ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝસ્કેચઅપ : વિચારને આપો આકાર

સ્કેચઅપ : વિચારને આપો આકાર

તમે એન્જિનીયરિંગનો અભ્યાસ કરતા હો કે તમને એમાં રસ હોય (બંનેમાં તફાવત છે અને બંને એક સાથે હોય તો તો તમે નસીબદાર!) તો આજની માહિતી તમને ચોક્કસ કામ લાગશે.

એન્જિનીયરિંગ વિજ્ઞાનનો આધાર લઈને વિચારને આકાર આપવાની કળા છે. મજાની વાત એ છે કે વિજ્ઞાનનો આ આધાર દિવસે દિવસે વધુ ને વધુ મજબૂત બનતો જાય છે. તમે જો છેલ્લાં થોડાં વર્ષથી પોતાનું ઘર કે ઓફિસ ખરીદવાની વેતરણમાં હો અને કેટકેટલીય સ્કીમ્સનાં બ્રોશર્સ એકઠાં કર્યાં હોય તો એમાં એક વાત પેલી કહેવતની જેમ ખરેખર ઊડીને આંખે વળગે એવી એ હોય છે કે આ દરેક બ્રોશરમાં, સ્કીમનો હજી પાયો પણ ખોદાયો ન હોય ત્યાં આપણું ભાવિ ઘર કે ઓફિસ કે આખો પ્રોજેક્ટ કેવો આકાર લેશે તેનો આબેહૂબ ચિતાર 3-ડી મોડેલ્સ સ્વરૂપે રજુ થયો હોય છે. આર્કિટેક્ટની કલ્પનાનું આવું સુંદર અને લગભગ વાસ્તવિક ચિત્રણ કેવી રીતે થતું હશે એવો વિચાર ઝબકી જતો હોય અને ક્યારેક ભલે કાચુંપાતળું એવું 3-ડી મોડેલ બનાવવાની ઇચ્છા પણ થતી હોય તો તમારે માટે કામની સર્વિસ છે સ્કેચઅપ (http://sketchup.google.com).

3-ડી મોડેલિંગ સરળ બનાવી આપતું આ સોફ્ટવેર આર્કિટેક્ચર, સિવિલ અને મિકેનિકલ એન્જિનીયરિંગ તેમ જ ફિલ્મ અને વીડિયો ગેમ ડિઝાઇનિંગમાં પણ કામ આવે છે. ઓગસ્ટ 2000માં આ સોફ્ટવેરની પહેલવહેલી રજૂઆત થઈ ત્યારે તેની ટેગલાઇન ‘3ડી ફોર એવરીવન’હતી અને ત્યારે આ 3ડી કન્ટેન્ટ ક્રિયેશન ટૂલ બનાવનારા મતે આ એક એવું સોફ્ટવેર હતું જે સામાન્ય લોકોને પણ વાપરવામાં તદ્દન સરળ અને મજા પડે એવું તો ખરું જ, સાથોસાથ પ્રોફેશનલ્સ માટે પણ પેન અને પેપર સાથે કામ કરવા જેટલી સહેલાઈથી તેઓ ઇચ્છે તેવાં મોડેલ્સ બનાવવાની સગવડ આપતું હતું. 2006માં ગૂગલે આ સોફ્ટવેર બનાવતી કંપની અને તેની આખી ટીમને ગૂગલમાં સમાવી લીધાં.

સ્કેચઅપ ફ્રી અને પ્રો એમ બે પ્રકારના વર્ઝનમાં ઉપલબ્ધ છે. પ્રોફેશનલ વર્ઝનમાં સ્વાભાવિક રીતે થોડી વધુ ખૂબીઓ છે, પણ ફ્રી વર્ઝન પણ મોડેલ્સ બનાવનારાને મજા પડી જાય એવું છે. આ સોફ્ટવેર વાસ્તવમાં શાળાએ જતા વિદ્યાર્થીથી માંડીને મોટાં બિલ્ડિંગ્સ ડિઝાઈન કરતા આર્કિટેક્ટ સુધીના સૌ કોઈને કામ લાગે તેવું અને આ રેન્જમાં આવતા સૌ કોઈ તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવું છે. તમે ધારો તો તમારા ઘરના ડ્રોઇંગરૂમમાં મૂકવાનું ટીવી શોકેસ પણ તેમાં ડિઝાઈન કરી શકો છો અને પછી મિસ્ત્રીને બરાબર કામે લગાડી શકો છો!

આ પ્રોગ્રામની મજા એ છે કે તેને ડાઉનલોડ કર્યા પછી તમે તેનો ઉપયોગ શરૂ કરશો તેમ તેમ લાગશે કે તમે જે રીતે વિચારો છો અને જેવા પ્રકારની સુવિધા સોફ્ટવેર પાસેથી ઇચ્છો છો એ ખબર નહીં કેમ પણ આ સોફ્ટવેર બરાબર જાણે છે! એક સાવ સાદું ઉદાહરણ લઈએ તો, તમે ડ્રોઇંગરૂમનું ટીવી શોકેસ ડિઝાઇન કરતા હો તો તેની નીચે ચાર ખૂણે વ્હીલ્સ પણ ફીટ કરવાનું વિચારશો. તો જેમ સાચા, વાસ્તવિક શોકેસને ઊંચું કરીને તેની નીચે વ્હીલ્સ ફીટ કરી શકાય એ જ રીતે સ્કેચઅપમાં તમે તમારી ડિઝાઇનને ‘ઊંચકીને’તેની નીચે વ્હીલ્સ ‘ફીટ’કરી શકો છો! આ વાત અને આ મજા શબ્દોમાં સમજાવવી મુશ્કેલ છે!

ફ્રી વર્ઝન ડાઉનલોડ કરશો એટલે તેની સાથે ઢગલાબંધ વીડિયો ટ્યુટોરિયલ્સ, ટીપ્સ અને ટ્રીક્સ વગેરે પણ જાણવા મળશે. તમને પર્સ્પેક્ટિવનો થોડો અંદાજ હશે તો આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ક્યારેક સ્કેચીઝ દોરતા જોશો તો તેમના 2-ડી સ્કેચમાં પણ સરસ ઊંડાણ (પારિમાણિક ઊંડાણ, કલાત્મક ઊંડાણની વાત નથી!) જોવા મળશે. આ ડાયમેન્શન્સનો તમને થોડો અંદાજ હશે તો સ્કેચઅપમાં કામ કરવું તમારે રમતવાત રહેશે.

સ્કેચઅપ અને તેના વિવિધ અન્ય સોફ્ટવેરની મદદથી તમે જુદાં જુદાં મોડેલ્સ બનાવીને અન્યો સાથે શેર કરી શકો છો, તૈયાર મોડેલ્સની ગેલેરી ખાસ જોજો. ગૂગલ અર્થ પર જે 3-ડી મોડેલ્સ જોવા મળે છે તે પણ આ રીતે જ તૈયાર થયાં છે.

આ મજાનો પ્રોગ્રામ અને તેની આખી ટીમ હવે ગૂગલને છોડીને બીજી કંપની (www.trimble.com) સાથે જોડાઈ ગઈ છે. જોકે આપણા જેવા વપરાશકારો માટે કશું જ બદલાવાનું નથી. વાતમાં રસ પડ્યો હોય, તો ગૂગલ અર્થ અને 3-ડી મોડેલિંગ વિશે વિગતવાર વાત કરીશું, આગળ ઉપર!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Dirgesh suthar  - Scretch up   |2012-07-14 22:24:46
thank for the provide of Information cayber safar is very very usefully site for the us,

because they give free knowledge of Internet,

so thanks n again

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com