ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસાયબરસફરબ્લોગર બેઝિક્સબ્લોગિંગની મજા, ગુજરાતીમાં!

બ્લોગિંગની મજા, ગુજરાતીમાં!

સરસ મજાનાં, સ્મરણવનમાં ખોવાઈ ગયેલાં ગુજરાતી ગીતો વાંચવાં કે સાંભળવાં છે? નવોદિત કે સિદ્ધહસ્ત કવિઓના ભાવજગતમાં ડૂબકી લગાવવી છે?

ટૂચકાની મસ્તી કરવી છે? સાહિત્યજગતના ચૂંટેલા લેખો માણવા છે? જગતના ખૂણેખાંચરે વસેલા ગુજરાતીઓના મનમાં શું ચાલી રહ્યું છે એનો તાગ મેળવવો છે? કોઈ એક વિષય પર જુદા જુદા લોકો કલમ ચલાવી કવિતાઓ સર્જે તો કેવું ભાવવિશ્વ સર્જાય એનો જાતઅનુભવ કરવો છે? ગુજરાતી સારસ્વતોનો પરિચય મેળવવો છે? બાળગીતોની ધગામસ્તી કરવી છે? મનને ચીતરવાની મથામણ જોવી છે? હળવાથી ભારેખમ વિષયો પર અનરાધાર વરસેલા વિચારો અને પછી એના પર ચાલેલી ચર્ચાની રસપ્રદ નોંકઝોંક માણવી છે?

આ બધા પ્રશ્નોનો એક જ જવાબ છે - દિનપ્રતિદિન વધુ ને વધુ રસપ્રદ બનતા જતા ગુજરાતી બ્લોગજગતમાં આપનું સ્વાગત છે! ત્રણ-ચાર વર્ષ પહેલાં વેઢાં પણ નહીં, આંગળીથી ગણાય એટલા ગુજરાતી બ્લોગ હતા એમાંથી અત્યારે તો સરસ મજાની વિસ્તરી છે મનમાં ધરબાયેલી વાતોને નિખાલસતાથી જગત સમક્ષ મુકવાની આ પ્રવૃત્તિ. ગુજરાતીમાં બ્લોગિંગ વધતાં તેને લગતી વિવિધ સેવાઓ પણ પાંગરી છે.

આ બધી વાતો તો બીજાએ લખેલા ગુજરાતી બ્લોગ્સ માણવાની થઈ. તમારે પોતે ગુજરાતી બ્લોગ શરૂ કરવો હોય તો? એ પણ સહેલું છે અને એનું માર્ગદર્શન કરતા ગુજરાતી બ્લોગ પણ હાજર છે. વર્ડપ્રેસ કે બ્લોગર પર યુનિકોડ (સાદા શબ્દોમાં, ઇન્ટરનેટના જિનને સૌથી સહેલાઈથી સમજાય' એવા ફોન્ટ)માં ગુજરાતી બ્લોગ શરૂ કરવા બહુ સરળ છે. એ માટે ગુજરાતીમાં ટાઇપ કરતાં શીખવું પણ અનિવાર્ય નથી. તમે અંગ્રેજીમાં ટાઈપ કરીને ગુજરાતી લખી શકો એવા ટાઇપપેડ પણ હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

મજાની વાત એ છે કે ગુજરાતીમાં અત્યારે જેટલા બ્લોગ છે એમાંના મોટા ભાગના, ટેક્નોલોજીનો લગભગ કોઈ અનુભવ ન ધરાવતા લોકોએ નિજાનંદ અને પોતાની ભાષા પ્રત્યેના પ્રેમથી, અનેક અંતરાયો ઓળંગીને શરૂ કરેલા બ્લોગ છે. આમાં કમાણીનો પણ કોઈ હેતુ નહીં કેમ કે ગુજરાતી બ્લોગ્સમાંથી કમાણી થાય એ દિવસો તો હજી બહુ દૂર છે!

વધુ માહિતી માટે જુઓ સાયબરસફરનો ઇન્ટરનેટ અને ગુજરાતી વિભાગ.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
gopalbhai  - radhekrishna     |2012-10-29 04:09:53
hello himansu kikani happy diwali
i am a studen gopalbhai
from:- upleta
std: mca
siddhi  - BLOGING   |2010-05-12 01:51:16
good ,u may connect the article with related link i.e. in the article if u put the link on the word ઇન્ટરનેટ અને ગુજરાતી વિભાગ, it be more easy and useful ...

congrats for site, after reading ur articles in DB, at the time of recalling i always seek for this type of site
minakshivyas  - web jagat     |2010-04-02 04:45:18
hi, this is very use ful for me .. thnks
DHOLARIYA RAHUL  - to learn make blog     |2010-02-20 08:10:01
I learn to make blog from post.
I thank for Himansubhai Kikani for making this useful website for gujarat.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સાયબરસફરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com