ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમગૂગલ ગિફ્ટ્સમિશનઃ ખાલી કરો જીમેઇલ

મિશનઃ ખાલી કરો જીમેઇલ

આમ તો જીમેઇલ સાત, સાડા સાત જીબી જેટલી સ્પેસ આપે છે, જે સરેરાશ યુઝર માટે જરૂર કરતાં ઘણી વધુ છે, પણ જો તમે સરેરાશ નહીં પણ સ્પેશિયલ હો તો આટલી સ્પેસ તમને ઓછી પડે એવું બની શકે છે. તમે જુદી જુદી ઘણી રીતે સ્પેશિયલ હોઈ શકો છો, જેમ કે તમે ડિઝાઇન સંબંધિત કામકાજ કરતા હો અને તમે વારંવાર કોરલડ્રો, ઇનડિઝાઇન, ફોટોશોપ, ઓટોકેડ વગેરેની પ્રમાણમાં હેવી ફાઇલ્સની આપલે કરતા હો તો તમારું જીમેઇલનું એકાઉન્ટ ફટાફટ ભરાઈ જાય એવું બની શકે છે.

એ સિવાય તમે જીમેઇલનો તમારી ફાઇલ્સનો બેકઅપ રાખવા માટે ઉપયોગ કરતા હો (એવું થઈ શકે છે, તમારી કામની ફાઇલ્સ તમને જ મેઇલ કરી દો અથવા અટેચ કરીને ડ્રાફ્ટ તરીકે સેવ કરી રાખો. અગાઉ સૂચવ્યું છે તેમ તમારું પાનકાર્ડ, વોટર્સ કાર્ડ વગેરે અગત્યનાં ડોક્યુમેન્ટ્સને સ્કેન કરીને મેઇલમાં સાચવી રાખો તો બહારગામ હો ત્યારે પણ એ હાથવગાં રહે). ધારો તો તમે ગીતોની ફાઇલ્સ પણ જીમેઇલમાં સેવ કરી રાખી શકો છો અને તેમાં જ પ્લે કરીને સાંભળી પણ શકો છો (તમારાં ગમતાં ગીતોની જીમેઇલમાં લાઇબ્રેરી પણ બનાવી શકો છો, ઇચ્છો ત્યારે મિત્રો સાથે શેર કરો!). અથવા, તમારા પરગજુ મિત્રો તમને અવારનવાર જાતભાતનાં અટેચમેન્ટ્સ સાથેના મેઇલ્સ મોકલતા રહેતા હોય અને અને તમે તેને ડીલીટ કરતા ન હો.

ટૂંકમાં, જીમેઇલનું એકાઉન્ટ ભરાઈ જવાનાં કારણો ઘણાં છે. તમારા જીમેઇલના ઇનબોક્સના તળિયે જોશો તો ડાબી તરફ તમારું એકાઉન્ટ કેટલું ભરાયું છે તે લખેલું હશે. જો ૭૦, ૮૦ ટકા ઉપરનો આંકડો બતાવતું હોય તો ચેતી જવું સારું. જીમેઇલ ઘણી બધી રીતે સારું હોવા છતાં તેની મોટી ખામી એ છે કે તે આપણા મેઇલ્સને સાઇઝ પ્રમાણે સોર્ટ કરી આપતું નથી. આપણે વીણી વીણીને હેવી અને હવે કામના ન રહ્યા હોય એવા મેઇલ્સ શોધીને ડીલીટ કરવા કેવી રીતે?

આનો એક ઉપાય, જીમેઇલના આઇમેપ કે પીઓપી મેઇલને માઇક્રોસોફ્ટ આઉટલૂક કે મોઝિલા થંડરબર્ડ જેવા મેઇલ ક્લાયન્ટ પર કન્ફીગર કરવાનો અને પછી તેમાં તમારા મેઇલ્સને સોર્ટ કરવાનો છે. આખું વાક્ય માથા ઉપરથી ગયું? નો પ્રોબ્લેમ, એ કામ કડાકૂટભર્યું જ છે.

