ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમઆદાન-પ્રદાન સ્કૂલ જંક્શનઅમારી શાળા શ્રી કરદેજ કન્યાશાળા...

અમારી શાળા શ્રી કરદેજ કન્યાશાળા...

અમારી શાળા શ્રી કરદેજ કન્યાશાળા, તા-જી-ભાવનગર એક નવીન પ્રકારની શાળા છે. ખૂબ જ પછાત અને ખરાબ વૈચારિક વાતાવરણ વચ્ચે સફળતાનો પર્યાય બની છે. બાળકોના વાલીઓમાં મોટા ભાગે અભણ અને વ્યસની છે.  તેમ છતાં અમારા શિક્ષકગણના અથાગ પ્રયત્નથી શાળાનું વાતાવરણ નંદનવન બન્યું છે.

 સૌથી ગર્વ લેવા જેવી અને માન્યમાં નાઆવે એવી (અને કદાચ ગુજરાતમાં આવી બીજીશાળા જોવા પણ ના મળે એવી)વાત એ કે આવા અગવડભર્યા વાતાવરણની વચ્ચે અમારી શાળાની  ધો. ૬ થી ૮  ઢીંગલીઓ અંગ્રેજીમાં વાત કરે છે!

શાળામાં અંગ્રેજીના ક્લાસ અંગ્રેજીમાં જ લેવાય છે. સૂચના અને વાર્તા અંગ્રેજી માં જ. કોઈ યુનિટનું ભાષાંતર કરવામાં નથી આવતું. દર અઠવાડિયે એક વાર પ્રાર્થના વારો અંગ્રેજીમાં જ, જેમાં સંચાલન અંગ્રેજીમાં. એક્શન સોંગ પણ અંગ્રેજી. સુવિચાર પણ. દરરોજ અંગ્રેજી  પ્રેયર (રોજ અલગ અલગ ). અંગ્રેજી શિક્ષક સાથે પણ વાતચીત અંગ્રેજીમાં. અંગ્રેજી શિક્ષક સાથે એક પણ શબ્દ ગુજરાતી બોલવાની પાબંધી છે.  

અમારી શાળાનું આ વાતાવરણ અમારા સમગ્ર જીલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. અમારા કેળવણી નીરિક્ષકશ્રી બી.આર.સી. કો-ઓર્ડીનેટર વગેરે દ્વારા અમારું સન્માન થયું છે. શાળા તપાસમાં અધિકારીઓ અમારી શાળાનું ઉદાહરણ આપે છે એ ખરેખર ખુશીની વાત છે.

અહી વાત અંગ્રેજી વાતાવરણ  હાઈલાઈટ કરવાની નથી પણ અતિ પછાત વિસ્તારમાં સરકારી ગુજરાતી મીડીયમ શાળામાં કે જ્યાં અંગ્રેજી એક ભૂત હતું . જેના શાપથી આખું ગામ ડરતું હોય,વાલીઓને કલમનો "ક" સમજાવતા બેએક ભવ લાગે (જો વળી પીધેલા ના હોય તો) એવા વાતાવરણમાં અમારી શાળા સંસ્કારનો પર્યાય બની છે.

અમારી શાળામાં પ્રાર્થના સમયે જીવન કૌશલ્ય શીખવવાનું,મેઘાણી,કવિ કાગ,કવિ દાદ,દાન અલગારીના જીવનકવન ને વાગોળીને "સૌરાષ્ટ્રની રસધાર"ના પ્રસંગો અને  લોકસાહિત્યની વાત સાથે શિક્ષણ કાર્ય થાય છે. પ્રાર્થનામાં ક્લાસિક ગીત અને લોકગીત જ રજુ કરવાની અમે "આડોડાઈ" કરીએ છીએ. મીનામંચ યોજના અંતર્ગત ભરતકામ,ગૂંથણ,સીવણકામ,માટીકામ,ડીશ શણગાર,ચિત્ર કામ, સંગીત વાદ્ય વાદન વગેરે જેવી જીવન કૌશલ્ય વર્ધક પ્રવૃત્તિ અમારી વિશેષતા છે.

નાનામાં નાના ટોપિકનું માગદર્શન મેળવવા અમે ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. શાળામાં ૧૪ કોમ્પ્યુટર છે એનો ભરપૂર ઉપયોગ થાય છે. મોટા ભાગની છોકરીઓને ઈન્ટરનેટ ફાવે છે (જાતે ફોનમાંથી નેટ કનેક્ટ કરે છે અને જાતે માહિતી શોધી લે છે).

અમારી શાળાના અંગ્રેજી શિક્ષકે ભાવનગર જીલ્લાની શાળાનો સૌ પ્રથમ  બ્લોગ બનાવીને શિક્ષણને વધુ સરળતા બક્ષી છે. આ બ્લોગ બનાવીને અમે જીલ્લાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે (ભાવનગરમાં બ્લોગનું ચલણ ખૂબ જ ઓછું છે) અને આ બ્લોગથી સમગ્ર જીલ્લા શિક્ષણ અને શાળાઓ દ્વારા  અભિનંદનના હકદાર બન્યા છીએ!

ઉપરની તમામ વાતની ખાતરી કરવા અમારી શાળા ના દ્વાર હર-હંમેશ ખૂલ્લાં છે.. બધાં કામ પડતાં મૂકીને એક વાર ખાસ કરદેજ શાળાની –ભાવનગરની મુલાકાતે આવો!

અમારી શાળા વિષે વધુ અને બધું જાણવા માટે 

www.kardejkanyashala.blogspot.in પર ક્લિક કરો.

વધુ માહિતી માટે શાળાના અંગ્રેજી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણ

(મો-૯૯૨૪૮ ૮૮૬૮૮)નો સંપર્ક સાધવા વિનંતી.

કરદેજ પ્રાથમિક કન્યાશાળા, તા-જી-ભાવનગર -૩૬૪૦૬૦

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Himanshu  - Greetings   |2012-09-27 00:19:31
You have proved "aakhir padhega India tab hi to badhega India"

We have proud to have such a great teachers.

God bless you,
Keep it up........
રોહિત ચૌહાણ  - આભાર દર્શન     |2012-07-19 01:40:41
નમસ્કાર.....

શિક્ષણમાં આટલો ઉમદા અને નિસ્વાર્થ રસ દાખવવા અને શિક્ષણ જગત ને એક તાંતણે બાંધવાનો અને અમારી કદર કરવા માટે આપનો ખુબ ખુબ આભાર સાથે સાઈબર સફર ને શુભકામના ....કરદેજ કન્યાશાળા પરિવાર

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com