ધારો કે તમે એક મેગામૉલમાં ખરીદીએ નીકળ્યા છો. જુદી જુદી શેલ્ફ પર દાળ-કઠોળ, તેલ, શેવિંગ ક્રીમ, ટૂથપેસ્ટ વગેરે જોઈને શું શું લેવું તે નક્કી કરો છો, પણ સાથે ટ્રોલી કે બાસ્કેટ નથી. હવે હાથમાં કેટલુંક ઉપાડીને મૉલની બહાર નીકળી શકો?
આવી જ હાલત ઇન્ટરનેટ પર થતી હોય છે. તમે વેકેશનમાં ટુરનું પ્લાનિંગ કરી રહ્યા હો કે કોઈ સ્ટડી પેપર તૈયાર કરવા રીસર્ચ કરતા હો ત્યારે અનેક વેબસાઇટ પર જવાનું થાય. તેમાંથી ઘણી માહિતી ઉપયોગી લાગે. પણ નેટની બહાર નીકળો એટલે કોરાધાકોર! મગજ કેટલુંક યાદ રાખે? બધું કોપી કરી કમ્પ્યૂટરમાં નાખવામાં લાંબી પળોજણ.
આવે સમયે, ઉપયોગી થાય ઇન્ટરનેટ પરનાં વેબ રિસર્ચ ટૂલ્સ. યાહૂ, માઇક્રોસોફ્ટ અને અન્ય સાઇટ્સ પર આવાં ટૂલ ઉપલબ્ધ છે, કેટલાંક બ્રાઉઝર પણ આવી સેવા આપે છે, પણ આપણે વાત કરીશું આ બધામાં ટૉપ (એટલીસ્ટ, આ લખનારના મતે!) ગૂગલ નોટબુક વિશે. ટૉપ કેમ? સિમ્પલ, ગૂગલ નોટબુક સિમ્પલ છે ને ફ્રી છે!
ગૂગલ નોટબુકની મદદથી, તમે જુદી જુદી સાઇટ પર ઉપયોગી લાગેલું લખાણ એક સ્થળે એકઠું કરી, એક સાથે જોઈ શકો છો. ગૂગલ નોટબુક પર, તમારા ગૂગલ (કે જીમેઇલ)ના યુઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન કરો. પછી વેકેશન ટૂર કે સ્ટડી પેપર માટે જુદી જુદી સાઇટ પર ખાંખાંખોળાં ચાલુ કરો. જે લખાણ કે ઇમેજ ઉપયોગી લાગે તેને માઉસ કે કીબોર્ડની મદદથી કોપી કરી, નોટબુકના પેજ પર જઈ, ‘ન્યુ નોટ' ઓપન કરીને તેમાં પેસ્ટ કરી દો.
આમાં તકલીફ એક જ કે અનેક સાઇટ પરથી આ રીતે મેટર કોપી-પેસ્ટ કર્યા પછી, એ મેટર કઈ સાઇટ પરથી લીધું હતું એ જાણવું મુશ્કેલ બને છે. કમ્પ્યૂટરવાળી પળોજણ અહીં પણ છે.
આનો ઉપાય છે. ગૂગલ નોટબુક સાઇટ પરથી તમારા બ્રાઉઝર (ફાયરફોક્સ કે આઇઈ) માટેનું નાનકડુંબ્રાઉઝર એક્સટેન્શન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. બ્રાઉઝર રીસ્ટાર્ટ કરશો એટલે જમણી બાજુ, નીચે ‘ઓપન નોટબુક' દેખાશે, જે પહેલાં નહોતું.
હવે તમે કોઈ પણ સાઇટ પર ટેક્સ્ટ કે ઇમેજ સિલેક્ટ કરી માઉસનું જમણું બટન દબાવો. જે વિન્ડો ઓપન થાય તેમાં સૌથી નીચે ‘નોટ ધીસ (ગૂગલ નોટબુક) પર ક્લિક કરો. તમને જોઈતું લખાણ કે ઇમેજ, તેના મૂળ પેજનીલિંક સાથે તમારી નોટબુકમાં સેવ થઈ જશે!
એક જ સબ્જેક્ટ પર રિસર્ચ કરતા સ્ટુડન્ટને ગૂગલ નોટબુક કેટલી કામ લાગે એ વિચારી જુઓ!
કામની વાત લાગે છે? તો આજે જ ઓપન કરો ગૂગલ નોટબુક!
| Comments |
|
|
||||||||
|
||||||||
|
||||||||





