ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસાયબરસફરઅરાઉન્ડ ધ વેબબીએસએનએલનું ટેબલેટ ખરીદવું છે?

બીએસએનએલનું ટેબલેટ ખરીદવું છે?

તમે ‘ઓમાયગોડ’ ફિલ્મ જોઈ? જોઈ હશે તો તમે પોતે ફિલ્મને વખાણીને નિસાસા નાખ્યા હશે અથવા બીજાને ફિલ્મના સંદર્ભે એવું કંઈક કહેતા સાંભળ્યા હશે કે ‘આપણા દેશમાં ધર્મને નામે ધતિંગ ચાલતાં જ રહેવાનાં.’ યસ, આ કંઈ નવરંગ પૂર્તિની કોલમ નથી એટલે કટ ટુ ટેક્નોલોજીની વાત. તમે જો બીએસએનએલ કંપનીએ પેલા આકાશની સ્પર્ધામાં ઉતરે એટલા ભાવે ટેબલેટ લોન્ચ કર્યાં એવા સમાચાર વાંચીને ભોળાભાવે નેટ પર એના વિશે સર્ચ કરવા મથ્યા હશો તો પેલી ફિલ્મની જેમ જ નિસાસા નાખ્યા હશે કે ‘આપણા દેશમાં ટેક્નોલોજીને નામે આવા ગરબડગોટાળા ચાલતા જ રહેવાના!’

કેમ? ફટાફટ જાણવાની કોશિશ કરીએ.

તમે દેખીતી રીતે ‘બીએસએનએલ ટેબલેટ’ લખીને ગૂગલિંગ કરવાની કોશિશ કરશો એટલે લિસ્ટમાં પહેલું જ નામ http://bsnltablet.in વેબસાઇટનું દેખાશે. આપણે ‘બીએસએનએલવાળા સુધરી ગયા, પોતાની નવી પ્રોડક્ટની આખી અલગ વેબસાઇટ પણ બનાવી નાખી!’ એવું વિચારી, ખુશ થતા થતા વેબસાઇટમાં ઝંપલાવીએ તો વેબસાઇટની નીટ એન્ડ ક્લીન ડિઝાઇન જોઈને અંજાઈ જઈએ. અનુભવી હોઈએ તો આટલામાં જ સમજી જઈએ કે આ સાઇટ બીએસએનએલની હોય નહીં, પણ જો ન સમજીએ અને વિગતોમાં ઊંડા ઊતરીએ તો ત્યારે છેક ખ્યાલ આવે કે આ ઓફિશિયલ સાઇટ નથી, આ તો બરાબર પેલા આકાશની જેમ જ, તક અને લોકોની સસ્તા ટેબલેટની અપેક્ષાનો લાભ લઈ લેવા માટે બનાવવામાં આવેલી સાઇટ છે. સાઇટ પર વિગતો પ્રમાણમાં ઘણી સારી રીતે આપવામાં આવી છે, પરંતુ આ ઓફિશિયલ સાઇટ નથી (બીએસએનએલ સાથે ટાઇઅપ ધરાવતી, ટેબલેટ બનાવતી મૂળ કંપનીના અધિકારીઓએ આ સાઇટ સામે કાયદેસરનાં પગલાં લેવાની વાતો પણ શરૂ કરી છે). આવી જ બીજી એક અનઓફિશિયલ સાઇટ છે http://www.bsnl-tab.com/ (આ લેખનું શીર્ષક વાંચીને છેતરાયા, એમ નેટ પર ન છેતરાશો!)

હવે? તમે આ સાઇટ પરથી જ બીએસએનએલની સાઇટ પર જવાનો પ્રયાસ કરશો કે જુદા કોઈ કીવર્ડથી હકીકત જાણવાનો પ્રયાસ કરશો તો બીએસએનએલનાં નવાં ટેબ્લેટ્સનાં ફીચર્સ સમજાવતી,  તેને આકાશ સાથે સરખાવતી કે ટેબલેટનો રીવ્યૂ કરતી ઘણી બધી સાઇટ્સ મળશે, પણ આ ટેબલેટ ખરીદવા શું કરવું એની વિગતો શોધતાં નાકે દમ આવશે.

