આ વખતે આપણે વાત ઇન્ટરનેટની નહીં પણ તમારા પોતાના કમ્પ્યુટરની કરવાની છે.જેમને કમ્પ્યુટર કે નેટ પર ગુજરાતીમાં કામ કરવું નથી (એવું ના ચાલે!) એ માફ કરે, કારણ કે આ વખતે વાત કરવી છે ગુજરાતીમાં કમ્પ્યૂટિંગની. ગુજરાતીમાં બ્લોગિંગ કરવા ઈચ્છતા દોસ્ત, ધ્યાનથી વાંચજો!
આપણા દેશમાં સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટિંગ માટે શ્રીલિપિ, ઇન્ડિકા, ભાષાભારતી, સી-ડેક વગેરેના સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ્સ ઉપરાંત, બીજા અનેક ફોન્ટનો ઉપયોગ થાય છે. આમાંના કોઈ પ્રોગ્રામ કે ફોન્ટ એકબીજા સાથે કમ્પેટિબલ નહીં. મતલબ કે, અંગ્રેજીમાં એરિયલ ફોન્ટમાં લખેલું લખાણ ટાઇમ્સ ન્યૂ રોમન ફોન્ટમાં સહેલાઈથી ફેરવી શકાય, ગુજરાતીમાં એવું ન થાય. થાય માત્ર ગૂંચવાડો. ઇન્ટરનેટને તો વળી આમાંના કોઈ પ્રોગ્રામ સાથે સીધી ઓળખાણ નહીં. એટલે જ તો સ્થાનિક ભાષામાં વેબસાઇટનો ફેલાવો બહુ ઓછો રહ્યો છે.
આમં ધરમૂળથી પરિવર્તન લાવે છે યુનિકોડ. એ શું છે? માથું ખંજવાળવું પડે એવી ટેકનોલોજીની વાત બાજુએ મૂકીએ તો સાદી વાત એટલી કે યુનિકોડથી સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટિંગ ગજબનું સહેલું થઈ ગયું છે, નામ પ્રમાણે એ યુનિફોમર્, બધે ચાલે ને નેટ પર તો દોડે એવા ફોન્ટ છે. બધા સરકારી વિભાગ માટે યુનિકોડનો ઉપયોગ ફરજિયાત કરવા જેવો છે. દિવ્ય ભાસ્કરની વેબસાઇટ પર આ જ ફોન્ટનો ઉપયોગ થયો છે.
મજાની વાત એ છે કે તમારા કમ્પ્યૂટરમાં વિન્ડોઝ એક્સપી હોય તો યુનિકોડ તેમાં સામેલ જ છે. કોઈ મોંઘા પ્રોગ્રામ કે પાઇરેટેડ સીડી શોધવાની જરૂર નથી. ફક્ત એકવાર એને એક્ટિવેટ કરવાની જરૂર રહે છે. એ માટે, તમારી પાસે વિન્ડોઝ એક્સપીની ઇન્સ્ટોલેશન સીડી હોવી જરૂરી છે. એ પછીનું કામ તમને સમજાવે છે ધવલભાઈ. જન્મ ને મનથી સુરતી, પણ હવે યુએસે વસતા ધવલભાઈએ સરળ ભાષામાં, સ્ક્રીનશોટ્સ સાથે તમારા કમ્પ્યૂટરમાં ગુજરાતી યુનિકોડ એક્ટિવેટ કરવાની રીત સમજાવી છે. ગણીને પાંચ મિનિટમાં તમે કમ્પ્યૂટરને ગુજરાતીમાં ‘કેમ છે?' પૂછતા થઈ જશો.
વરદાનરૂપ યુનિકોડની સૌથી મોટી ખામી એ છે કે એના ફોન્ટ પેજમેકર, કોરલડ્રો જેવા ડીટીપી પ્રોગ્રામમાં ચાલતા નથી. જોકે માત્ર માઇક્રોસોફ્ટ ઑફિસ સાથે નિસબત ધરાવતા લોકો માટે કોઈ નુક્સાન નથી. યુનિકોડના લખાણમાં સહેલાઈથી ફાઈન્ડ એન્ડ રીપ્લેસ પણ થઈ શકશે. લેખમાં વારંવાર આવતા કોઈ શબ્દની જોડણી બધે સુધારી શકો ચપટી વગાડતાં!
આ વાત થઈ તમારા કમ્પ્યૂટરમાં યુનિકોડ એક્ટિવેટ કરવાની. એ ન કરવું હોય તો, અમેરિકામાં વસતા વિશાલ મોણપરાએ ગુજરાતી (ઉપરાંત અન્ય ભાષામાં પણ) ટાઇપપેડ તૈયાર કર્યું છે, જેમાં અંગ્રેજીમાં gujarata લખો એટલે ગુજરાતીમાં ‘ગુજરાત' વાંચવા મળે! નેટ પર જ, એ ટાઇપપેડમાં ગુજરાતી લખો, કોપી કરો અને તમારું લખાણ ચાહો તો તમારા કમ્પ્યૂટરમાં લઈ જાવ અથવા તમારા બ્લોગ પર!નેટ પર આવાં બીજાં ટાઇપપેડ પણ મળશે. ગૂગલે પણ આવી સેવા શરૂ કરી છે.
યાદ રહે, શરૂઆતમાં મુશ્કેલ લાગશે, પણ અનેક લોકો - ગૃહિણીઓ સહિત - કીબોર્ડ પર આકરી મગજમારી કરીને પણ ઇન્ટરનેટ પર પોતાને અભિવ્યક્ત કરવાની ઈચ્છા પૂરી કરે છે. મુશ્કેલ કશું જ નથી!
Himanshu bhai,
Since you are encouraging senior citizen to learn Internet as a part of life, please provide the legitimate way to work from home on Internet to earn money as it is one of the necessity for th old people to meet their medical expenses. Thank you.
mane ghana divsothi vichar aavto hato k gujratima internet hoy to mara jeva gujrati ne kevu saral pade kharekhar bahuj upyogi che .have hu darek jat nu nolej melvu chy ghare betha thanks, kikani sir.
himansubhai - tame kharekhar matrubhashaa gujaraatee nij nahi amara jeva navu comp,. sikhta ni mate sarlta sahjataa karee
dhanyvaad ochhu pade pan jaruree chhe
maa gurjaree ane maa bhom na tame sachaa sevak upasak chho
jay ho
[size=medium][/size dear
sir
acha laga apky ye site dekh kar bahut khus huye hum apky ye matru bhasa ka gyan tej karne k liye app syor gurati hi ho kyo ki hume apny matru bhasa ka garv hona chaiye apko malum he hamare desh ki matrubhasa hindi he or english ka jan m kaise hua ye angrej log humary hindi ka toda kres kar ke english nam de diya.acha laga apky is site pahly bar dekha guj se apny vyaktitv dikha kar
jai shri krishna
oll staff in cybersafar