બંને ઉપરાંત ઇનડિઝાઈન કે ઇલસ્ટ્રેટર જેવાં સોફ્ટવેર ગજબનાં પાવરફૂલ છે, પણ એ બધાં પ્રોફેશનલ્સ માટે કામનાં. ઘણું ડા તરવું પડે અને ઘણું શીખવું પડે. બાળકમાં આર્ટિસ્ટિક સેન્સ ડેવલપ કરવા માટે એ કામનાં તો બહુ, પણ એ શીખવા જેટલો ટાઇમ કોની પાસે છે? પરિણામે, કમ્પ્યૂટરમાં એક્સેસરીઝમાં મળતો પેઇન્ટ' પ્રોગ્રામ ચાલુ કરીને બાળકને બીઝી કરી દઇએ એટલે પત્યું! પણ હકીકત એ છે કે આજનાં જમાનાનાં બાળકોને આ પેઇન્ટ' પ્રોગ્રામ બચ્ચાંના ખેલ જેવો લાગે છે. તો કરવું શું?

આ સવાલનો જવાબ છે આ આર્ટરૅજ સોફ્ટવેર. સોફ્ટવેર સ્ટાર્ટર અને ફૂલ એમ બે વર્ઝનમાં ઉપલબ્ધ છે. સ્ટાર્ટર વર્ઝન મફત છે અને આપણા માટે એય ઘણું કામનું છે. સૌથી મજાની વાત એ છે કે આ સોફ્ટવેરમાં તમારે કોઈ કોમ્પ્લેક્સ ટૂલ સેટિંગ્સ શીખવાની જરૂર નથી. પીંછી, પેન્સિલ, ક્રેયોન, સ્કેચપેન... આ બધાં જૂનાં ને જાણીતાં સાધનો અહીં ડિજિટલ ફોર્મમાં હાજર છે. બસ, કલ્પના દોડાવો અને કેન્વાસ - સોરી - સ્ક્રીન પર એને સાકાર કરવા માંડો!

હવે જિંદગી જ આખી ડિજિટલ થતી જાય તો આર્ટ અને પેઇન્ટિંગ કેમ બાકી રહી જાય? ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ સોફ્ટવેર અસલી પેઇન્ટિંગની કળા અને મજાને મારી નાખતું નથી, ઉલટાનું એને થોડું સરળ બનાવી દે છે. સોફટવેર પોતે સરસ રીતે ડિઝાઇન થયેલું છે. આ સોફ્ટવેરની મજા એના ઇઝી ઇન્ટરફેસમાં છે. થોડું આમતેમ ક્લિક કરો એટલે ઉપયોગ કરતાં શીખી જવાય એવું છે.
બીજાં કોઈ પણ સાદાં સોફ્ટવેરની જેમ www.ambientdesign.com પરથી આર્ટરૅજનું સ્ટાર્ટર વર્ઝન ડાઉનલોડ કરી ને તરત ઉપયોગમાં લઈ શકશો. સાઇટ પર યુઝર્સનું ફોરમ, રિવ્યૂ, બીજાએ તૈયાર કરેલાં પેઇન્ટિંગ વગેરે પણ છે.

તો આ દિવાળીએ તમારા બાળકને (અને ખરેખર તો ખુદને પણ!) આપો એક સરસ મજાની, આર્ટિસ્ટિક ગિફ્ટ!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Haresh Vasani  - Mr   |2009-11-12 01:17:53
Tame je pan mahiti aapo chho te ghanij upayogi hoy chhe. bhavisya ma pan aavij mahiti aapta raho ane uttarottar pragati karo evi amari subhechchao

Haresh Vasani
hemalee   |2009-03-12 05:08:36
this is really worth knowing...thank you very muchh...ghanu navu navu interesting janva male chhe...thanks

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com