થોડી વધી ખણખોદ કરશો તો વધુ ગૂંચવાશો, કેમ કે તો ખબર પડશે કે બીએસએનએલ કંપનીએ નોઇડાની પેન્ટેલ (http://www.pantel.in) અને મુંબઈની વિશટેલ (http://www.wishtel.com) એમ બે કંપની સાથે ટાઇ-અપ કરીને ટેબલેટનાં અલગ અલગ મોડેલ લોન્ચ કર્યાં છે. પેન્ટેલ કંપનીની સાઇટ પર જુદાં જુદાં ઘણાં ટેબલેટનાં મોડેલ્સ બતાવ્યાં છે, દરેકની કિંમતો, ફીચર્સ વગેરે વિગતવાર આપ્યું છે. પસંદ પડે તો ખરીદવા માટે પ્રી-બુક બટન પર ક્લિક કરશો તો ત્યાં મોડેલ સિલેક્શન સહિત તમારી બધી વિગતો પૂછવામાં આવશે, પણ તમે પસંદ કરેલ મોડેલના રૂપિયા કેટલા ચૂકવવાના, એ સ્પષ્ટતા અહીં મળતી નથી. જો તમે બીજી કોઈ ભળતી સાઇટ પરથી ઓર્ડરફોર્મની લિંક પર ક્લિક કરીને આ ઓફિશિયલ સાઇટ પર પહોંચ્યા હશો તો લાલ અક્ષરે લખેલો મેસેજ વાંચશો કે જબરજસ્ત રીસ્પોન્સ મળ્યા પછી પ્રી-બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. બીએસએનએલ સાથેના ટાઇઅપવાળા આ મોડેલનો નંબર, કંપનીના પ્રોડક્ટલિસ્ટમાં ક્યાંય જોવા મળતો નથી.

આપણે તો હજી એવા સમાચાર વાંચીએ છીએ કે બીએસએનએલે ટેબલેટ લોન્ચ કર્યાં, ત્યાં નેટ પર એક વિશ્વાસ મૂકી શકાય એવા અખબારની સાઇટ પર, બીએસએનએલના ચેન્નઈના અધિકારીઓને ટાંકીને આપેલા એવા સમાચાર વાંચવા મળે છે કે પેન્ટા ટેબલેટનું ધાર્યું વેચાણ ન થતાં નિરાશ થઈને બીએસએનએલ કંપની ટેરાકોમ અને ફાઇટેક નામના બે નવા વેન્ડર શોધ્યા છે!

બીજી કંપની, વિશટેલની સાઇટ પર જતાં, ફરી, સાઇટ ઇમ્પ્રેસિવ લાગશે પણ આખી સાઇટ કંપની વિશે કોઈ વાત કરવાને બદલે માત્ર બીએસએનએલ સાથેના ટાઇઅપવાળા ‘આઇરા’ બ્રાન્ડના ટેબલેટની જ વાત કરે છે. અહીં બીએસએનએલના ટાઇઅપવાળા મોડેલના પેજ પર જઈને તમે ‘બાય ધ પ્રોડક્ટ નાઉ’ના બટન પર ક્લિક કરવાનો પ્રયાસ કરશો તો નિષ્ફળ જશો. બીજાં મોડેલ્સ પર આ લિંક ચાલુ છે, જેના પર ક્લિક કરતાં ઇ-સ્ટોરમાં ઓર્ડર ફોર્મ ખૂલે છે, જેમાં તમારી બધી વિગતો અને પેમેન્ટ કેમ કરશો એ જણાવવાનું કહેવામાં આવે છે, પણ જે તે મોડેલની કિંમત કેટલી છે એની કોઈ સ્પષ્ટતા નથી.

હાઇટ તો એ છે કે મૂળ બીએસએનએલની ઓફિશિયલ સાઇટ પર એક ખૂણામાં ફક્ત પ્રેસ રીલીઝ સ્વરૂપે આ સમાચાર આપવામાં આવ્યા છે.

આજે ભારતના અસંખ્ય લોકો કમરતોડ મોંઘવારીમાં પણ પોતાનાં સંતાનોને અભ્યાસમાં કામ લાગશે એવી આશાએ તેમને પરવડે તેવું ટેબલેટ ખરીદવાની લ્હાયમાં છે, ત્યારે આવી અવ્યવસ્થા, આટલી અરાજકતા કેમ? કે પછી, આપણા દેશમાં આવું જ ચાલતું રહેવાનું?

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Vijay Kalasariya  - BSNL- Pentel tablet   |2012-10-16 02:17:29
Dear Himanshubhai,
I am using the BSNL-Pentel tablet basic model since last 04 months. I have pre-booked it from pentel website. They have sent me the tablet as per their offer plus free BSNL sim card also.
My review for tablet is OK, because within price of Rs.3000 we should not expect "space" technology.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

અરાઉન્ડ ધ વેબમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com