ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગતમે શોર્ટકટ્સ અજમાવો છો?

તમે શોર્ટકટ્સ અજમાવો છો?

અમેરિકાનાં અત્યારનાં ફર્સ્ટ લેડી મિશેલ બરાક ઓબામા તેમના પતિને છૂટાછેડા દેવાનાં હતાં એવા અહેવાલોના પગલે સમાચારોમાં છે, પણ અમેરિકાના 32મા પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટનાં પત્ની અને યુનાઇટેડ નેશન્સમાં પણ જવાબદારીઓ સંભાળી ચૂકેલાં ઇલિએનોર રૂઝવેલ્ટ વર્ષો પહેલાં એવું કંઈક કહી ગયાં છે કે જે આપણને અત્યારે પણ વિચારતા કરી મૂકે. ઇન્ટરનેટ પર અવતરણોની ઢગલાબંધ સાઇટ્સમાં એમના નામે મૂકાયેલું એક અવતરણ કહે છે કે ‘‘તમારે એ કામ અચૂક કરવું જોઈએ, જે તમે માનતા હો કે તમે ન કરી શકો!’’

જીવનમાં ક્યાંક ને ક્યાંક, કોઈક તબક્કે આપણે પાછળ રહી જતા હોઈએ એનું કારણ મોટા ભાગે આ જ હોય છે, આપણને પોતાને જ આપણી જાત પર વિશ્ર્વાસ ન હોય તો પછી બીજા તો ક્યાંથી ભરોસો મૂકે?

આ તો બહુ મોટી વાત થઈ, પણ આપણા રોજબરોજના કામમાં પણ આપણે આપણી સગવડતાના એક ચોક્કસ માળખાની બહાર નીકળવાની કોશિશ જ કરતા નથી. આપણા કોલમફલક ઇન્ટરનેટ કે કમ્પ્યુટરની વાત કરીએ તો આપણે રોજેરોજ રોજિંદી રફતારથી જ કામકાજ કરતા રહીએ છીએ. એથી આગળ વધીને, કંઈક નવું પણ કરી શકાય, કંઈક નવી રીતે પણ ધાર્યું પરિણામ મેળવી શકાય એવું મોટા ભાગે આપણે વિચારતા નથી.

આવી નવી રીત અજમાવવાનો એક સરસ રસ્તો છે - શોર્ટકટ્સનો ઉપયોગ કરવાનો. સફળતાનો ભલે કોઈ શોર્ટકટ ન હોય, નેટ કે કમ્પ્યુટર પર ઘણા શોર્ટકટ સફળ ને ઉપયોગી નીવડી શકે છે, જેમ કે...

  • તમે ક્રોમ કે ફાયરફોક્સ જેવા બ્રાઉઝરમાં ઢગલાબંધ ટેબ્સ ખોલીને જુદી જુદી સાઇટ્સ ખોલીને સર્ફ કરી રહ્યા હો અને પછી સંખ્યાબંધ ટેબ્સથી કંટાળીને એક એક પછી એક ટેબ બંધ કરવા લાગો અને અચાનક ઝબકારો થાય કે આ તો કામની સાઇટની ટેબ બંધ કરી દીધી ને સાઇટનું એડ્રેસ યાદ નથી! આવું તમારી સાથે થતું હોય તો એક સિમ્પલ શોર્ટકટ યાદ રાખી લો - Ctrl+ Shift+ t . આટલું કરતાં તરત તમે એક્સિડન્ટલી બંધ કરેલી ટેબ ફરી ઓપન થઈ જશે.
  • ફરી, જો તમે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી હોય અને વચ્ચેની કોઈ ટેબ્સમાંથી છેક છેલ્લી ટેબમાં જવું હોય તો Ctrl+ 9પ્રેસ કરો. પહેલી ટેબમાં જવું હોય તો  Ctrl+ 1.
  • તમે કોઈ વેબપેજ પર છો અને કોઈ લિંક તમને કામની લાગે તો તમે તેને નવી ટેબમાં ઓપન કરવા ઇચ્છશો, બરાબર? હવે બે વિકલ્પ હોય છે, તમે જે વાંચી રહ્યા છો એ પૂરું કરીને નવી ટેબમાં નવી લિંક પર જાઓ અથવા સીધા જ નવી લિંક પર પહોંચી જાઓ. જો વાંચવાનું પૂરું કરો ત્યાં સુધી બેકગ્ર્ાાઉન્ડમાં નવી ટેબમાં નવી લિંક ઓપન થઈ જાય એવું ઇચ્છતા હો તો
  • Ctrlપ્રેસ કરીને લિંક પર ક્લિક કરો. સીધા નવી ટેબમાં જવું હોય તો  Ctrl+ Shiftપ્રેસ કરી, લિંક ક્લિક કરો.
  • જીમેઇલમાં તમે કોઇનો મેઇલ વાંચી રહ્યા હો અને તેને રિપ્લાય કરવા માગતા હો તો ફક્ત r પ્રેસ કરો. રિપ્લાય બોક્સ ખૂલી જશે.
  • ફેસબુકમાં ઓલ્ટર  Alt + 1 કરશો તો હોમપેજ પર જશો. પ્રોફાઇલ પેજ પર જવા Alt + 1 કરો, નવો મેસેજ લખવા Alt + 1નો ઉપયોગ કરો. નોટિફિકેશન્સ જોવા માટે  Alt + 5 પ્રેસ કરો. જોકે, આ શોર્ટકટ્સ ક્રોમમાં સરસ ચાલે છે, ફાયરફોક્સમાં તેના પોતાનાં ઓલ્ટર આધારિત ફંક્શન્સ હોય છે, એટલે આ શોર્ટકટ્સનો ઉપયોગ કરવા આ કોમ્બિનેશનમાં Shiftકી ઉમેરવી પડશે. ઇન્ટરનેટ એક્સપ્લોરર (હજી તમે એનો ઉપયોગ કરો છો?!) દરેક કોમ્બિનેશન પછી એન્ટર કી પ્રેસ કરીને ટ્રાય કરી જુઓ - એના કરતાં કદાચ માઉસ દોડાવવું જ સહેલું પડશે.

ઇન્ટરનેટ પર જરા શોધખોળ કરશો તો આવા પાર વગરના શોર્ટકટ્સ મળી રહેશે. ‘‘આટલું બધું યાદ રાખવાની ઝંઝટ કોણ કરે?’’ એવું વિચારતા હો તો તમે બિલકુલ સાચા છો. બધા જ શોર્ટકટ્સ યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ આમાંના મોટા ભાગના અજમાવી જરૂર જોશો.

તમારા કામ અને જરૂરિયાત અનુસાર અમુક શોર્ટકટ તમને એટલા ઉપયોગી થઈ પડશે કે એ આપોઆપ યાદ રહી જશે અને તમે બીજા શોર્ટકટ શોધવા નીકળી પડશો!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Laxman  - Lekh     |2012-10-16 15:19:56
Sara lagyo
Tushar patel  - nice   |2012-10-10 05:02:02
આવા બીજા સોર્ટ કટ કી ક્યાંથી મળી રહે શે તેવી સાઈટ ના નાદ આપો
Azaz Jalali  - આવા બીજા સોર્ટ કટ     |2012-09-06 03:38:09
આવા બીજા સોર્ટ કટ કી ક્યાંથી મળી રહે શે તેવી સાઈટ ના નાદ આપો કૃપયા.
Maulik   |2012-06-20 22:39:50
Thnxs yar. Shotcut baddle.
AMAR RATHOD   |2012-06-20 07:37:59
i really thanx to give very usefull sortcut for internet browsing

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com