ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરઆજે તમારી સવાર બગડશે!

આજે તમારી સવાર બગડશે!

માફ કરજો, આજે કદાચ તમારી સવાર બગડશે. સવારના પહોરમાં મોજથી ચાની ચૂસકી લેવા જાવ અને કપમાં પડેલી માખી પર નજર પડે એવું કદાચ આજે થશે. આગળ વાંચો...

દુનિયામાં આરોગ્યની દ્રષ્ટિએ સૌથી મોટું જોખમ કયું છે જાણો છો? ભૂખ. એઇડ્ઝ, મલેરિયા અને ટીબીના સરવાળા કરતાં વધુ લોકો ભૂખથી મૃત્યુ પામે છે. આજે બુધવારે (અને દરરોજ રાત્રે) આખી દુનિયામાં સાતમાંથી એક માણસ ભૂખ્યા પેટે પથારીમાં જશે અને સુવાની કોશિશ કરશે. વિકાસશીલ દેશોમાં દર ચારમાંથી એક બાળક હોવું જોઈએ એથી ઓછા વજનનું હોય છે. યુએસએ, કેનેડા અને આખા યુરોપિયન યુનિયનની કુલ વસતિ કરતાં દુનિયામાં ભૂખ્યા લોકોની સંખ્યા વધુ છે. દુનિયાના ભૂખ્યા લોકોમાંથી ૬૫ ટકા લોકો ફક્ત સાત દેશોમાં છેઃ ચીન, કોંગો, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, ઇથિઓપિયા અને ભારત.

સવાર બગડીને? પણ તમે ધારો તો કેટલાક ભૂ્ખ્યા લોકોનો દિવસ ને રાત સુધારી શકો છો. તેમને થોડુંક ભોજન આપીને. કેવી રીતે? એક રમત રમીને. સખ્ખત ગુસ્સો આવ્યો? સોરી, પણ આગળ વાંચો...

ઓક્ટોબર ૨૦૦૭માં જોહ્ન બ્રીન નામના એક સજ્જને એક સાઇટ શરૂ કરી. તેમને આ વિચાર કઈ રીતે આવ્યો એ વિશે ખાસ સ્પષ્ટતા ક્યાંય મળતી નથી, પણ સાઇટનો કન્સેપ્ટ એવો હતો કે સાઇટના મુલાકાતીઓ આ સાઇટ પર સવાલજવાબની એક રમત રમી શકે. તમે ખોટો જવાબ આપો તો જરા સહેલો જવાબ પૂછવામાં આવે અને સાચો જવાબ આપો તો અઘરો સવાલ પૂછવામાં આવે. મુદ્દાની વાત એ કે તમારા દરેક સાચા જવાબની કદર રૂપે, સાઇટ તરફથી યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં ચોખાના દસ દાણા દાનમાં આપવામાં આવે.

દસ દાણાથી શું વળે? એવો સવાલ થયોને? આ સાઇટ ઓકટોબર ૭, ૨૦૦૭ના રોજ લોન્ચ થઈ ત્યારે પહેલા દિવસે દાનમાં અપાયેલા ચોખાના દાણાનો સરવાળો માંડ ૮૩૦ના આંકડે પહોંચ્યો હતો. પછીના મહિને, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આ કન્સેપ્ટ એટલો ગમ્યો કે વાર્ષિક ‘થેન્ક્સગિવિંગ’ની ઉજવણી દરમિયાન લોકોને ઓનલાઇન આડેધડ શોપિંગ કરવામાંથી થોડો સમય કાઢીને ભૂખ્યા લોકો માટે આ સાઇટ પર થોડો સમય આપવા પ્રેરતું એક કેમ્પેઇન કરવામાં આવ્યું. માર્ચ ૨૦૦૯માં આ આખી સાઇટ જ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને દાનમાં આપી દેવામાં આવી.

