ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝઇન્ટરનેટની બદલાતી તાસીરનું ઉદાહરણ

ઇન્ટરનેટની બદલાતી તાસીરનું ઉદાહરણ

 સાયબરસફર'માં આપણે મોટા ભાગે રોજબરોજના કામકાજમાં ઉપયોગી એવી સર્વિસીઝ કે સર્ફિંગમાં મદદરૂપ ટૂલ્સની વાત કરીએ છીએ. આજે થોડા સાઇડટ્રેક થઈને, ઇન્ટરનેટ પર અને એના થકી આપણી જિંદગીમાં કેવો બદલાવ આવી રહ્યો છે

 તેની વાત કરીએ. આ માટે ઉદાહરણરૂપ સાઇટ જોઈશું આ : www.indiaparenting.com/

ન્યૂયોર્કમાં સિટી બૅન્કમાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતાં નિરાલી સાંઘી ૧૯૯૫માં ભારત પાછાં ફર્યાં અને ૧૯૯૮માં, જ્યારે એ પોતે એક દીકરીનાં મમ્મી બન્યાં ત્યારે એમને એક આઇડિયા સૂઝ્યો. એમને થયું કે ન્યૂક્લિયર ફૅમિલીના આજના જમાનામાં, પહેલી વાર મમ્મી-પપ્પા બનતાં લોકોના મનમાં જે અનેક સવાલો અને મૂંઝવણો હોય એના જવાબ એ ક્યાં શોધવા જાય? આ વિચારમાંથી, ૧૯૯૯માં જન્મી પેરેન્ટિંગ - બાળઉછેર વિશે વિગતવાર માહિતી આપતી ભારતની પહેલી સાઇટ. ધીમે ધીમે સાઇટ પર પૂરાં ૫૦૦૦ પાનાં ભરીને માહિતી ઠલવાઈ.

ત્યારથી આજ સુધીમાં, આઠ-નવ વર્ષમાં આ સાઇટ ગજબની બદલાઈ છે. એવું તે શું છે આ સાઇટમાં? સૌથી પહેલાં તો એમાં ખરેખર નવાં-સવાં મમ્મી-પપ્પા માટે ભરપૂર માહિતી છે. ગર્ભાવસ્થા દરમિયાન લાભદાયી યોગા'થી માંડીને અનેક જાતનાં મેડિકલ કોમ્પ્લિેકશન્સનમાં માર્ગદર્શન પણ અહીં મળી રહે. ડિલિવરીની ડ્યુ ડેટ જાણવાનું કેલ્ક્યુલેટર પણ અહીં છે. બાળકના જન્મ પછી રાખવાની કાળજી, બાળકનાં ઢગલાબંધ નામનો ખજાનો વગેરે બધું પણ ખરું. પણ વાત માહિતીના ઢગલાથી પૂરી થતી નથી.

માહિતીના આ એકતરફી મારાને કારણે તો ટોટકોમ બબલ' ફૂટી ગયો હતો. ઇન્ટરનેટના શરૂઆતના સમયમાં, અનેક ડોટકોમ કંપની ફૂટી નીકળી હતી, પણ દરેકમાં એકતરફી માહિતીની ભરમાર હતી. લોકો વાંચી વાંચીને કેટલુંક વાંચે? લોકોને તો પોતાને કંઈક કરવા મળે, પોતે ફોટોગ્રાફ કે વીડિયો અપલોડ કરી શકે, કોઈના લખાણ પર કમેન્ટ કરી શકે, પોતે કોઈના સીધા સંપર્કમાં આવી શકે એવું બધું ઘણું ઘણું કરવા મળે તો કંઈક રસ પડે. આ છેલ્લા વાક્યમાં જે કંઈ લખ્યું છે તેની સવલત આપતો, ઇન્ટરનેટ-રીડરને ઇન્ટરનેટ-યુઝર કે કન્ટેન્ટ-ક્રિએટર બનાવી દેતો યુગ છેલ્લા થોડા સમયથી શરૂ થયો છે, જે વેબ ૨.૦ તરીકે ઓળખાય છે.

ઇન્ડિયાપેરેન્ટિંગ સાઇટે આ વેબ ૨.૦નો ભરપૂર ઉપયોગ કર્યો. હવે એ સાઇટ પર બાળકની રાહ જોતાં મમ્મી-પપ્પા', નવજાત બાળકનાં મમ્મી-પપ્પા, નર્સરીમાં જતા બાળકનાં મમ્મી-પપ્પા... વગેરે વગેરેની કમ્યૂનિટીઝ ભી કરવામાં આવી છે. દુનિયાભરનાં ભારતીય મમ્મી-પપ્પાઓનો સૌથી વિશાળ મેળો જામ્યો છે અહીં. સૌ એકમેકના સંપર્કમાં આવે, મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરે, નિષ્ણાતો પાસેથી જવાબ મેળવે. ત્યાં સુધી કે એકસરખા મહિનામાં ડ્યુડેટ ધરાવતી પ્રેગનન્ટ મહિલાઓ પોતાની જેમ જ બાળકની રાહ જોતી અન્ય સ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહે છે આ સાઇટ પર. જાતજાતની ઇન્ટરએક્ટિવ સ્પર્ધાઓ અને સવલતો પણ ખરી. બાળક થોડું મોટું થયા પછી તેને ભારતીય સંસ્કતિની સમજ આપતા વિભાગ અને રમતો પણ અહીં હાજર.

આ બધાને પરિણામે, આ સાઇટે બીબીસીની ટોપ ઇન્ડિયન વેબસાઇટ્સની યાદીમાં સ્થાન મેળવી લીધું છે અને આઇસીઆઇસીઆઇનું નાણાકીય પીઠબળ મેળવ્યું છે. ઇન્ટરનેટ પર કમાણીના શોર્ટકટ શોધતા લોકો માટે આ સાઇટ એક બોધપાઠ સમાન છે. ઇન્ટરનેટ સંતોષ અને કમાણી બંને આપે, પણ કંઈક જુદું વિચારવાની અને સખત મહેનત કરવાની તૈયારી હોય તો.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com