આપણે અહીં મોટા ભાગે, રોજિંદા કામકાજમાં ઉપયોગી થાય એવી ઇન્ટરનેટની વિવિધ સર્વિસીઝ વિશે જાણકારી મેળવતા રહીએ છીએ, અને મોટા ભાગે, ઇન્ટરનેટનો ખાસ પરિચય ન ધરાવતા લોકોને વિશેષ ધ્યાનમાં રાખવામાં આવે છે.
આજે, જેમને ઇન્ટનેટ સાથે પ્રમાણમાં વધુ ઘરોબો છે એવા લોકો માટે થોડી ‘ઝલકિયાં'. આમાંથી વાચકોને વધુ ઉપયોગી લાગે એ સાઇટ/ સર્વિસ વિશે થોડું વધુ વિગતવાર લખવાના પ્રોમિસ સાથે...
એડ્રેસબુક, કેલેન્ડર, ટાસ્ક્ વગેરેને ઓનલાઇન અને અપટુડેટ રાખવાં છે? ટ્રાય કરો www.plaxo.comતમારા પરિચિત તેમની કોન્ટેક્ટ ડિટેઇલ બદલે તો તમારી એડ્રેસબુક આપોઆપ અપડેટ થઈ જશે!
ઓનલાઇન મિત્રો સાથે ચૅટ કે ઑડિયો-વીડિયો કોન્ફરન્સિંગ કરવામાં રસ છે? પહોંચો અહીં www.skype.com
ટાબરિયાંથી માંડીને આર્કિટેક્ટને ઉપયોગી થાય એવાં ૩-ડી મોડેલ્સ રમતરમતમાં બનાવતાં શીખવું છે? ગૂગલની આ ભેટ છે આપના માટે http://sketchup.google.com
તમારા વેબકૅમની મદદથી, ઇન્ટરનેટ પર તમારી પોતાની લાઇવ ચેનલ શરૂ કરવી છે કે બીજાની લાઇવ ચેનલ જોવી છે? તો ફંફોસી જુઓ યાહૂની આ સર્વિસ : http://live.yahoo.com
ફૂરસદના સમયે રમવા જેવી અને કામનો સમય બગાડે એવા જોખમવાળી રમતો રમવી છે? પહોંચો, સાઇટના દાવા મુજબ, ઓનલાઈન ગેમ્સની દુનિયાની સૌથી મોટી, પણ નામમાં મિની સાઇટ પર : www.miniclip.com
સેમિનારની જેમ વેબિનાર કરીને ટીમ મીટિંગ કે ટ્રેનિંગ કરવી છે? આ સર્વિસ ઉપયોગી છે http://vyew.com
ઇ-મેઇલમાં મોકલી ન શકાય એવી હેવી ફાઇલ્સ અપલોડ કરવા, સ્ટોર કરવા શેર કરવા માટે આ સાઇટ કામ લાગશે : www.gigasize.com/
તમે એક કરતાં વધુ કમ્પ્યૂટર પર કામ/ સર્ફિંગ કરો છો? તમારા રસની કે કામની બધી બાબતો અને લિંક્સ સાચવો એક ઓનલાઇન પેજ પર! ગૂગલનું આઇગૂગલ પેજ ટ્રાય કરો (http://www.google.com/ig) કે અહીં જાઓ : http://www.netvibes.com
અને છેલ્લે, વાચકમિત્ર જૈમિન કંસારાએ મોકલેલી આ ટીપ ટ્રાય કરો... www.google.co.in/moviesપર જાઓ, તમારા શહેરનું નામ એન્ટર કરો અને શહેરનાં કયા થિયેટરમાં કઈ ફિલ્મ ચાલે છે એ જાણી લો, ટાઇમિંગ સાથે!