સાઇટનું વર્કિંગ મોડેલ એ પ્રકારનું છે કે તમે સાઇટ પર જઈને ઈંગ્લિશ વોકેબ્યુલરી અને ગ્રામર, જ્યોગ્રાફી, મેથ, કેમિસ્ટ્રી, સાયન્સીઝ, હ્યુમેનિટીઝ વગેરે વિષય પર જુદા જુદા સવાલોના જવાબ આપવાની રમત રમી શકો છો. તમારો જવાબ સાચો પડે એટલે જવાબ નીચે કોઈ પણ સ્પોન્સરની એક જાહેરાત જોવા મળે. આ જાહેરાત આપનાર કંપની, તમારા વતી જે દસ દાણા દાનમાં આપવામાં આવે તેની કિંમત ચૂકવે!

વર્ષ ૨૦૦૮માં આ રીતે દાનમાં અપાયેલા ચોખાના દાણાની સંખ્યા ૪૩,૯૪,૨૬,૨૨,૭૦૦ના આંકડે પહોંચી હતી. આ દાણાની સંખ્યા છે, એનું વજન કેટલું થાય એ આપણને ખબર નથી કે નથી સાઇટ પર એનો ફોડ પાડવામાં આવ્યો, પણ એટલું લખ્યું છે કે લગભગ ૪૮ દાણે એક ગ્રામ ચોખા થાય. આટલામાં તો શું દળદર ફીટે એવો સવાલ થવો સાવ સ્વાભાવિક છે, પણ આ સાઇટને બિરદાવનાર ટાઇમ મેગેઝિન અને બીબીસીએ તેમના રીપોટર્સમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને ટાંકીને જણાવ્યું છે કે આ સાઇટ શરૂ થયાના એકાદ વર્ષમાં જ, ૬૦૦૦ જેટલા લોકોને આખા વર્ષ માટે દરરોજ ભોજન આપી શકાય એટલા અનાજનું દાન મળ્યું. પહેલા દિવસથી માર્ચ ૧૬, ૨૦૧૨ સુધી દાનમાં અપાયેલા ચોખાના દાણાનો સરવાળો, ૫૦ લાખ લોકોને એક દિવસનું ભોજન આપી શકાય એટલા પ્રમાણે પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૯૫ અબજ દાણા દાન અપાયા છે. સાઇટ પર વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરે ગ્રાપ્સ રચીને એકમેકથી આગળ રહેવાની હરીફાઈ કરી શકે એવી વ્યવસ્થા પણ છે.

‘પણ આવી રમત રમાડવાનો શો અર્થ છે? ચોખા સીધા જ દાનમાં આપી ના દેવાય?’ અથવા ‘કમ્પ્યુટરનો પ્રોગ્રામ બનાવી દઈએ ને એ જ રમત રમ્યા કરે ને દાન મળ્યા કરે એવું ના થાય?’ આવા સવાલો મારી ને તમારી જેમ ઘણા લોકોએ પૂછ્યા હશે, એના જવાબમાં આ સાઇટના એફએક્યુ વિભાગમાં જણાવાયું છે કે સાઇટ કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ પાસે ચોખાના ભંડાર નથી અને બંને દાન પર ચાલે છે. મશીન જ રમત રમતું હોય તો કઈ કંપની આ સાઇટ પર જાહેરાત આપવા આવે?

આટલે સુધી વાંચ્યા પછી તમારી પાસે બે રસ્તા છે  ‘ઠીક છે હવે, આ યુનાઇટેડ નેશન્સ ને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એ બધું જ હમ્બગ છે’ એમ કહીને ચાનો કપ મોંએ માંડો, અથવા ‘ભલે દસમાંથી એક દાણો ભૂખ્યા સુધી પહોંચતો હોય, હું મારાથી બનતું કરીશ’ એવું વિચારીને આ સાઇટ પર જાઓઃ "http://freerice.com"

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
sarvang sarkar   |2012-09-18 23:26:34
khub j saras lekh 6e..... leva jevo 6e.... ama reality 6e
DEEPAK CHAVDA  - MARTIN D.TAEKWONDO ACADEMY     |2012-09-16 03:05:45
MARTIN D.TAEKWONDO ACADEMY COACH DEEPAK CHAVDA 4th DAN BLACK BELT (WTF) e-mail-martin_sagar72@yahoo.com (M)9824066447 (M)9824957392
Bharatkuamr Damor   |2012-06-15 09:55:04
ખુબ જ સારો લેખ .

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com