‘‘મને લાગે છે કે રોજેરોજ મારે જેટલી બાબતો સર્ચ કરવી હોય છે એમાંથી માંડ વીસેક ટકા જેટલું જ હું સર્ચ કરી શકું છું.''
આવું તમે કે હું કહીએ તો તો ઠીક, પણ આ શબ્દો છે ગૂગલના સર્ચ એન્જિન માટે નવ વર્ષ ને ત્રણ મહિનાથી કામ કરતા ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટના ! એમને લાગે છે કે રોજે રોજ, ક્ષણે ક્ષણે આપણને જાતભાતના સવાલો થાય છે અને મોટા ભાગે એ બધા જ સવાલોના જવાબો ઇન્ટરનેટ પર હાજર છે. સવાલ છે સર્ચ કરવાની સુવિધાનો. કેમ કે જ્યારે એ સવાલ મનમાં ગે ત્યારે આપણે કમ્પ્યૂટર સામે જ બેઠા હોઈએ એવું જરૂરી તો નથી જ!
તો, હવે એમના આ શબ્દોનો અર્થ આપણે શું કાઢવો? એ જ કે, ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ ગૂગલના સર્ચને હજી વધુ સુવિધાજનક, હજી વધુ એક્સેસિબલ અને હજી વધુ સ્માર્ટ બનાવવાની મથામણમાં છે!
આ તો એક વાત થઈ. બીજી એક જાણવા જેવી વાત એ છે કે તમારા નોકિયાના મોબાઇલ પર યાહૂ વનસર્ચને વધુ સહેલું અને વધુ અસરકારક બનાવવા માટે યાહૂ મોબાઇલની ટીમે વનસર્ચમાં કેટલાક મહત્ત્વના સુધારા-વધારા કર્યા છે. એ વિશે વધુ જાણવું હોય તો શું કરશો?
ત્રીજી એક વાત. તમારી પાસે કેમેરાફોન હોય (આજે કોની પાસે નથી હોતો?) અને એમાંથી ફોટોગ્રાફ ડાયરેક્ટ મેઇલ કરવાની સગવડ હોય (હમ્મ.. આ જરા અઘરી વાત થઈ!) તો હવે તમે તમારા ફોનથી સીધા જ પિકાસા પરના તમારા વેબઆલ્બમમાં ફોટોગ્રાફ મેઇલ કરી શકો છો.
હવે એક ભળતી જ વાત. સિંગુરમાં નેનોનો જે વિવાદ થયો એ વિશે આઇબીએનસેવનના રાજદીપ સરદેસાઇ અંગત રીતે (ઑફિશિય
લી નહીં) શું માને છે એ પણ હવે તમે જાણી શકો છો.
જો તમને પણ આ બધી વાતો જાણવામાં રસ હોય, બીજા લોકો પહેલાં આવી નવી નવી સુવિધાઓનો અખતરો કરી લેવાની ચળ હોય તો ખાસ તમારા માટે જ, મોટા ભાગની અગ્રણી નેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઝ તેના ઓફિશિયલ બ્લોગ ચલાવે છે. કંપનીના એન્જિનીયર્સ (કે આઇબીએનસેવન જેવા કિસ્સામાં તેના એડિટર્સ) તેમના અનુભવો, નવા પ્રોજેક્ટ, એમાં થતા અનુભવો, તરતમાં આવી રહેલી નવી સર્વિસ વગેરે વિશે કંપનીના ઓફિશિયલ બ્લોગ પર સતત લખતા રહે છે. જે, જો તમે વાંચો તો તમે પણ જાણી શકો ઇન્ટરનેટની આવતી કાલ, આજે !
ક્વિક-ક્લિક
લાર્જ હેડ્રોન કોલાઇડર પ્રોજેક્ટ વિશે વધુ જાણવા ઇચ્છો છો? કે સ્કૂલમાં વિદ્યાર્થીઓના આ વિશેના સવાલોના સાચા જવાબ આપવા ઇચ્છો છો? તો ક્વિક-ક્લિક કરો આ સાઇટ પર : http://www.lhc.ac.uk/
| Comments |
|





