ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસાયબરસફર સ્માર્ટ વર્કિંગફાયરફોક્સની જાણી-અજાણી ખૂબીઓ

ફાયરફોક્સની જાણી-અજાણી ખૂબીઓ

તમારું ફેવરિટ વેબ બ્રાઉઝર કયું? જવાબ ફાયરફોક્સ મોઝિલા હોવાની શક્યતા ઘણી છે, કેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરને ફાયરફોક્સે જેટલી જોરદાર લડત આપીને મેદાન માર્યું હતું, એટલી જ જોરદાર લડત ગૂગલ ક્રોમે ફાયરફોક્સને આપી છે અને અત્યારે ક્રોમ ટોચ પર હોવાનું કહેવાય છે.

પરંતુ સાયબરસફરની વેબસાઇટ પર કરેલા એક નાનકડા સર્વેક્ષણમાં (એટલીસ્ટ, આ કોલમના વાચકોમાં) હજી પણ ફાયરફોક્સ સૌની પહેલી પસંદ છે (હમણાં એક વાચકમિત્રે પાયાનો સવાલ પૂછ્યો હતો, જે કદાચ તમારા મનમાં પણ રમતો હોય - આપણા કમ્પ્યુટરમાં એકથી વધુ બ્રાઉઝર રાખી શકાય? બિલકુલ રાખી શકાય, દરેક બ્રાઉઝરની કોઈ ને કોઈ ચોક્કસ ખૂબી છે, જેનો લાભ તમે ઇચ્છો તે રીતે લઈ શકો છો).

 

તો વાત આપણે ફાયરફોક્સની કરતા હતા. તમે વર્ષોથી ફાયરફોક્સનો ઉપયોગ કરતા હશો તો પણ, શક્ય છે કે આજે એના વિશે કંઈક નવું જાણશો!

  • ફાયરફોક્સમાં ડ્રેગ એન્ડ ડ્રોપનો તમે જુદી જુદી ઘણી રીતે લાભ લઈ શકો છો. કોઈ પણ સાઇટના ફેવિકોન (એટલે કે ટેબમાં સાઇટના નામ સાથે દેખાતી નાનકડી ઇમેજ)ને માઉસથી ડ્રેગ કરીને ફાયરફોક્સના હોમ આઇકન પર ડ્રોપ કરશો તો એ સાઇટ તમારા હોમપેજ તરીકે સેટ થઈ જશે.
  • તમે કોઈ વેબસાઇટ પર કોઈ પેજ વાંચતા હો ત્યારે કોઈ ઇન્ટરેસ્ટિંગ હાયપર લિંક દેખાય, જેને તમે નવી ટેબમાં ઓપન કરવા ઇચ્છતા હો તો તેને માઉસથી ડ્રેગ કરી ટેબબારમાં ન્યૂ ટેબના આઇકન પર ડ્રોપ કરો. તમે અગાઉના પેજ પર જ રહેશો અને એ લિંક બેકગ્રાઉન્ડમાં નવા ટેબમાં ખૂલવા લાગશે. આ જ કામ તમે માઉસના વચ્ચેના બટનથી પણ કરી શકો છો.
  • વેબપેજ વાંચતી વખતે, ટેક્સ્ટમાંના કોઈ શબ્દ વિશે વધુ સર્ચ કરવા જેવું લાગ્યું? તો એ શબ્દને માઉસથી સિલેક્ટ કરો અને ટોચ પરના એડ્રેસબારની બાજુમાં રહેલા સર્ચબારમાં ડ્રોપ કરો, અલબત્ત, આ કેસમાં તમારા મૂળ પેજના સ્થાને સર્ચ પેજ ઓપન થઈ જશે, એ વર્ડને સીધો એડ્રેસબારમાં લઈ જઈને એન્ટર પ્રેસ કરશો તો પણ આ જ કામ થશે. (ફાયરફોક્સના સર્ચબારમાં તમે ગૂગલ સિવાય બીજું કોઈ સર્ચ એન્જિન પણ સેટ કરી શકો છો).
  • ફાયરફોક્સમાં નવી ટેબ કે નવી વિન્ડો ખોલવા માટેના શોર્ટકટ તો તમે જાણતા જ હશો, કેટલાક નવા શોર્ટકટ પણ જાણી લો. ફાયરફોક્સના એડ્રેસબારમાં તમે માત્ર cybersafar લખી કંટ્રોલ પ્રેસ કરશો તો તમારા ડિફોલ્ટ સર્ચ એન્જિનમાં સાયબરસફરની સર્ચનાં રીઝલ્ટ જાણવા મળશે. પણ cybersafar લખી, Ctrl + Enter પ્રેસ કરશો તો તેની આજુબાજુ www. અને .com પણ ઉમેરાઈ જશે અને સીધી સાયબરસફરની વેબસાઇટ ખૂલશે! (તમે વારંવાર જે સાઇટની મુલાકાત લેતા હશો તેનું આખું અડ્રેસ પણ, તમારી હિસ્ટ્રી અનુસાર આપોઆપ લખાશે.)
  • Ctrl + +/- કરવાથી સાઇટ પરના ફોન્ટ નાનામોટા કરી શકાશે.
  • Alt + Enter પ્રેસ કરીને તમે કરન્ટ ટેબની ડુપ્લિકેટ ઓપન કરી શકો છો.
  • માઉસના સ્ક્રોલબટનની મદદથી તમે પેજ અપ કે ડાઉન કરી શકો છો, પણ એ એકદમ ફાસ્ટ થતું લાગતું હોય તો ઓલ્ટર સાથે સ્ક્રોલબટનનો ઉપયોગ કરો, પેજ એકદમ ધીમે ધીમે ઉપરનીચે થશે.
  • કોઈ પણ વેબપેજ વાંચતી વખતે ફક્ત સ્પેસબાર પ્રેસ કરીને તમે પેજ ડાઉન કરી શકો છો કે શિફ્ટ સાથે સ્પેરબાર પ્રેસ કરીને પેજ અપ કરી શકો છો.
  • ફાયરફોક્સની વધુ એક ખાસિયત છે તેના બુકમાર્ક. તમે વારંવાર જે સાઇટની મુલાકાત લેતા હો તેને બુકમાર્ક કરી શકો છો અને ઘણી સારી રીતે મેનેજ કરી શકો, ઉપરાંત, તમે તમારા બુકમાર્ક માટે કીવર્ડ પણ સેટ કરી શકો છો, જેથી ભવિષ્યમાં એ નાનોઅમથો કીવર્ડ ટાઇપ કરીને તમે તમારું જોઈતું પેજ ઓપન કરી શકો છો. બુકમાર્ક માટે કીવર્ડ સેટ કરવા માટે બુકમાર્કના મેનુમાં જઈ, જે તે બુકમાર્ક પર રાઇટ ક્લિક કરતાં તેની પ્રોપર્ટીઝ ઓપન થશે, તેમાં કીવર્ડ સેટ કરવાનો વિકલ્પ જોવા મળશે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com