ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝમેલી લાગે તોય ડૂબકી મારવા જેવી જ્ઞાનગંગા

મેલી લાગે તોય ડૂબકી મારવા જેવી જ્ઞાનગંગા

સાયબર જગતની સફરે નીકળો અને વિકિપીડિઆ' તમારી નજરમાં ન આવે, એ તો ચારધામની યાત્રાએ નીકળ્યા હોઈએ અને ક્યાંય ગંગા નજરે ન ચઢે એના જેવી વાત થઈ.

ઇન્ટરનેટની દુનિયામાં, સંદર્ભમાહિતીનો અત્યારનો સૌથી લોકપ્રિય અને સૌથી ઝડપથી વિકસતો કોઈ સ્રોત હોય તો તે છે આ વિકિપીડિઆ.

મોબાઇલની નવી ૩-જી ટેક્નોલોજી વિશે વિગતવાર જાણવું છે? ક્લાયન્ટને મળતાં પહેલાં એમના બિઝનેસની બારીક માહિતી જોઈએ છે? ફિઝિક્સની કોઈ થિયરી વિશે ટીચર કરતાં વધુ માહિતી મેળવી લેવી છે? તો પહોંચી જાઓ વિકિપીડિઆ પર.

જાતભાતના વિષયની માહિતી તમારી સામે મૂકી દેતા એન્સાયક્લોપીડિઆ એટલે કે જ્ઞાનકોષ પહેલાં દળદાર ગ્રંથ તરીકે પ્રકાશિત થતા અને માત્ર વિદ્વાનો અને શ્રીમંતોની આલમારીઓમાં જ જોવા મળતા. વિકિપીડિઆએ એનું સ્વરૂપ જ ધરમૂળથી બદલી નાખ્યું અને હવે ઇન્ટરનેટનું કનેક્શન ધરાવતી કોઈ પણ વ્યક્તિ એને જોઈતી માહિતી મેળવી શકે છે, એટલું જ નહીં, એ ધારે તે લેખ એમાં ઉમેરી શકે છે કે કોઈ લેખ એડિટ કરી શકે છે! ઈચ્છા પડે તો આ લેખ વાંચવાનો પડતો મૂકીને તમે પોતે પણ વિકિપીડિઆમાં લેખ લખવા કે એડિટ કરવા પહોંચી જઈ શકો છો!

વર્ષ ૨૦૦૧માં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૭૫,૦૦૦થી વધુ એક્ટિવ ક્ન્ટ્રીબ્યુટર્સે, ૨૫૦થી વધુ ભાષામાં, ૯૦ લાખથી વધુ લેખ વિકિપીડિઆ પર તરતા મૂકી દીધા છે. અત્યારે માત્ર અંગ્રેજીમાં લખાયેલા લેખની સંખ્યા ૨૨ લાખ છે (ગુજરાતીમાં પણ ૪૦૬ લેખ છે).

દરરોજ અસંખ્ય લોકો, અસંખ્ય લેખોમાં સતત પરિવર્તન કરતા રહે છે અને એ રીતે, વિકિપીડિઆને વિશ્વનો સૌથી તાજી માહિતી ધરાવતો જ્ઞાનકોષ બનાવતા રહે છે. એના ઘણા નવા પ્રોજેક્ટ્સ પણ ડેવલપ થઈ રહ્યા છે. વિકિપિડીઆનું બ્યૂગલ એવું વાગ્યું છે કે ગૂગલે પણ વિકિપિડીઆ હોસ્ટ કરવાની લાંબા સમયથી તૈયારી બતાવી છે (ગૂગલે થોડા સમય પહેલાં નોલ' નામે આવો જ એક પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે).

જોકે કોઈ પણ એડિટ કરી શકે એવા વિકિપીડિઆની માહિતીની ચોક્સાઈ વિશે સવાલો ઠે છે. વિકિપિડીઆ ઘણી વાર કોઈ મુદ્દે ગરમાગરમ અને ઘણાને બેહૂદી લાગે એવી ચર્ચા કરવાનો ઓટલો પણ બની જાય છે. વિકિપિડિઆનો વિરોધ કરતા લોકોનું પ્રમાણ પણ બહુ મોટું છે. સામે પક્ષે, વિકિપિડિઆ તરફથી માહિતીને વધુ ને વધુ અધિકૃત બનાવવાના પ્રયાસો પણ થતા રહે છે. એક રીતે જોઈએ તો, વિશ્વમાં માહિતીનો કોઈ સ્રોત સંપૂર્ણપણે અધિકૃત હોતો નથી, ત્યારે એક સાથે અસંખ્ય લોકોની નજરતળે રહેતા લેખોમાંથી તમે તમારા ખપ પૂરતી આચમની તો બેધડક લઈ શકો, સિવાય કે તમારે એ વિષયમાં પીએચ.ડી. થવું હોય!

ઇન્ટરનેટને માહિતીનો અગાધ દરિયો કેમ કહે છે એ સમજવા પણ તમારે વિકિપીડિઆની મુલાકાત લેવી રહી.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
vikram parmar  - best site     |2009-04-29 05:57:44
you are a very good web site

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com