તેનાથી વધુ સહેલો રસ્તો ડિજિટલ ઇન્સ્પિરેશન (www.labnol.org) નામે એક સરસ ટેક્નોલોજી બ્લોગ લખતા અને ઇન્ડિયન બ્લોગર્સમાં બહુ મોટી નામના મેળવનારા અમિત અગરવાલે બતાવ્યો છે. તેમણે ગૂગલ ડોક્સ (એ વળી શું? એવો સવાલ થયો હોય તો એ એક નવા લેખનો વિષય છે!) સાથે જીમેઇલને કનેક્ટ કરીને ગૂગલમાં સ્પ્રેડશીટ તરીકે મેઇલની યાદી મેળવીને પછી તેમાં હેવી મેઇલ્સને સોર્ટ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

તમારે એટલું જ કરવાનું છે કે...

  • પહેલાં જીમેઇલમાં લોગઇન થાઓ.
  • હવે આ પેજ (http://goo.gl/5dTkz) પર જઈને એક ડોક્યુમેન્ટને તમારા ગૂગલ ડોક્સમાં કોપી કરી લો.
  • એ ડોક્યુમેન્ટની કોપી તમારા ડોક્સમાં ખૂલશે અને એકાદ મિનિટ રાહ જોશો એટલે ઉપરના મેનુમાં ‘Gmail (Click here)’ એવી એક નવી લિંક દેખાશે. તેને ક્લિક કરો અને રીસેટ કેન્વાસ પર ક્લિક કરો.
  • હવે, તમે ચોંકી ઊઠો એવી લાલ બોર્ડરવાળી એક ચેતવણી આવશે! તેમાં લખ્યું હશે કે તમે લખેલી એક સ્ક્રીપ્ટ તમારા ડોક્સમાં રન થવાની પરવાનગી માગે છે! ડરવાની જરૂર નથી, આ સ્ક્રીપ્ટ લખનાર અમિત અગરવાલ વિશ્વાસપાત્ર છે અને તમે આગલા સ્ટેપમાં તેમની લખેલી સ્ક્રીપ્ટ કોપી કરીને તમારા નામે કરી લીધી છે એટલે જો ભરોસો બેસે તો ઓકે પર ક્લિક કરી દો.
  • હવે ફરી ઉપરના મેનુમાં જીમેઇલની લિંકમાં જઈ ‘સ્કેન મેઇલબોક્સ’ પર ક્લિક કરો.
  • હવે તમારા ઇનબોક્સની સાઇઝ અનુસાર, ધીમેધીમે તમારા આખા ઇનબોક્સમાં રહેલા ૧ એમબીથી મોટી સાઇઝના મેઇલ્સની લિંક અહીં જમા થશે.
  • સાઇઝની કોલમમાં જઈ તેને ચાહો તે રીતે ફિલ્ટર કરો. જે હેવી મેઇલ હવે કામનો રહ્યો ન હોય, તેની લિંક પર ક્લિક કરશો એટલે એ મેઇલ તમારા જીમેઇલ ઇનબોક્સમાં ખૂલશે, બસ અહીંથી તેને ડીલીટ કરી દો!

તમને ગૂગલ ડોક્સનો થોડો ઘણો અનુભવ હોય તો આ કામ ઘણું સહેલું લાગશે, એ સિવાય પણ ઉપર બતાવેલાં સ્ટેપ્સને અનુસરશો તો કામ સહેલું જ છે. એકાઉન્ટ ભરાઈ ગયું હોય તો કામ અઘરું લાગે તોય કરવું તો પડશે!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
priyank mistry  - cybersafer     |2012-10-10 22:02:13
સર , તમને જણાવવા નું કે તમે જે રીતે આ સાઈટ બનાવી છે. કે જે લોકો ને શિક્ષણ તરફ નવું માર્ગદર્શન પૂરું પાડે છે . મેં તમારા માંગેઝીન માં વાચયુ . અને મને ગમ્યું .સરસ છે. લોકો આને જેટલા +વ થઇ ને લેશે તો એમને ઘણું જાણવાનું મળશે ..કેમ કે મારું એવું માનવું છે કે શિક્ષણ એવું છે . કે તેમાં માત્ર પોતાનો જ અધિકાર રહે છે ..તેમાં કોઈ ભાગ પડાવી શકતું નથી .....આભાર
Pragnesh   |2012-05-09 22:43:29
I can't see docs on this link http://goo.gl/5dTkz

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગૂગલગિફ્ટ્સમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com